હનુમાનજીનો સૌથી શક્તિશાળી ગુપ્ત મંત્ર, રાતે સુતા પહેલા ફક્ત વાંચી લેશો તો પણ જીવનનાં તમામ દુ:ખ દુર થઈ જશે

Posted by

હનુમાનજી કળિયુગના મુખ્ય દેવતા છે અને અમર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા સીતાએ હનુમાનજીને અમર થવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપાથી બધા જ પ્રકારની પરેશાનીઓથી છુટકારો મળી જાય છે. નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનાં પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી હનુમાનજીના એક એવા મંત્ર વિશે જણાવીશું, જેને “હનુમાન જંજીરા” નાં નામથી ઓળખવામાં આવે છે. આ મંત્ર ખુબ જ પ્રભાવશાળી મંત્ર છે. દરરોજ હનુમાન ચાલીસા ને સાથે આ મંત્રનો જપ પણ કરવો જોઈએ.

Advertisement

હનુમાનજીને હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા અને સંકટ મોચન જણાવવામાં આવેલ છે. શ્રી રામભક્ત હનુમાનજીની મહિમા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રચલિત છે. સામાન્ય રીતે તો હનુમાનજીનું નામ લેવાથી જ ડર અને ભયનું નિવારણ થઈ જાય છે, પરંતુ વધારે પરેશાનીઓ આવવા પર હનુમાન ચાલીસા સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે.

આસ્થાનાં આ ભગવાનને પવનપુત્ર અને રામભક્ત જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. હનુમાન ચાલીસા સિવાય ભગવાન હનુમાનજીની આરાધના કરવા માટે હનુમાન બાણ અને હનુમાનજીની આરતી પણ છે. પરંતુ એક મંત્ર એવો છે જે ડર અને ભય અને માત્ર એક માળા નાં જાપથી જ છુમંતર કરી નાખે છે. હનુમાન જંજીરા નામનો આ મંત્ર ખુબ જ સરળ અને ખુબ જ કારગર છે.

આ મંત્રની દરરોજ એક માળા જાપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે અને મંદિરમાં જઈને વ્યક્તિ અગરબત્તી પ્રગટાવી ૨૧માં દિવસે તે મંદિરમાં એક શ્રીફળ તથા લાલ કપડા ની ધ્વજા ચઢાવો. તમારે જાપની વચ્ચે અલૌકિક ચમત્કારોનો અનુભવ થાય તો ગભરાવવું જોઈએ નહીં. આ મંત્ર ભુત-પ્રેત, ખરાબ નજર, શરીરની રક્ષા તથા સુખ સંપત્તિ માટે અત્યંત સફળ માનવામાં આવે છે.

આ મંત્રનો જાપ કરીને વ્યક્તિના જીવનમાં રહેલી દરેક પરેશાનીમાં થી છુટકારો મળી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી અઢળક સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. સાથોસાથ જીવનમાં રહેલા તમામ દુઃખ દર્દ ખતમ થઇ જાય છે. જો તમે નિયમિત રીતે આ મંત્રનો જાપ કરો છો તો ક્યારે પણ મુશ્કેલીઓ તમારા જીવનમાં આવશે જ નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.