જ્યારે પણ જીવનમાં દુઃખ અને પરેશાનીઓ વધી જાય છે તો આપણે ભગવાનની શરણમાં ચાલ્યા જઈએ છીએ. કહેવામાં આવે છે કે ભગવાનની પાઠ પૂજા કરવાથી બધા જ દુઃખ દર્દો ખતમ થઇ જાય છે. ભગવાન જો ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે તો તેમની ઉપર દયા દ્રષ્ટિ જરૂર બતાવે છે. એ જ કારણ છે કે લોકો મંદિરમાં જાય છે. જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ, તો ત્યાં આપણે ઘણા લોકોને મંદિરની પરિક્રમા કરતાં જોઈએ છીએ.
આ દરમિયાન હંમેશા લોકોના મનમાં સવાલ થાય છે કે આપણે કેટલી પરિક્રમા કરવી જોઈએ? તેનો જવાબ એ વાત પર નિર્ભર છે કે તમે કયા ભગવાનના દર્શન કરી રહ્યા છો. શાસ્ત્રો અનુસાર દરેક ભગવાન માટે અલગ-અલગ સંખ્યામાં પરિક્રમા આપવામાં આવી છે.
પરિક્રમા કરવાના લાભ
પરિક્રમાને ભગવાનની પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે. પૂજાપાઠ પછી તેને અનિવાર્ય માનવામાં આવે છે. શાસ્ત્રોનું માનવામાં આવે તો ભગવાનની પરિક્રમા કરવાથી બધા જ પાપનો નાશ થઈ જાય છે. વળી, વિજ્ઞાન કહે છે કે મંદિરમાં પરિક્રમા કરવાથી શારીરિક ઊર્જાનો વિકાસ થાય છે. આ પરિક્રમા તમારી અંદર એક પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે. તેનાથી તમે ઊર્જાવાન અને સકારાત્મક મહેસુસ કરો છો.
પરિક્રમા કરવાની પદ્ધતિ
જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ અથવા મંદિરની પરિક્રમા કરો છો તો તેની શરૂઆત ડાબી બાજુથી જ કરવી. તેનું કારણ છે કે આ મૂર્તિઓમાં ઉપસ્થિત પોઝિટિવ એનર્જી ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહિત થતી હોય છે. એટલા માટે જો તમે ડાબી બાજુથી પરિક્રમા કરો છો તો આ પોઝિટિવ એનર્જીનો તમારી બોડી સાથે ટકરાવ થાય છે. જેના લીધે આપણે પરિક્રમાના લાભથી વંચિત રહી જઈએ છીએ. તમને જણાવી દઈએ કે જમણી બાજુનો એક મતલબ દક્ષિણ પણ હોય છે. એ જ કારણ છે કે પરિક્રમાને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે.
કેટલી વખત કરવી પરિક્રમા
તમારે ભગવાનનાં હિસાબે પોતાની પરિક્રમા નક્કી કરવાની હોય છે. જેમકે સૂર્યદેવને ૭ વખત પરિક્રમા આપવામાં આવે છે. ગણેશજીને ૪ વખત જ્યારે હનુમાનજીને ૩ વખત પરિક્રમા આપવામાં આવે છે. વળી, ભગવાન વિષ્ણુ અને તેના બધા જ અવતારોને ૪ વખત પરિક્રમા આપવાનો નિયમ છે. દુર્ગા માતાજીને ફક્ત એક જ પરિક્રમા આપવી જોઈએ. શિવજીની વાત કરવામાં આવે તો તેમની અડધી પ્રદક્ષિણા કરવામાં આવે છે. તેનું કારણ છે કે શિવલિંગની જલધારીને ઓળંગવું જોઈએ નહીં. જ્યારે તમે જલધારી સુધી પહોંચો છો તો તેને પરિક્રમા પૂર્ણ થયેલ માનવામાં આવે છે.
સામાન્ય રીતે પરિક્રમા મૂર્તિ અથવા મંદિરમાં ચારો તરફ ફરીને લગાવવામાં આવે છે. પરંતુ ઘણી વખત અમુક મંદિરોમાં મૂર્તિની પીઠ અને દીવાલોની વચ્ચે કોઈ પરિક્રમા કરવા માટેનું સ્થાન હોતું નથી. આવી પરિસ્થિતિમાં તમે મૂર્તિની સામે જ ગોળ ફરીને પરિક્રમા કરી શકો છો.
પરિક્રમા દરમ્યાન આ મંત્રનો જાપ કરો
જ્યારે પણ તમે પરિક્રમા કરો છો તો “यानि कानि च पापानि जन्मांतर कृतानि च। तानि सवार्णि नश्यन्तु प्रदक्षिणे पदे-पदे।।“ મંત્રનો જાપ કરો. તેનો મતલબ છે કે તમારા દ્વારા જાણતા-અજાણતા આ જન્મ અને પૂર્વ જન્મમાં જે પણ પાપ થયા છે, તે પરિક્રમાની સાથે નષ્ટ થઈ જાય. ભગવાન તમને સદબુદ્ધિ આપે.