હાર્દિક પંડયા અને નતાશા ની હલ્દી-મહેંદી સેરેમની ની તસ્વીરો આવી સામે, એકબીજાનાં પ્રેમમાં ડુબેલું જોવા મળ્યું કપલ

Posted by

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એ હાલમાં જ વેલેન્ટાઈન-ડે નાં અવસર પર પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિક ની સાથે ફરીથી લગ્ન કરેલા હતા. જેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ હતી. તેની વચ્ચે કપલે પોતાની હલ્દી અને મહેંદી સેરેમની ની તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરેલી છે. આ તસ્વીરોમાં હાર્દિક નતાશા ની સાથે તેમનો દીકરો અગત્સ્ય પણ નજર આવી રહ્યો છે.

તસ્વીરોમાં હાર્દિક અને અગત્સ્ય એ ગુલાબી અને સફેદ રંગનો કુર્તો પહેરેલો છે, જેમાં બંને ખુબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. વળી નતાશાએ ફ્લોરલ આઉટ ફીટ પહેરેલું છે. ત્રણેય એકસાથે પોઝ આપતા ખુબ જ ક્યુટ નજર આવી રહ્યા છે. આ પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને હાર્દિક પંડ્યા એ લખ્યું છે, “પ્રેમનાં રંગમાં રંગાયેલ.”

મહત્વપુર્ણ છે કે આ કપલે ૧૩ મે, ૨૦૨૦માં પહેલી વખત મુંબઈમાં કોર્ટ મેરેજ કરેલા હતા. જોકે તે સમયે કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન હતું, જેના લીધે તેમણે ગ્રાન્ડ સેલિબ્રેશન ની ઉજવણી કરી ન હતી. પોતાના લગ્નના અધુરા સેલિબ્રેશનને ઉજવવા માટે આ કપલે ૧૪ ફેબ્રુઆરીનાં રોજ ઉદયપુરમાં ફરીથી લગ્ન કરેલા હતા. જેમાં ક્રિકેટ જગતથી લઈને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી.

પોતાની હલ્દી સેરેમની માટે નતાશાએ પીળા કલરનું ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેરેલું હતું. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહેલી હતી. આ આઉટફીટની સાથે નતાશા એ પોતાના વાળને ખુલ્લા રાખેલા હતા. વળી પોતાની હલ્દી સેરેમની માટે હાર્દિક પંડ્યા એ પિંક કલરનો કુર્તો અને વ્હાઇટ પાઇજામો પહેરેલો હતો. આ આઉટફીટમાં હાર્દિક પંડ્યા ખુબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા હતા.

આ તસ્વીરમાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા એકબીજાને હલ્દી લગાવતા નજર આવી રહ્યા છે. ફોટોમાં આ કપલ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે.

આ તસ્વીરમાં નતાશા સ્ટેનકોવિક નાં ચહેરા પર હલ્દી લગાવેલી જોવા મળી રહી છે. ફોટોમાં એક્ટ્રેસ પોઝ આપતી નજર આવી રહી છે.

આ તસ્વીરમાં હાર્દિક પંડ્યા એ નતાશા ને ઉઠાવી લીધેલી જોવા મળી રહી છે. ફોટોમાં નતાશા અને હાર્દિક પંડ્યા ખુબ જ ક્યુટ નજર આવી રહ્યા છે.

આ તસ્વીરમાં હાર્દિક પંડ્યા નતાશા ઉપર પ્રેમ વ્યક્ત કરતા નજર આવી રહ્યા છે. આ ફોટોને જોઈને ફેન્સ પણ નતાશા અને હાર્દિકના પ્રેમની પ્રશંસા કરતા નજર આવી રહ્યા છે.

નતાશા અને હાર્દિક આ તસ્વીરમાં પોતાના દીકરા અગસ્ત્ય ની સાથે નજર આવી રહ્યા છે. ફોટોમાં અગસ્ત્ય ને હાર્દિકે પોતાના ખોળામાં ઉઠાવી લીધેલ છે.

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે દીકરો અગત્સ્ય પાપા હાર્દિક પંડ્યા અને મમ્મી નતાશા ને હલ્દી લગાવતો નજર આવી રહ્યો છે. ફોટોમાં અગત્સ્ય પોતાની મોમ સાથે પોઝ આપી રહેલ છે.

આ ફોટોમાં નતાશા અને હાર્દિક ક્રિશ્ચયન આઉટફીટમાં નજર આવી રહ્યા છે. ફોટોમાં આ કપલ એકબીજાને કિસ કરતું નજર આવી રહ્યું છે.

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે નતાશા અને હાર્દિક હિન્દુ રીતિરિવાજો થી લગ્ન કરતા નજર આવી રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે નતાશા અને હાર્દિક એકબીજાનો હાથ પકડેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *