હાર્દિક પંડયા – નતાશા એ ઉદયપુરમાં કર્યા લગ્ન, સામે આવી કપલ ની રોમેન્ટિક તસ્વીરો

Posted by

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૈનકોવિક એ લગ્ન કરી લીધા છે. કોર્ટ મેરેજ નાં ત્રણ વર્ષ બાદ બંને એ ઈસાઈ ધર્મ અનુસાર લગ્ન કરેલા છે. હાર્દિક અને નતાશા નાં ડેટિંગના સમાચારો ૨૦૨૦માં સામે આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૦માં હાર્દિક પંડ્યા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બોલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટૈનકોવિક ની સાથે તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરનાં કેપ્શન માં હાર્દિકે લખ્યું હતું – “તુ મેરી મે તેરા, જાને સારા હિન્દુસ્તાન. એંગેજ”. તેમણે જણાવ્યું હતું કે તે સર્બિયાઈ મોડલ અને એક્ટ્રેસ નતાશા સાથે લગ્ન કરી ચુકેલ છે. સમગ્ર દુનિયાની સામે તેમણે આ સંબંધ ઉપર મહોર લગાવી હતી. ત્યારબાદ ૨૦૨૦માં તેમણે કોર્ટમાં મેરેજ કરી લીધા હતા.

નતાશા ૨૦૨૦માં કોર્ટ મેરેજ પહેલા જ ગર્ભવતી હતી. લગ્ન બાદ નતાશા એ અગત્સ્ય અને જન્મ આપ્યો હતો. હાર્દિક અને નતાશા ની લવ સ્ટોરી કોઈ ફિલ્મની કહાની થી ઓછી નથી. હવે બંનેના ગ્રાન્ડ વેડિંગ છે. હાર્દિક પંડ્યા એ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરીને લખ્યું –

અમે ૩ વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાઓને ફરીથી પુનરાવર્તન કરીને પ્રેમના આ દ્વીપ ઉપર વેલેન્ટાઈન ડે ઉજવ્યો. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે પોતાના પરિવાર અને મિત્રોનો સાથ મેળવીને અમે હકીકતમાં ધન્ય બન્યા છીએ. કેએલ રાહુલ સહિત ઘણા ક્રિકેટર છે પોસ્ટ ઉપર બંનેને અભિનંદન આપેલા છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૈનકોવિક એ સાત ફેરા લીધા નથી. પરંતુ બંને એ ક્રિશ્ચયન રીતે રિવાજથી લગ્ન કરેલા છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૈનકોવિક એ ફરીથી લગ્ન કરેલા છે. વર્ષ ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન જ બંનેના લગ્ન થયેલા હતા. હાર્દિક અને નતાશા નો દીકરો અગત્સ્ય પણ તેમના લગ્નમાં સામેલ થયો હતો. વર્ષ ૨૦૨૦માં અગત્યનો જન્મ થયેલો હતો.

હાર્દિક પંડ્યા અને નતાશા એ લગ્ન કરવા માટે વેલેન્ટાઈન ડે ની પસંદગી કરેલ હતી. વેલેન્ટાઈન ડે પર બંનેએ ઉદયપુરમાં લગ્ન કરેલા છે. હવે તેમની વેડિંગની તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ ગઈ છે. આ તસ્વીરોમાં નતાશા વ્હાઈટ ગાઉનમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. વળી હાર્દિક પંડ્યા બ્લેક સુટમાં પોઝ આપી રહેલ છે.

જણાવી દઈએ કે હાર્દિક અને નતાશાએ ૩૧ મે, ૨૦૨૦નાં રોજ મુંબઈમાં કોર્ટ મેરેજ કરેલા હતા. વળી લગ્નના એક વર્ષ બાદ બંને એક દીકરાના માતા પિતા બની ગયા હતા. બંનેના લગ્ન કોરોના કાળમાં થયેલા હતા. કપલે હવે એકવાર ફરીથી લગ્ન કરેલા છે. વળી આ લગ્ન બાદ હાર્દિક પંડ્યા એ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસ્વીરો શેર કરેલી છે. પંડ્યાના લગ્નમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ઈશાન કિશન સહિત ટીમ ઇન્ડિયાના અમુક સ્ટાર પણ સામેલ થયા હતા.

નતાશા પહેલા હાર્દિક પંડ્યા નું નામ ઘણી મોડલ અને એક્ટ્રેસ સાથે જોડાયું હતું. જોકે હાર્દિક પંડ્યા એ આ બધા સમાચારોનું ખંડન કર્યું હતું. ત્યારબાદ એક નાઈટ ક્લબમાં હાર્દિકની મુલાકાત નતાશા સ્ટૈનકોવિક સાથે થઈ હતી. નતાશા ત્યારે જાણતી ન હતી કે હાર્દિક ક્રિકેટર છે. હાર્દિકે પોતે આ કહાની વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે નતાશા ને કોઈ અંદાજો ન હતો કે હું કોણ છું. અમે એકબીજા સાથે વાતચીત કરી અને ધીરે ધીરે નજીક આવી ગયા.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *