હાથ જોડીને સલમાન ખાને સુનિલ શેટ્ટીની દિકરીની માંગવી પડી માફી, મોટોભાઈ અરબાઝ જોતો રહી ગયો, જાણો કારણ

Posted by

અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાન પોતાના ટોક શો પિંચ-2 ને લઈને ચર્ચામાં રહેલા છે. હાલમાં જ અરબાઝ ખાનનો આ શો યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યો છે. અરબાઝનાં આ શોમાં પહેલા મહેમાન તેમના ભાઈ અને બોલીવુડના જાણીતા અભિનેતા સલમાન ખાન બન્યા છે. સલમાન ખાન સહિત ઘણા ફિલ્મી હસ્તીઓ પિંચ 2 નાં પ્રોમો વીડિયોમાં નજર આવી હતી અને અરબાઝ કલાકારો સાથે પોતાના ટોક-શોમાં તેમના અંગત જીવનને લઈને વાત કરતાં જોવામાં આવ્યા હતા.

પોતાના ભાઈના શોમાં સલમાન ખાને ઘણા મોટા ખુલાસા કર્યા છે. સલમાને પિંચ-2 પર પોતાની ફિલ્મો, પર્સનલ રિયુમર્સ અને અન્ય સેલેબ્સને લઈને પણ વાતો કરી. આ દરમિયાન સલમાન બોલીવુડનાં જાણીતા અભિનેતા સુનિલ શેટ્ટીની દીકરી અને અભિનેત્રી અથિયા શેટ્ટી સામે હાથ જોડીને માફી માગતા જોવામાં આવ્યા. આવો જાણીએ કે સલમાને એવું કેમ કર્યું.

મતલબ વાત એ છે કે અરબાઝ એ પોતાના શો પર  સલમાન ખાનને સવાલ કર્યો હતો કે, તમારા ઇન્સ્ટાગ્રામ પર ૪૨.૨ મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તમે માત્ર ૨૭ લોકોને ફોલો કરો છો. અરબાઝ સલમાનને આગળ 3 વિકલ્પ આપે છે. ત્રણ વિકલ્પમાં ત્રણ અભિનેત્રીઓ કેટરીના કૈફ, સંગીતા બિજલાની અને આથિયા શેટ્ટીનું નામ હોય છે. આ ત્રણ વિકલ્પો સાથે અરબાઝ સલમાનને પુછે છે કે આમાંથી તેઓ કઈ એક્ટ્રેસને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરી રહ્યા.

સલમાન ખાન તેના જવાબમાં અનુમાન લગાવતા પહેલા તો સંગીતા બિજલાનીનું નામ લીધુ. જોકે તે ખોટા સાબિત થયા. ત્યારબાદ અરબાઝ ખાને સલમાન ખાનને જણાવ્યું કે તે ત્રણ એક્ટ્રેસ માંથી આથિયા શેટ્ટીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરી રહ્યાં. આ સાંભળતા જ સલમાન હાથ જોડી લે છે અને આથિયાને સામે માફી માંગતા કહે છે કે હવેથી તે તેને પણ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરશે.

જણાવી દઇએ કે હજુ સુધી આ વિષય પર આથિયા શેટ્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. જોકે આથિયાનાં પિતા અને બોલીવુડ અભિનેતા તથા સલમાન ખાનનાં મિત્ર સુનીલ શેટ્ટીએ પ્રતિક્રિયા જાહેર કરી છે. તેમણે એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે  સલમાન એક પરિવારની જેમ છે. તે જે પણ કરે છે, પોતાના દિલથી કરે છે. જ્યારે તેણે સ્ક્રિન પર આથિયા સામે માફી માંગી તો એ ઘણી જ ક્યુટેસ્ટ વસ્તુ હતી. તેમનો એક ઘણો જ સુંદર સંબંધ છે.

જણાવી દઇએ કે આ પહેલા પોતાના શો પર અરબાઝ ખાને સલમાનને એક કમેન્ટ વાંચીને સંભળાવી હતી. અરબાઝ ખાને જે કમેન્ટ વાંચી, તેમાં લખ્યું હતું કે, “ક્યાં છુપાઈને બેઠો છે ડરપોક. ભારતમાં બધા જાણે છે કે તુ દુબઈમાં પોતાની પત્ની નુર અને ૧૭ વર્ષની દીકરી સાથે છે. ભારતના લોકોને ક્યાં સુધી મુર્ખ બનાવીશ.” જવાબમાં સલમાને કહ્યું હતું કે, “આ લોકોને ઘણી ખબર છે. આ બધું બક્વાસ છે. મને નથી ખબર કે કોની વિશે વાત કરી રહ્યો છે અને ક્યાં પોસ્ટ કરી છે. તે જે કોઈ પણ, તે વિચારે છે હું તેને જવાબ આપવા ઇચ્છું છું. ભાઇ મારી કોઇ પત્ની નથી. હું ભારતમાં રહું છું. ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ૯ વર્ષની ઉંમરથી રહું છું. હું આ વ્યક્તિને જવાબ આપવા નથી જઇ રહ્યો. આખી દુનિયા જાણે છે કે હું ક્યાં રહું છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *