હથેળીની આ રેખા લોટરી લાગવા અથવા તો અચાનક ધન પ્રાપ્તિનાં સંકેત આપે છે, જાણો શું તમારી હથેળીમાં છે આવી રેખા

કહેવામાં આવે છે કે નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને કંઈ મળતું નથી. એટલું જ નહીં લોકોના હાથની રેખાઓ નક્કી કરે છે કે વ્યક્તિ કેટલો ભાગ્યશાળી હશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણી હથેળી પર અમુક એવી રેખાઓ હોય છે, જે વ્યક્તિને અમીર બનાવી શકે છે. ભાગ્ય રેખા સિવાય સુર્ય રેખાની સ્થિતિ જાતકના નસીબ, ધન-દોલત અને પ્રસિદ્ધિ વિશે જણાવે છે. વળી જો સુર્ય રેખા ની સ્થિતિ સારી હોય તો વ્યક્તિને લોટરી લાગી શકે છે અથવા અચાનક મહેનત વગર પૈસા મળી શકે છે.

જણાવી દઈએ કે હાથની રેખાઓ પૈસા મળવા અને જવા બંનેનો સંકેત આપે છે. વ્યક્તિ પોતાની મહેનતથી તો પૈસા કમાય છે, પરંતુ નસીબ પણ મહેરબાન હોય તો ઘણી વખત તેને મહેનત વગર પૈસા મળી જતા હોય છે. હથેળીની રેખાઓ એવા યોગ પણ બનાવે છે, જે વ્યક્તિને અચાનક કોઇ જગ્યાએથી અઢળક પૈસા અપાવે છે. આ પૈસા સ્પષ્ટ રીતે તેને પોતાના નસીબનાં કારણે મળે છે. જેમ કે કોઈ સંબંધીની સંપત્તિ મળી જવી લોટરી લાગવી અથવા કોઈ ખજાનો મળવો. તો ચાલો તમને જણાવીએ કે હાથમાં એવી કઈ રેખાઓ હોય છે, જે લોટરી વગેરે લાગવાનો સંકેત આપે છે.

આવી રીતે બને છે નોટરી લાગવાનો યોગ

આ યોગ વિશે વ્યક્તિની હથેળીની સુર્ય રેખા પરથી જાણી શકાય છે. તે રેખા ચંદ્ર પર્વતથી શરૂ થઈને અનામિકા આંગળીના મુળ સુધી જાય છે.

  • સુર્ય રેખા કાંડા સુધી ફેલાયેલી હોય તો જાતકને ખુબ જ ઓછી ઉંમરમાં પ્રસિદ્ધિ મળી જાય છે. વળી આ રેખા હૃદયરેખા અને અનામિકા આંગળીની વચ્ચે ફેલાયેલી હોય તો વ્યક્તિ ૪૦ વર્ષની ઉંમર બાદ સફળ અને પ્રસિદ્ધ થઈ જાય છે.
  • સુર્ય રેખા ખુબ જ સારી હોવાની સાથે જ જીવન રેખા અને મસ્તિષ્ક રેખા મળીને ત્રિકોણ બનાવે છે, તો આવા વ્યક્તિને મોટી લોટરી લાગવાની સંભાવના છે.

  • જો કોઈ વ્યક્તિના હાથમાં અડધી સુર્ય રેખા ન હોય તો વ્યક્તિ પોતાના જીવનના બીજા સમયગાળામાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે.
  • સુર્ય રેખા સિવાય ભાગ્યરેખા વ્યક્તિના ભાગ્ય વિશે જણાવે છે. પરંતુ અમુક લોકોના હાથમાં ભાગ્ય રેખા હોતી નથી. તેવામાં સુર્યરેખા તેમના ભાગ્ય અને સમૃદ્ધિ વિશે દર્શાવે છે.
  • જે લોકોના હાથમાં આ બંને રેખા ન હોય તેમને પણ સફળતા જરૂર મળે છે, પરંતુ તેના માટે તેમણે સંઘર્ષ કરવો પડે છે.