ભારતે બાળકોની કોરોના વેક્સિન ને લઈને મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હવે દેશમાં ખુબ જ જલ્દી ૨ થી ૧૮ વર્ષના બાળકોને પણ લગાવવામાં આવશે. દેશની દવા નિયંત્રક સંસ્થા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા (DGCI) દ્વારા બાળકોની કોરોના વેક્સિન ને મંજુરી આપી દેવામાં આવી છે. તે ભારત બાયોટેક અને ભારતીય આયુવિજ્ઞાન સંશોધન પરિષદ (ICMR) તરફથી નિર્મિત છે. તો ચાલો ને લઈને વધુ વિગત જાણીએ.
કોવેક્સિન ટ્રાયલમાં ખુબ જ સકારાત્મક પરિણામ સામે આવ્યા છે, જેના લીધે DGCI દ્વારા તેની પરવાનગી આપી દેવામાં આવી છે. ટ્રાયલમાં બાળકો પર વેક્સિનની કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળી ન હતી. બાળકોને આ વેક્સિનનાં બે ડોઝ આપવામાં આવશે. હાલમાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને જ કોવેક્સિન નાં બે ડોઝ આપવામાં આવી રહ્યા છે.
સરકાર બીમાર બાળકોને પહેલા વેક્સિન લગાવવાની ગાઇડલાઇન તૈયાર કરી રહી છે. પહેલા સ્ટેજમાં તે બાળકોને વેક્સિન લગાવવામાં આવશે, જે ગંભીર બીમારીઓથી પીડિત છે. બાળકોને વેક્સિન આપવાથી તેને સ્કુલમાં જવામાં કોઈ ઉહાપોહ ની સ્થિતિ રહેશે નહીં. માતા-પિતા કોઈ પણ ડર કે ચિંતા વગર પોતાના બાળકોને સ્કુલમાં મોકલી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના ની ત્રીજી લહેર જ્યારે પણ આવશે, નાના બાળકો વધારે પ્રભાવિત થશે, કારણકે તેમને વેક્સિન આપવામાં આવી નથી. હવે નાના બાળકો માટે પણ વેક્સિન આવવાથી ત્રીજી લહેરની સંભાવના પણ નહીંવત્ થઈ જશે.
બાળકો માટે આવી રહેલ કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે, તેનો ખુલાસો હજુ થયો નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેને કિંમત વયસ્કોને આપવામાં આવી રહેલી કોવેક્સિન ની કિંમત જેટલી જ હશે. મોટી વાત એ છે કે બાળકોની વેક્સિન પણ આપણા દેશમાં જ વિકસિત થઈ છે. ટ્રાયલમાં આ સ્વદેશી વેક્સિન કોરોના વિરુદ્ધ ખુબ જ જબરજસ્ત રક્ષા આપનાર સાબિત થયેલ છે.
DGCI ની મંજુરી મળ્યા બાદ બાળકોને વેક્સિન લગાવવાની શરૂઆત ૧-૨ મહિના બાદ થઇ જશે. તેનું કારણ છે કે હાલમાં મોટી માત્રામાં વેક્સિન ઉત્પાદન કરવાનું રહેશે. દુનિયાનાં અમુક દેશોમાં બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. યુરોપિયન યુનિયન દ્વારા જુલાઈ મહિનામાં જ મોર્ડના ની વેક્સિનને મંજુરી આપી દેવામાં આવી હતી.