હવે આવી દેખાવા લાગી છે ૮૦નાં દશકની સુંદર એક્ટ્રેસ રીના રૉય, વજન વધ્યો હોવા છતાં પણ સુંદરતા હજુ પણ જળવાઈ રહેલ છે

Posted by

રીના રોય ૭૦ અને ૮૦ના દશકની જાણીતી અભિનેત્રી છે. તેમને ૧૯૭૨માં “જરૂરત” ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમના ઘણાં ગ્લેમરસ સીન હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ તેઓ ૧૯૭૬માં જીતેન્દ્ર સાથે “નાગીન” અને શત્રુઘ્ન સિન્હા સાથે “કાલીચરણ” ફિલ્મમાં નજર આવેલ. આ બંને ફિલ્મો સુપરહિટ રહી. ત્યારબાદ રીના રોયની કારકિર્દી પણ આગળ વધી અને તેમને અન્ય ફિલ્મોની ઓફરો મળવા લાગી.

નાગીન, જાની દુશ્મન, આશા, નસીબ, બદલે કી આગ, પ્યાસા સાવન, હથકડી રીનાની અમુક શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. તેમની કારકિર્દીનો ડાઉન-ફોલ ત્યારે શરૂ થયો હતો જ્યારે તેમણે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધા હતા. જોકે સાત વર્ષ બાદ ૧૯૯૦માં બંનેના છુટાછેડા થઇ ગયા હતા. આ લગ્નથી બંનેને સનમ નામની એક દીકરી પણ છે. સનમ ની કસ્ટડી શરૂઆતમાં મોહસીન પાસે હતી, પરંતુ જ્યારે તેમણે બીજા લગ્ન કર્યા તો આ કસ્ટડી રીના રોયને પરત મળી ગઈ હતી.

વર્તમાનમાં ૬૪ વર્ષીય પોતાની દીકરી સાથે મુંબઈમાં રહે છે. એક જમાનામાં ખુબ જ સુંદર દેખાવ ધરાવનાર રીનાને હવે ઓળખવી મુશ્કેલ બની ગઈ છે. તેનું વજન ખુબ જ વધી ગયું છે. વળી રીના હવે પહેલા કરતાં વધારે જાડી પણ થઈ ગઈ છે. તેવામાં તેમણે બેરિયાટ્રિક સર્જરી કરાવીને પોતાનું ૨૫ કિલો વજન ઓછું કરી દીધું છે. બેરિયાટ્રિક સર્જરી માં પેટ અને આંતરડાનું ઓપરેશન કરીને એક્સ્ટ્રા ચરબી બહાર કાઢી લેવામાં આવે છે.

રીના ખુબ જલ્દી સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ નાં આગામી એપિસોડમાં નજર આવશે. સ્પેશિયલ ગેસ્ટ વાળા એપિસોડમાં કન્ટેસ્ટન્ટ રીના ની ફિલ્મોના ગીત પર ડાન્સ કરશે. તેની સાથે જ એક્ટ્રેસ કન્ટેસ્ટન્ટના પર્ફોમન્સ ઉપર લીપ સિંક પણ કરશે.

રીના રોય અને છેલ્લી વખત વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ “રેફયુઝી” માં જોવામાં આવી હતી. તેમાં તેઓ સપોર્ટિંગ એક્ટ્રેસ હતી. લગ્ન બાદ રીનાની કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ હતી. વળી ૧૯૯૨માં ફિલ્મ “આદમી ખીલોના હૈ” થી તેમણે કમબેક કરવાની કોશિશ જરૂર કરી હતી, પરંતુ ફિલ્મમાં તેઓ કોઈ ખાસ કમાલ બતાવી શકે નહીં.

રીના રોયની કારકિર્દી જ્યારે પીક ઉપર હતી ત્યારે તેમનું નામ શત્રુઘ્ન સિન્હા સાથે જોડાયું હતું. બંનેના લવ અફેરની ચર્ચા શત્રુધ્ન સિંહા ના લગ્ન બાદ પણ થઇ રહી હતી. કહેવામાં આવે છે કે શત્રુઘ્નસિંહા લગ્ન બાદ પણ રિના રોયે ડેટ કરતા હતા. પરિસ્થિતિ એવી હતી કે જ્યારે શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહાએ દબંગ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું તો લોકો કહેવા લાગ્યા કે સોનાક્ષીનો ચહેરો રીના સાથે મળતો આવે છે. એવી અફવા ઉડી હતી કે સોનાક્ષી રીના રોય અને શત્રુઘ્ન સિંહાની દીકરી છે, પરંતુ રીનાએ સોનાક્ષીના જન્મ બાદ તેને શત્રુઘ્ન અને તેની વાઇફ પુનમ ને સોંપી દીધી હતી.

જોકે બાદમાં રીના રોય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં આ ખબરોનું ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સોનાક્ષીનો ચહેરો તેની માં પુનમ સાથે મળતો આવે છે. દબંગ ફિલ્મમાં સોનાક્ષી ને એક ખાસ ઇન્ડિયન લુક આપવામાં આવ્યો હતો, કદાચ તેના લીધે લોકોને એવું લાગી રહ્યું છે કે તેનો ચહેરો મારી સાથે મળતો આવે છે.

વળી બીજી તરફ સોનાક્ષી સિંહાને ત્યારે જાણવા મળ્યું કે લોકો અને મીડિયા તેની તુલના રીના રોય સાથે કરી રહ્યા છે તો તે ખુબ જ ભડકી ગઈ હતી. તેની માં પુનમે તો મીડિયાને ખુબ જ સાંભળવ્યું પણ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *