સરકારનો નિર્ણય : હવે એમ્બ્યુલન્સનાં સાયરનમાં સાંભળવા મળશે તબલા, હાર્મોનિયમ અને શંખનો અવાજ, જાણો કારણ

Posted by

કોરોનાનાં હાલનાં સમયમાં બધા લોકોને મોટાભાગે એમ્બ્યુલન્સના સાયરન નો અવાજ ખુબ જ સાંભળવા મળ્યો હતો. બધા લોકો એમ્બ્યુલન્સનાં સાયરનનાં અવાજ ને સારી રીતે ઓળખે છે અને તેને સાંભળતાની સાથે જ એમ્બ્યુલન્સ ની ગાડીને રસ્તો આપી દેતા હોય છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રીય સડક તથા પરિવહન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ખુબ જ જલ્દી એમ્બ્યુલન્સનાં સાયરનનાં અવાજને બદલી દેવામાં આવશે.

મતલબ તેના પરથી સમજી શકાય છે કે તમને બધા લોકોને એમ્બ્યુલન્સનાં સાયરનનાં અવાજ ને બદલે કંઈક અલગ સાંભળવા મળી શકે છે. એટલું જ નહીં તેમણે તે વાતની જાણકારી પણ આપી હતી કે હવે રસ્તા પર દર્દીઓને લઈને દોડવા વાળી એમ્બ્યુલન્સમાં પાછલા ઘણા વર્ષોથી આવી રહેલા સાયરનને બદલે તબલા, હાર્મોનિયમ અને શંખનાં અવાજ વાળો હોર્ન લગાવવામાં આવશે. આ પેટર્ન પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

એટલું જ નહીં નીતિન ગડકરીએ એવું પણ કહ્યું હતું કે આવનારા સમયમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ટોલની સિસ્ટમને પણ બદલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ટોલ વસુલવા માટે જીપીએસની પ્રણાલીને આવનારા બે વર્ષોમાં લગાવવામાં આવશે. જણાવી દઈએ કે સતત કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ઘણી બધી ચીજોમાં બદલાવ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે નું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તે ૯૦ હજાર કરોડ રૂપિયાનાં ખર્ચથી બનાવવામાં આવશે. તેને ભારત માલા પરિયોજના અંતર્ગત બનાવવામાં આવશે. આ હાઈવે ની લંબાઈ ૧,૩૫૦ કિલોમીટર હશે, જેને ૨૦૨૩ સુધીમાં પુર્ણ કરવામાં આવશે. આ બધી વાતોની જાણકારી હાલમાં જ એક્સપ્રેસ-વે નાં નિરીક્ષણ કરવા માટે પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ રાજસ્થાનનાં દૌસામાં કહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *