અમેરીકાની માતબર કંપની ફ્લિપકાર્ટ હવે ખાણીપીણીનાં ધંધામાં ઝુકાવવાની તૈયારી કરી રહી છે. વિદેશી નિવેશકોને ભારતમાં રિટેલ ક્ષેત્રે મંજુરી નહીં હોવાથી ફ્લિપકાર્ટ હવે ફુડનાં ધંધામાં ઝંપલાવશે. ફ્લિપકાર્ટ કંપની અમેરિકી વોલમાર્ટ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત અન્ય વિદેશી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવવા થનગની રહી છે.
અમેરિકાની માતબર વોલમાર્ટ સાથે સંકળાયેલ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ હવે ખાણીપીણીનાં ધંધામાં ઝુકાવવાની તૈયારી કરી રહી છે. કેમકે વિદેશી રોકાણકારોને ભારતનાં રીટેલ સેક્ટરમાં પ્રવેશ ઉપર પાબંધી છે. એટલે ફ્લિપકાર્ટ ફુડનાં ધંધામાં ઉતરવાની ઇચ્છા ધરાવે છે. જેમાં સો ટકા એફડીઆઈને મંજૂરી અપાઈ છે. કંપનીએ મુંબઈ ખાતે પાંચમો ઓનલાઈન ગ્રોસરી સ્ટોર, સુપરમાર્ટ ખોલ્યા બાદ આ પગલું ભર્યું છે. ઓફ-લાઇન સ્ટોર ખોલવાં એ વોલમાર્ટની યોજનામાં સામેલ છે.
અલબત્ત વોલમાર્ટનો ફુડ અને ગ્રોસરીનાં કારોબારમાં દબદબો છે. પરંતુ એફડીઆઈ રેગ્યુલેશનને કારણે ભારતમાં તેમને બિઝનેસ – ટુ-બિઝનેસ હોલસેલ સેગમેન્ટમાં કારોબારની જ સ્વિકૃતી છે. એમાં કંપની પાછળ રહેવાં માંગતી નથી. ફુડ રીટેલ સેગમેન્ટમાં ઉતરવાથી વોલમાર્ટનાં કૈશ એન્ડ કરી બિઝનેસને પણ સહાય મળી શકે છે. જેમાં હમણાં રેવન્યુ ગ્રોથ ધીમો છે. ભારતનાં રીટેલ માર્કેટમાં ફુડની ભાગીદારી 2/3 છે. કંપનીનાં ભારતીય પ્રવક્તાએ TOI નાં સવાલોનો જવાબ આપ્યો નહોતો. સુત્રો અનુસાર આ ચેનલ ખોલવાથી ફ્લિપકાર્ટને ફુડ અને ગ્રોસરી માર્કેટમાં વોલમાર્ટનાં અનુભવનો લાભ મળી શકે છે.
વોલમાર્ટનાં હરીફ એમેઝોને પણ ભારતીય એમેઝોન રીટેલ ઈન્ડિયા મારફત ઓનલાઈન અને ઓફલાઇન ફુડ રીટેલ માર્કેટમાં પચાસ કરોડ રોકાણ કરવાની જાહેરાત કરી છે. આદિત્ય બિરલા ગૃપનાં ફુડ અને ગ્રોસરી રીટેલ ચેઇન ‘ મોર’ માં હિસ્સેદારી ખરીદવા ઉપરાંત કંપની કિશોર બિયાનીની આગેવાની હેઠળનાં ફ્યુચર રીટેલમાં પણ હિસ્સેદારી લઈ રહી છે. જે હેઠળ ઇજી ડે અને બિગ બજાર છે.
લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)