હવે ભુલી જાઓ લાઇટ બિલની ચિંતા, ૧ રૂપિયાનાં ખર્ચ વગર ચલાવો ૨૪ કલાક એસી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઓગસ્ટ મહિનામાં વાતાવરણનો મિજાજ દરરોજ બદલી રહ્યો છે. શરૂઆતના દિવસોમાં વરસાદ બાદ એક વાર ફરીથી પારો ૪૦ ડિગ્રી તરફ વધી રહ્યો છે. તેવામાં એરકન્ડિશન લોકોને ગરમીમાંથી છુટકારો અપાવી શકે છે. અમુક લોકોએ ખરીદી શકે છે, પરંતુ તેને થોડા સમય માટે ચલાવતા હોય છે. કારણકે એસી ચલાવવામાં વીજળીનો ઉપયોગ ખુબ જ વધારે થતો હોય છે. લોકોની આ પરેશાનીને ધ્યાનમાં રાખીને હવે સોલર એસી બજારમાં આવી ગયા છે. તમે બિંદાસ થઈને ૨૪ કલાક ચલાવો અને વીજળીનું ટેન્શન ભુલી જાઓ. સોલર એસી થોડા મોંઘા જરૂર હોય છે, પરંતુ લાંબો સમય માટે વીજળીના બીલ થી બેફીકર બની જાઓ.

મોંઘી વીજળીને ધ્યાનમાં રાખીને લખનઉ સહિત ઘણા મોટા શહેરો હવે સોલર એસી તરફ વધી રહ્યા છે. બજારમાં એક ટન સોલર સરેરાશ કિંમત અંદાજે ૧ લાખ રૂપિયા છે અને દોઢ ટન સોલર એસી ની કિંમત અંદાજે ૨ લાખ રૂપિયા છે, જે ઈલેક્ટ્રીક એસી કરતા અઢી થી ત્રણ ગણા વધારે છે. ભલે સોલર એસી મોંઘા છે. પરંતુ તેના ખાસ ફીચર તેને ખાસ બનાવે છે. વીજળીનાં એસીની તુલનામાં તેનું મેન્ટેનન્સ ખુબ જ ઓછું આવે છે. બજારમાં હાઇબ્રીડ સોલર એસી પણ ઉપલબ્ધ છે, જેને ફાઇસ્ટાર રેટિંગ મળેલી છે. તેને ત્રણ રીતથી ચલાવી શકાય છે નંબર એક સોલર પાવરથી, નંબર બે બેટરી બેકઅપ થી અને નંબર ત્રણ સીધી ઇલેક્ટ્રિકસીટી થી. તેમાં જો વાતાવરણ ખરાબ હોવા પર તડકો ન નીકળે તો તમે તેને વિજળીથી પણ ચલાવી શકો છો.

જાણો તમારા માટે શા માટે બેસ્ટ છે સોલર એસી

ઉદાહરણ માટે જો તમે એક ટન વાળુ વીજળીનું એસી ચલાવો છો તો સરેરાશ દરરોજ ૨૦-૨૫ મિનિટ અને મહિનામાં ૬૦૦ થી ૮૦૦ યુનિટી ખર્ચ થાય છે. ગુજરાતમાં વીજળી નો પ્રતિ યુનિટ રેટ અંદાજે ૮ રૂપિયા છે. તેવામાં આખો મહિનો એસી ચલાવવા પર ખર્ચ ૫,૦૦૦ જેવો આવે છે. આ રીતે ગરમીની ઋતુમાં ૮ મહિના એસી ચલાવવાથી ૪૦,૦૦૦ રૂપિયા સુધી ખર્ચ થઈ જાય છે. ૨ વર્ષમાં તે અંદાજે ૮૦,૦૦૦ રૂપિયા ખર્ચ થઈ જાય છે. જો તેવામાં ૮૦,૦૦૦ ની કિંમત ૩૦ હજાર ઉમેરી દેવામાં આવે તો આ બજેટ અંદાજે ૧ લાખ રૂપિયાથી ઉપર પહોંચી જાય છે. તેવામાં સોલર એસી ખરીદવું ફાયદાકારક છે.