હવે દાદા-દાદીને બદલે તમારાં લાડકવાયા કે લાડલીને કહાણી સંભળાવશે ગુગલ આસિસ્ટન્ટ

Posted by

નવીદિલ્હી : સામાન્ય રીતે બાળકોને દાદા-દાદી કે ઘરનાં વડિલો વાર્તા સંભળાવતાં હોય છે.નાના બાળકોને કહાની સાંભળવાની ખુબ ખુબ મઝા આવે છે. જોકે હવે તો બાળકોને મોબાઇલ ગેજેટનો એટલો ચસકો લાગેલો હોય છે કે, એ મોટાભાગે યુ-ટ્યુબ કે કાર્ટુનોનો સહારો લઈને સમય પસાર કરે છે. આજનાં ફાસ્ટયુગનાં જમાનામાં કોઇને એટલો સમય મળતો હોતો નથી કે તેઓ બાળકને મનગમતી કહાની સંભળાવી શકે. પરંતુ હવે ગુગલ તમારાં લાડકવાયા બાળકોની વહારે આવશે. ગુગલ આસિસ્ટન્ટ બાળકોને મનપસંદ વાર્તા સંભળાવીને ખુશ કરી દેશે.

તમારાં નાનાં બાળકો માટે આ ન્યૂઝ ખાસ છે. તમારાં બાળકોને સુતાં પહેલાં કહાની સાંભળીને પછીજ સુવાની ટેવ પડી ગઈ હોય તો ગુગલ આસિસ્ટન્ટનું નવું ફીચર તમારાં કામનું છે. હવે સ્માર્ટ ફોન ઉપર કમાંડ આપવાથી જ ગુગલ આસિસ્ટન્ટ પંચતંત્ર અને બીજી કહાની ફટાફટ વાંચી સંભળાવશે. અલબત્ત હાલ પુરતું તો તે ફક્ત ઇંગ્લીશમાં કહાની સંભળાવશે.

આનાં માટે શું કરવાનું? તે જાણી લો:

એન્ડ્રોઇડ કે આઇઓએસ ડિવાઇસ ઉપર ગુગલ આસિસ્ટન્ટને ફક્ત એટલું કહેવાનું છે કે, Hey, Google tel me a story… આટલું બોલતાં આસિસ્ટ કહાની વાંચવાનું શરૂ કરી દેશે. આ કહાની કોઈ પણ હોઈ શકે છે. ‘ ખોટું નહીં બોલો, લાલચમાં આવશો નહીં, ઝગડો કરશો નહીં’… આવાં સંદેશ આપતી પંચતંત્રની કહાનીઓ પણ આસિસ્ટન્ટ વાંચી સંભળાવશે.

ગુગલ આસિસ્ટન્ટ દ્વારા Tel me a story ફીચર ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટસમાં ગુરુવારે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીનાં પ્રોડક્ટ મેનેજર એરિક લીઉ એ બ્લોક પોસ્ટમાં જણાવ્યું કે, વઘું ઉત્તમ કહાની સાંભળવાની મઝા લેવી હોય તો તમારાં એન્ડ્રોઇડ કે આઇઓએસ ફોનનાં ગુગલ પ્લે બુક્સમાં લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ હોવું જરૂરી છે.

એ જણાવવું જરૂરી છે કે આ ફીચર સૌથી પહેલાં 2018 પહેલાં ફક્ત ગુગલ હોમ ડિવાઇસ પર જ ઉપલબ્ધ હતું. આ ફીચર બાદ આસિસ્ટન્ટની મદદથી પંચતંત્રથી લઈને બાકીની કિતાબોની મનપસંદ અને લોકપ્રિય કહાનીઓ સાંભળવા મળશે.

લેખસંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *