હવે એક જ કેબલ કનેક્શનમાં ૨ ટીવી પર જોઈ શકો છો અલગ અલગ ચેનલ

આપણા દેશમાં અત્યારે ટીવી ઘરે ઘરે જોવા મળે છે અને સાથે સાથે DTH કનેક્શન પણ જોવા મળે છે. અત્યારના જમાનામાં પણ ઘણા ફેમિલી જોઇન્ટ માં રહે છે જેના લીધે જેટલાં ટીવી એટલા જ DTH કનેક્શન પણ હોય છે અને આપણે ભાડું પણ જેટલાં કેબલ કનેક્શન એટલું ચૂકવીએ છીએ. પરંતુ હવે એક જ કનેક્શન માંથી ૨ ટીવી પર અલગ અલગ ચેનલ જોઈ શકો છો.

અત્યારે લગભગ બધી જ જગ્યાએ ડી.ટી.એચ. કનેકશનનો જ ઉપયોગ કરવામાં આવે છે અને જોઇન્ટ ફેમિલીમાં રહેવાના લીધે આપણે ઘરમાં ડી ટી એચ કનેકશન પણ અલગ અલગ લેવા પડે છે જેના કારણે ખર્ચ વધી જાય છે. પણ હવે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. અમે તમને બતાવીશું કે એક જ કનેક્શન પર તમે કઈ રીતે ૨ ટીવી ચલાવી શકશો. તો ચાલો જાણીએ.

કઇ રીતે ચાલશે ૨ ટીવી

જો તમે ૧ જ કનેક્શનમાં ૨ ટીવી ચલાવવા માંગો છો તો તમારે ૨ સેટઅપ બોક્સની જરૂર પડશે. સૌથી પહેલા તમારા સેટઅપ બોકસમાં LNB OUT હોવું જોઈએ. જેના દ્વારા આપણે બીજા સેટઅપ બોક્સને કનેક્ટ કરીશું. પરંતુ જો તમારા સેટઅપ બોકસમાં LNB IN પોર્ટ હોય તો તમે તેની સાથે બીજુ સેટઅપ બોક્સ કનેક્ટ કરી નહિ શકો.

જ્યારે તમે ૨ સેટઅપ બોક્સ લો છો તો તેમાં એક MPEG-4 અને બીજા સેટઅપ બોકસમાં MPEG-2 લખેલું હોવું જોઈએ. MPEG-2 સેટઅપ બોકસમાં LNB IN અને LNB OUT બંને પોર્ટ હોય છે.

SONY DSC

DTH નો મેઈન કેબલ MPEG-2 ના સેટઅપ બોકસના IN પોર્ટમાં લગાવવાનો હોય છે. ત્યારબાદ તે જ સેટઅપ બોકસમાં LNB OUT પોર્ટમા બીજો કેબલ કનેક્ટ કરવાનો હોય છે. હવે MPEG-4 ના LNB OUT પોર્ટ માં તેને કનેક્ટ કરી લો.

હવે MPEG-4 તમારું બીજું સેટઅપ બોક્સ થઈ ગયું. તેને બીજા રૂમના ટીવીમાં કનેક્ટ કરી અલગ અલગ ચેનલ ની મજા માણી શકો છો. એક જ કેબલ કનેક્શન માં તમે ૨ ટીવી જોઈ શકશો અને તમારે વધારાના પૈસા ચૂકવવા પણ નહિ પડે.