હવે ઘરે બેઠા જાતે જ કરી શકશો કોરોનાનો રિપોર્ટ, કિંમત એટલી સસ્તી કે કોઈને પણ પરવડે, જાણો કિંમત

હવે ખુબ જ જલ્દી લોકો પોતાના ઘરે Covid-19 એન્ટીબોડી ટેસ્ટ કરી શકશે. આ ટેસ્ટની મદદથી સરળતાથી ઘરે બેઠા જાણી શકાશે કે શરીરમાં એન્ટીબોડી છે કે નહીં. ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા સ્વદેશી Covid-19 એન્ટિબોડી ડિટેકશન કીટ તૈયાર કરવામાં આવેલ છે, જેને ભારત સરકાર તરફથી મંજુરી મળી ગઈ છે. જુનનાં પહેલા સપ્તાહમાં આ કીટ બજારમાં આવી જશે, તેનું નામ ડિપ્કોવૈન (DIPCOVAN) રાખવામાં આવ્યું છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDO ની આ કીટની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ કોરોના મહામારી સામેની લડાઈમાં લોકોની મદદ કરશે. આ કીટને ICMR દ્વારા એપ્રિલમાં અનુમતિ આપી દેવામાં આવી હતી. જ્યારે તેને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ તેના નિર્માણ અને બજારમાં વેચવા માટેની મંજુરી આપી દીધી છે. ત્યારબાદ હવે આ કીટ બજારમાં આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

તમને જણાવી દઇએ કે આ કિતને DRDO ની લેબ ડીફેન્સ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝીયોલોજી એન્ડ એલાઇડ સાયન્સ દ્વારા દિલ્હી ની વૈનગાર્ડ ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ ની સાથે મળીને બનાવેલ છે. તેની મદદથી જ શરીરમાં સાર્સ-સીઓવી-2 વાઇરસ અને ન્યુક્લિયો કેપ્સિડ પ્રોટીન ની હાજરી વિશે જાણી શકાશે.

૧ હજાર દર્દીઓ પર કરવામાં આવી ટેસ્ટિંગ

અંદાજે ૧ હજાર દર્દીઓ પર આ કીટ નું પરીક્ષણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ તેને બજારમાં ઉતારવાની પરવાનગી આપવામાં આવી છે. પાછલા એક વર્ષ દરમિયાન આ કીટનાં ત્રણ બેચ ને હોસ્પિટલમાં અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવેલ છે. DRDOનાં જણાવ્યા અનુસાર ડિપ્કોવૈન (DIPCOVAN) કીટની મદદથી શરીરમાં સાર્સ-સીઓવી-2 વાયરસ Covid 19 અને તેની સામે લડવા વાળા ન્યુક્લિયો કેપ્સિડ પ્રોટીનની હાજરી વિશે જાણી શકાશે. જેનાથી તે સ્પષ્ટ થઈ શકશે કે તમે Covid 19 નાં સંપર્કમાં આવેલા છો કે નહીં તથા તમારા શરીરમાં તેની એન્ટીબોડી બની ગઈ છે કે નહીં. તેનો રિપોર્ટ ૯૭% હાઇ સેન્સિટિવિટી અને ૯૯% સ્પેસિફિસીટી ની સાથે મળશે.

૭૫ રૂપિયા હશે કિંમત

તેની કિંમત ૭૫ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે અને આ ફક્ત ૭૫ મિનિટમાં જ ટેસ્ટના પરિણામ જણાવી દેશે. આ કિડની સેલ્ફ લાઈફ ૧૮ મહિના સુધીની હશે. લોન્ચિંગના સમયે અંદાજે ૧૦૦ કીટ ઉપલબ્ધ હશે, તેનાથી અંદાજે ૧૦ હજાર દર્દીઓની તપાસ થઈ શકશે. ત્યારબાદ દર મહિને ૫૦૦ કીટનું પ્રોડક્શન થશે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા DRDO એ એન્ટિ કોવિડ દવા 2DG પણ લોન્ચ કરેલ છે. કોરોના ની દવા 2DG નાં ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજુરી મળ્યા બાદ સોમવારે તેને લોન્ચ કરવામાં આવેલ છે. આ દવા એક પાઉડરના રૂપમાં આવે છે અને પાણીમાં મિક્સ કરીને આપવામાં આવે છે. આ દવા કોરોના વાયરસથી સંક્રમિત કોશિકાઓ પર સીધી કામ કરે છે. આ દવાને સૌથી પહેલા દિલ્હીનાં DRDO હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને આપવામાં આવેલ. વળી જુનનાં પહેલા સપ્તાહમાં બધી જગ્યાએ ઉપલબ્ધ હશે.