હવે ખુબ જ સુંદર દેખાય છે “બજરંગી ભાઈજાન”ની મુન્ની, મોટી થઈને ખુબ જ ગ્લેમરસ થઈ ગઈ છે, જુઓ તેની લેટેસ્ટ તસ્વીરો

Posted by

૮ વર્ષ પહેલા સલમાન ખાનની એક ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી હતી. આ ફિલ્મનું નામ હતું “બજરંગી ભાઈજાન”. આ ફિલ્મને ફક્ત દર્શકો તરફથી પ્રેમ ન મળ્યો હતો, પરંતુ ટિકિટ વિન્ડો ઉપર પણ ખુબ જ સારું કલેક્શન જોવા મળ્યું હતું. બજરંગી ભાઈજાન જોયા બાદ સલમાન ખાન નાં કિરદાર બાદ જે કિરદાર ની સૌથી વધારે ચર્ચા થઈ હતી, તે હતી “મુન્ની” એટલે કે હર્ષાલી મલ્હોત્રા ની.

Advertisement

હર્ષાલી એ ફિલ્મમાં એક નાની બાળકીનું કિરદાર નિભાવેલ હતું, જે પાકિસ્તાનથી ભારતમાં આવી જાય છે અને અહીંયા ફસાઈ જાય છે. ત્યારબાદ સલમાન ખાન મુન્નીને ફરીથી પાકિસ્તાન છોડવા માટે જાય છે. માસુમ ચહેરો, પ્રેમાળ મુસ્કાન અને કંઈ પણ બોલ્યા વગર હર્ષાલી એ મુન્ની નાં રૂપમાં પોતાની એક્ટિંગથી બધા લોકોના દિલ જીતી લીધા હતા.

બજરંગી ભાઈજાન ને રિલીઝ થયાને ૮ વર્ષ વીતી ચુક્યા છે, પરંતુ જ્યારે જ્યારે આ ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, ત્યારે મુન્ની નું નામ જરૂર લેવામાં આવે છે. હવે હર્ષાલી મલ્હોત્રા એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે અને તેનું કારણ છે, તેની નવી તસ્વીરો. હકીકતમાં જ્યારે હર્ષાલી એ બજરંગી ભાઈજાન માં કામ કર્યું હતું ત્યારે તે ફક્ત ૭ વર્ષની હતી પરંતુ હવે તે ૧૫ વર્ષની થઈ ચુકી છે અને આ ૭ વર્ષોમાં હર્ષાલી ખુબ જ બદલી ગઈ છે. તો સ્પષ્ટ વાત છે કે હવે તે થોડી મોટી પણ થઈ ગઈ છે.

બોલીવુડ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્ની નું યાદગાર કીરદાર નિભાવનાર હર્ષાલી મલ્હોત્રા ને આજે દરેક લોકો ઓળખે છે. અંદાજે ૮ વર્ષ પહેલા આવેલી આ ફિલ્મમાં નાની બાળકીની એક્ટિંગ કરવા વાળી હર્ષાલી હવે મોટી થઈ ચુકી છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફોટો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર છવાયેલા રહે છે. આ તસ્વીરોમાં તેરી સુંદરતા સ્પષ્ટ જોઈ શકાય છે.

હર્ષાલી મલ્હોત્રા જ્યારે પણ પોતાની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરે છે તો તે તુરંત વાઇરલ થઈ જાય છે. લોકો પણ તેની તસ્વીરો ઉપર કોમેન્ટ અને લાઈક આપવાનું ભુલતા નથી. હર્ષાલી મલ્હોત્રા ને સોશિયલ મીડિયા ઉપર લોકો તરફથી ખુબ જ પ્રેમ મળે છે.

સમય કોઈના માટે પણ રોકાતો નથી. સલમાન ખાનની મુન્ની હવે ખુબ જ મોટી થઈ ચુકેલી છે. ૩ જુન નાં રોજ પોતાનો ૧૫ મો બર્થ ડે સેલિબ્રેટ કરવા વાળી હર્ષાલી મલ્હોત્રા પહેલા કરતા હવે ખુબ જ બદલાઈ ચુકી છે. તે એટલી બદલાઈ ચુકી છે કે પહેલી નજરમાં તેને ઓળખવી પણ મુશ્કેલ થઈ જાય છે કે આ એ જ બાળકી છે, જે સલમાન ખાનની ફિલ્મમાં મુન્ની બનેલી હતી.

સમયની સાથે એક્ટ્રેસની પર્સનાલિટી તો બદલાઈ ગઈ, પરંતુ તેના મનપસંદ એક્ટર બદલાયેલા નથી. સલમાન ખાન કાલે પણ હર્ષાલીના ફેવરિટ એક્ટર હતા અને આજે પણ તે સલમાન ખાનની સાથે ફિલ્મ કરવા માંગે છે. સવાલ એવો પણ છે કે આખરે પડદા પર મુન્ની નાં રોલમાં નામના પ્રાપ્ત કરનાર હર્ષાલી ગ્લેમર વર્લ્ડ થી દુર શા માટે છે?

બજરંગી ભાઈજાનમાં તેને ખુબ જ પસંદ કરવામાં આવેલ હતી, તેના હિસાબથી તો અત્યાર સુધીમાં તે ઘણી ફિલ્મો અને ટીવી શો નો હિસ્સો બની ચુકી હોવી જોઈએ. આ બાબતમાં વાત કરતા સમય હર્ષાલી મલ્હોત્રા જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં તેને ઘણી ફિલ્મો તેવી અને શો માટે એપ્રોચ કરવામાં આવી ચુકેલ છે, પરંતુ તે એક સારી કહાની ની રાહ જોઈ રહી છે. કહાની પસંદ આવશે તો તે ફરીથી અભિનયની દુનિયામાં પરત ફરશે.”

બજરંગી ભાઈજાન બાદ હર્ષાલી મલ્હોત્રા સાવધાન ઈન્ડિયા, કબુલ હૈ, લૌટ ઓર ત્રિશા અને સબસે બડે કલાકાર જેવા ટીવી શો માં નજર આવી ચુકેલ છે. હર્ષાલી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. હર્ષાલી ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો અને વિડીયો શેર કરીને તેના ફેન્સને તેની લાઇફની અપડેટ આપતી રહે છે. તે સિવાય તે પોતાના અભ્યાસ ઉપર પણ ધ્યાન આપી રહી છે.

રિપોર્ટ અનુસાર મુન્ની નાં રોલ માટે ફિલ્મની ટીમ દ્વારા અંદાજે ૧,૦૦૦ થી વધારે યુવતીઓનાં ઓડિશન લેવામાં આવેલ હતા. ત્યારબાદ આ રોલ માટે હર્ષાલી મલ્હોત્રા ની પસંદગી કરવામાં આવેલ.

હર્ષાલી એ હાલમાં જ દિવાળીના અવસર ઉપર પોતાના ઇન્સ્ટાગ્રામ પર અમુક તસ્વીરો શેર કરી હતી, જેમા તે ખુબ જ મોટી દેખાઈ રહી છે. આ તસ્વીરોમાં હર્ષાલીએ લાલ રંગનું સુટ પહેરી રાખેલ છે. વળી તે રંગોળીની પાસે બેસેલી પણ જોવા મળી આવે છે, તો ક્યારેક તેના હાથમાં દીવા પણ નજર આવે છે. આ તસ્વીરો સિવાય જો તમે હર્ષાલીનાં ઇન્સ્ટાગ્રામ ઉપર તેની અન્ય તસ્વીરોને ધ્યાનથી જોશો તો હાલના સમયમાં હર્ષાલી બિલકુલ પણ બદલી ચુકી છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો જાતે જ તેની તસ્વીરો જોઈ લો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *