હવે કોઈને પણ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવા માટે મોકલવું પડશે ઇન્વાઇટ

Posted by

વોટ્સએપ વાપરનાર લોકો કોઈ ને કોઈ ગ્રુપ માં એડ તો હોય જ છે. આ એપ એટલી પોપ્યુલર છે કે તેના પર કોઈ ને કોઈ નાના વિષય પર પણ ગ્રુપ બની જતા હોય છે.

ઘણીવાર તો આપણને એવા ગ્રુપ માં પણ એડ કરવામાં આવે છે કે જેમાં આપણે કોઈને ઓળખતા પણ નથી. જેના લીધે આપણો નંબર અજાણ્યા લોકો પાસે જતો રહે છે. આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવતા વોટ્સએપ એ એક નવું જ  ફીચર લોન્ચ કર્યું છે. જેના કારણે આપણે અજાણ્યા લોકોના ગ્રુપ માં એડ થતાં બચી શકીએ છીએ.

આ ફીચર તમને સેટિંગ માં મળી જશે. આ ફીચર ને ચાલુ કરવા માટે તમારે સેટિંગ માં જઈ એકાઉન્ટ ના ઓપ્શન માં જવું પડશે. ત્યારબાદ તેમાં પ્રાઈવસી નામ ના ઓપ્શન માં ક્લિક કરીને તેમાં ગ્રુપ ના ઓપ્શન માં ક્લિક કરી ને તેમાં તમે Nobody પર ક્લિક કરવું પડશે. Nobody નું ઓપ્શન સિલેક્ટ કરવા થી હવે તમને કોઈ તમારી પરમિશન વગર તમને ગ્રુપ માં એડ નહિ કરી શકે.

જો તમે માય કોન્ટેક્ટ ઓપ્શન સિલેક્ટ કરો છો તો તમારા કોન્ટેક્ટ લીસ્ટ વાળા લોકો જ તમને ગ્રુપમાં તમારી પરમિશન વગર તમને એડ કરી શકશે. જો તમને તમારી પરમિશન વગર કોઈપણ તમને ગ્રુપ માં એડ ના કરી શકે એ સેટિંગ કરવું હોય તો તમારે તેમાં Nobody નું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.

જો તમારા કોઈ મિત્ર કે સંબંધી એ આ ઓપ્શન ઓન રાખ્યું હશે તો તમે તેને ગ્રુપમાં એડ કરવા માટે ઇન્વાઇટ મોકલવાનું રહેશે. આ ઇન્વાઇટ તેને મેસેજ ના રૂપમાં મળશે. જેમાં તેને ગ્રુપમાં એડ કરવા માટેની રિકવેસ્ટ હશે. જેમાં તેને નીચે તરફ Join Group નું ઓપ્શન જોવા મળશે. જો તમારો મિત્ર તમારા ગ્રુપ માં એડ થવા માંગે છે તો તે Join group ના ઓપ્શન પર ક્લિક કરશે. પરંતુ જો તમારો મિત્ર તમારા ગ્રુપ માં એડ થવા ના માંગતો હોય તો તમે મોકલેલી રીકવેસ્ટ ૭૨ કલાકમાં ડિલીટ થઈ જશે. વોટ્સએપ નું આ ઓપ્શન ઘણા લોકો માટે વરદાન થી ઓછું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *