હવે પહેલા કરતાં પણ વધારે સુંદર દેખાય છે “મહાભારત” માં દેવકી નું કિરદાર નિભાવનાર આ અભિનેત્રી, મિથુન ચક્રવર્તી સાથે છે ખાસ સંબંધ

Posted by

ઘણા સિતારા પોતાના કિરદારને લીધે હંમેશા માટે દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી લેતા હોય છે. ૮૦નાં દશકમાં નાના પડદા પર રામાનંદ સાગરની “રામાયણ” સીરીયલે બધા લોકોનું દિલ જીતી લીધું હતું. આજે પણ આ ધારાવાહિકની ખુબ જ ચર્ચા થાય છે. આ ધારાવાહિક ની અપાર સફળતા બાદ બી.આર ચોપરાની “મહાભારત” એ પણ દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. રામાયણની જેમ મહાભારતનાં કિરદારને પણ ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. આજે અમે તમને મહાભારતમાં શ્રીકૃષ્ણને જન્મ આપવા વાળી એટલે કે દેવકીનો કિરદાર નિભાવનાર અભિનેત્રી વિશે વાત કરીશું.

આ અભિનેત્રીનો સાચું નામ શીલા શર્મા છે, જેનો જન્મ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં થયો હતો. શીલા એ હિન્દી ફિલ્મોની સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત “સુન સજના” થી થઈ હતી, જે વર્ષ ૧૯૮૨માં રિલીઝ થઈ હતી. પરંતુ શીલા ને સાચી ઓળખ તે વર્ષે આવેલી હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંથી એક “નદીયા કે પાર” થી મળી હતી. આ ફિલ્મમાં તેમનો સાઈડ રોલ હતો પરંતુ તે પોતાના કામથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહી હતી. શીલા એ “નદીયા કે પાર” ની સાથે “હમ સાથ સાથ હૈ” અને “ચોરી ચોરી ચુપકે ચુપકે” જેવી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શિલા હિન્દી અને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની સાથે નાના પડદા ઉપર પણ કામ કર્યું છે. બી.આર ચોપરાની મહાભારત માં શીલા શર્માએ માતા દેવકીનું કિરદાર નિભાવ્યું હતું. આ રોલ થી તેને ખુબ જ મોટી ઓળખ મળી હતી. એક વખત પોતાના ઈન્ટરવ્યુમાં શર્માએ મહાભારત સાથે જોડાયેલા કિસ્સા શેર કરીને જણાવ્યું હતું કે, “દિલ્હીમાં એક વ્યક્તિએ તેમના ચરણસ્પર્શ ફક્ત એટલા માટે કર્યા હતા, કારણ કે તેમણે દેવકીનું કિરદાર નિભાવ્યો હતું.”

જણાવવામાં આવે છે કે શીલા શર્મા દેવકીનાં કિરદારમાં એવા ખોવાઇ ચૂક્યા હતા કે અસલમાં શુટિંગ દરમિયાન તેઓ રડવા લાગતા હતા. તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે દેવકીની સ્થિતિને હકીકતમાં ફીલ કરવા લાગી હતી અને તેના લીધે તેઓ હકીકતમાં રડવા લાગતા હતા.

આવી રીતે મળ્યો હતો દેવકી નો રોલ

શીલા શર્માને મહાભારતમાં દેવકી નો રોલ કરવાનો કિસ્સો ખુબ જ રોચક છે. હકીકતમાં તેઓ એક શો માં એક્ટિંગ કરી રહ્યા હતા અને તેમની એક્ટિંગ ને મહાભારતનાં કાસ્ટિંગ નિર્દેશક ગુફી  પેંટલે જોઈ હતી. પેંટલ ને શીલા ની એક્ટિંગ પસંદ આવી અને તેમણે દેવકી નો રોલ શીલાને ઓફર કર્યો હતો, જેમાં શીલા શર્માએ હાં ફરમાવી દીધી હતી.

મિથુન ચક્રવર્તી ની વેવાણ છે શિલા શર્મા

તે વાત ખુબ જ ઓછા લોકોને જાણ હશે કે સંબંધમાં શીલા શર્મા હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની વેવાણ છે. હકીકતમાં શીલા શર્માની દીકરી મદાલસા શર્માનાં લગ્ન મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાક્ષય ચક્રવર્તી સાથે થયેલા છે. બંનેએ વર્ષ ૨૦૧૮માં લગ્ન કરી લીધા હતા.

જણાવી દઈએ કે શીલા શર્મા ની દીકરી મદાલસા શર્મા એક ટીવી અભિનેત્રી છે. તે નાના પડદાના મશહૂર શો “અનુપમા” માં કાવ્યા નો રોલ નિભાવી રહી છે. મદાલસા દેખાવમાં બિલકુલ પોતાની માં જેવી દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *