તમે મોટા-મોટા હોટલ અને રેસ્ટોરન્ટ જોયા હશે. 5 સ્ટાર, 3 સ્ટાર અને 2 સ્ટાર… પરંતુ શું તમે ક્યારેય એવી હોટલ છે જે એરોપ્લેન ની અંદર બનેલ હોય. મતલબ કે જે હોટલને બનાવવા માટે પ્લેનનો ઉપયોગ કરવામાં આવેલ હોય. જો તમે ક્યારેય જોયું નથી તો તમારે વડોદરા જરૂરથી જવું જોઈએ. અહીંયા તમે વિમાનમાં મુસાફરી કર્યા વગર વિમાનમાં ભોજન કરવાનો આનંદ ઉઠાવી શકો છો.
ન્યુઝીલેન્ડ નાં તાઉપો, ઘાના ની રાજધાની અકરા, પંજાબ માં લુધિયાના, હરિયાણા માં મોહરી સહિત દુનિયામાં 8 શહેરોમાં પોતાની એક ખાસ વિશેષતા અને કારણે હવે ૯માં સ્થાન પર ગુજરાતનું વડોદરા પણ સામેલ થવા જઈ રહ્યું છે. કારણ કે આ બધા શહેરોમાં પ્લેન રેસ્ટોરન્ટ છે. વડોદરામાં રીયલ એરબસ 320 માં એક રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવેલ છે. તો હવે પ્લેનમાં મુસાફરી કર્યા વગર જ પ્લેનમાં બેસીને ભોજન કરવાની તમે પોતાની ઈચ્છા પુરી કરી શકો છો.
વડોદરામાં હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ લોન્ચ કરવામાં આવેલ છે. દુનિયામાં નવમું અને ભારતમાં ચોથું અને ગુજરાતમાં પહેલું વડોદરા શહેરની પાસે તરસાલી બાયપાસ, લેજન્ડ હોટલની બાજુમાં શરૂ કરવામાં આવેલા હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ને લઈને લોકોમાં પણ ખુબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. વિમાનમાં મળવા વાળી બધી સુવિધાઓ હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર ઉપલબ્ધ કરવામાં આવે છે. ૧૦૨ વ્યક્તિની સાથે બેસીને ભોજન નો આનંદ લઇ શકો છો, તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરાનાં આ હાઇફ્લાય ક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં તમે પરિવારની સાથે પંજાબી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, ઇટાલિયન, મેક્સિકન ની સાથે સાથે થાઈ ભોજનનો આનંદ માણી શકો છો. હાઈફાઈ એરક્રાફ્ટ હાઈવે બાયપાસ રોડ પર સ્થિત છે, એટલા માટે તમે મોડી રાતે પણ અહીંયા ભોજનનો આનંદ માણી શકો છો.
હાઇફ્લાય ક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે આ રેસ્ટોરન્ટ બનાવવામાં તેમને ખુબ જ સમય લાગ્યો હતો. આ પરિયોજનાને શરૂ કર્યા બાદ અચાનક કોરોના મહામારી ની શરૂઆત ને કારણે પરિયોજનાને પુર્ણ થવા લાગ્યો હતો, જેના લીધે તેના લોન્ચમાં સમય લાગ્યો હતો. વિમાન માટે મશીનરી ચેન્નઇમાં એક વીમાનન કંપની પાસેથી ખરીદવામાં આવી હતી અને સંપુર્ણ ઇન્ટિરિયર બોડીને વડોદરામાં લાવવામાં આવેલ. હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટને અહીંયા આવનાર ગ્રાહકો એક અસલી વિમાનની જેમ મહેસુસ કરે, તેના માટે આ પ્રકારની તેની ડિઝાઇન બનાવવામાં આવેલ છે.