હવે રાહ થઈ પુરી ! સરકારનું મોટું એલાન, આ તારીખથી ભારતમાં લગાવવામાં આવશે કોરોના વેક્સિન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનની તૈયારીઓને લઈને આજરોજ એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. તેની સાથે જ કેન્દ્ર સરકારે દેશમાં કોરોના વેક્સિનેશન શરૂ કરવાની તારીખનું એલાન પણ કરી દીધું છે. દેશભરમાં ૧૬ જાન્યુઆરી થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઈ જશે. હાલમાં આવી રહેલા ઘણા બધા તહેવારોને ધ્યાનમાં રાખીને ૧૬ જાન્યુઆરી થી વેક્સિનેશન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બધા તહેવાર ૧૫ જાન્યુઆરી સુધી પૂર્ણ થઇ જશે. ૧૧ જાન્યુઆરીનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા રાજ્યોનાં મુખ્યમંત્રીઓની સાથે બેઠક પણ કરવાના છે.

પહેલા કોને લગાવવામાં આવશે વેક્સિન

સૌથી પહેલા અંદાજે ૩ કરોડ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોને આવશે. ત્યારબાદ ૫૦ વર્ષથી વધારે ઉંમરના લોકો અને તેનાથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન લગાવવામાં આવશે, જે ગંભીર બિમારીથી પીડિત હોય. આવા લોકોની સંખ્યા અંદાજે ૨૭ કરોડ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિનેશનની તૈયારી અને કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આજરોજ એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પીએમનાં પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને અન્ય મોટા અધિકારી સામેલ થયા હતા. હકીકતમાં ભારતમાં બનેલી બે કોરોના વેક્સિનને સરકાર દ્વારા ઇમરજન્સી વપરાશને મંજૂરી આપવામાં આવી ચૂકી છે.

બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં કોરોના વેક્સિનેશનની તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી. આ દરમિયાન તેમણે Co-WIN વેક્સિંગ ડીલેવરી મેનેજમેન્ટ સિસ્ટમ વિશે પણ જાણકારી મેળવી હતી. આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જેનાથી કોરોના વેક્સિનેશન પર રિયલ ટાઇમ નજર રાખી શકાશે, વેક્સિન સ્ટોક સાથે જોડેલી સૂચનાઓ, તેમને સ્ટોર કરવાનું તાપમાન અને જે લોકોને વેક્સિન લગાવવાની છે તેને ટ્રેક કરવા જેવા કામ થશે. અત્યાર સુધીમાં ૭૯ લાખથી વધારે લાભાર્થીઓએ Co-WIN પર રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

ભારતમાં કોરોના વેક્સિનેશનનાં પુર્વાભ્યાસ માટે અત્યાર સુધીમાં બે વખત દેશ વ્યાપી ડ્રાય રન પણ કરવામાં આવી ચુકેલ છે. બીજું દેશ વ્યાપી ડ્રાય રન એક દિવસ પહેલા જ શુક્રવારનાં રોજ થયું હતું. કોરોના વેક્સિનેશન નાં ડ્રાય રન દરમિયાન અલગ-અલગ રાજ્યો તરફથી જે ફરિયાદો આવી હતી, તેનો ઉકેલ લાવવામાં આવી રહેલ છે. ડ્રાય રન પહેલા જ અમુક રાજ્યોએ સોફ્ટવેર, કનેકટીવિટી અને બ્રોડબેન્ડ સાથે જોડાયેલી સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. દેશમાં કોરોના વેકેશન માટે પહેલો ડ્રાય રન ૨૮-૨૯ ડિસેમ્બરનાં રોજ ૮ જિલ્લામાં થયો હતો.

પહેલો ડ્રાય રન ૨ જાન્યુઆરીનાં રોજ ૭૪ જિલ્લામાં થયો હતો. ડ્રાય રન દ્વારા વેક્સિનેશન માટે સરકાર તરફથી બનાવવામાં આવેલ “કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (Co-WIN)” નો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોવિન દ્વારા તે લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે જેમણે વેક્સિન લગાવવાની છે અને રિયલ ટાઈમમાં આવા લોકોનું ટ્રેકિંગ થઈ શકશે. શુક્રવારનાં રોજ ઉત્તર પ્રદેશ અને હરિયાણાણે બાદ કરીને દેશના બાકીના બધા ૩૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વેક્સિનેશનનો બીજો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. આ ડ્રાય રન કુલ ૭૩૬ જિલ્લામાં કરવામાં આવેલ હતો. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પહેલા જ ડ્રાય રન થઈ ચૂક્યો છે.