હવે તમારે મિત્રો અને સંબંધીઓને બર્થ-ડે વિશ કરવા માટે રાતે ૧૨ વાગ્યા સુધી નહીં જાગવું પડે, Whatsapp પોતે જ વિશ કરી દેશે

શરીરમાં જે રીતે આત્માની જરૂરિયાત હોય છે. તેવી જ રીતે મોબાઇલમાં મેસેન્જર એપ વોટ્સઅપ ની જરૂરિયાત રહે છે. આજે વોટ્સઅપ આપણા જીવનનું ખૂબ જ અભિન્ન અંગ બની ચૂક્યું છે. આપણા ઘણા બધા કામ તેના વગર અધૂરા છે. ઘણા લોકોનો બિઝનેસ તેના પર ટકેલો હોય છે. કોરોનામાં જ્યાં બધી જ ચીજો બંધ થઈ ચૂકી છે, તેવામાં તેનું મહત્વ વધારે વધી ગયું છે. વોટ્સઅપ માં આટલા વર્ષોમાં ઘણા ફિચર્સ સામેલ થતા આવ્યા છે.

તેમાં વૉઇસ અને વિડિઓ કોલિંગ થી લઈને પેમેન્ટ સુધીની સુવિધા આજે આપણને મળી રહી છે. તેની સાથે જ આ એપ આપણી દરેક જરૂરિયાતનાં હિસાબથી કામ કરે છે. તેની સાથે જ હાલમાં વોટ્સઅપ માં એક નવું ફીચર સામે આવ્યું છે.  એવું ફીચર જે આપણી ઊંઘનો પણ ખ્યાલ રાખે છે. આ નવા ફીચર ની સાથે હવે તમે પોતાની ૮ કલાકની ઉંઘ સરળતાથી પુરી કરી શકો છો.

ઘણી વખત આપણે મિત્રો તથા સંબંધીઓને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે રાત્રે ૧૨ વાગ્યા સુધી રાહ જોવી પડે છે અને તેના કારણે આપણે જાગતા રહેવું પડે છે. જેના લીધે આપણી ઊંઘ ખરાબ થાય છે. આપણે યોગ્ય સમયે ઊંઘ કરી શકતા નથી, જેના કારણે આગલા દિવસે આપણે ઓફિસ પર લેટ પહોંચીએ છીએ અથવા તો જલ્દી ઉઠી શકતા નથી. તેના કારણે આપણા ઘણા બધા કામ ખરાબ થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ જેના લીધે તમારે જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મોડી રાત સુધી જાગવું પડશે નહીં.

હવે તમે વોટ્સઅપ પર મેસેજને શેડ્યુલ પણ કરી શકો છો. જો તમે કોઈ વ્યક્તિને રાત્રે ૧૨ વાગે જન્મદિવસની શુભેચ્છા આપવા માગો છો અથવા કોઈ જરૂરી મેસેજ કરવા માંગો છો તો આ ટ્રીક તમારા ખુબ જ કામમાં આવી શકે છે.

વોટ્સઅપ પર આવી રીતે કરો મેસેજ

તેના માટે તમારે વોટ્સઅપ પર મેસેજ શેડ્યુલ કરવા માટે ગુગલ પ્લે સ્ટોર પર SKEDit નામની થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની રહેશે. હવે ત્યારબાદ તમે આ એપને ઓપન કરો અને સાઈન અપ કરી લો. હવે લૉગ ઇન કર્યા બાદ મેનુમાં આપવામાં આવેલ વોટ્સઅપ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. આટલું થયા બાદ તમારી પાસે પરમિશન માગવામાં આવશે.

ત્યાર બાદ તમારે એનેબલ ઍક્સેસિબિલિટી પર ક્લિક કરીને સર્વિસ પર ટૅપ કરવાનું રહેશે. હવે તમે પોતાના જે મિત્ર અથવા પરિચિત વ્યક્તિને વોટ્સઅપ ચેટ પર મેસેજ કરવા માંગો છો તે કોન્ટેકનું નામ ઉમેરો અને પછી મેસેજ ટાઈપ કરીને ડેટ તથા ટાઇમ સેટ કરી દો. આટલું થઈ ગયા બાદ સેટ કરવામાં આવેલ ડેટ અને ટાઈમ પર તમારો મેસેજ તે વ્યક્તિને સેન્ડ થઈ જશે. તેનાથી તમારો સમય બચશે અને મેસેજ પણ મોડું કર્યા વગર સમયસર પહોંચી જશે.

મહત્વપૂર્ણ છે કે વોટ્સઅપ પાછલા દિવસોમાં પોતાની પ્રાઇવેસી પોલીસી ને લઈને હજુ પણ ચર્ચામાં રહેલ છે. વોટ્સઅપ પર સામાન્ય લોકોની જાણકારી લીક કરવાનો આરોપ લગાવવામાં આવેલો હતો. તેના કારણે દેશભરમાં વોટ્સઅપની તે પોલીસીનો ખૂબ વિરોધ થયો હતો. ત્યારબાદ માર્ક ઝકરબર્ગ મીડિયાની સામે આવીને સ્પષ્ટતા આપી હતી. ઘણા અખબારોમાં તેમણે તે પોલિસી વિશે સ્પષ્ટપણે જણાવ્યું હતું