અમેરીકી મલ્ટીનેશનલ કંપની ઉબેરે દુનિયામાં જાળ પાથરી દીધી છે. ફોન કરો એટલે ઉબેર ટેક્ષી આપનાં આંગણે હાજર… આ કંપની મુસાફરોને નવી સુવિધા આપવાં તત્પર બની છે. જાણીતી મલ્ટીનેશનલ કંપની ઉબેર હમણાં ઘણાં સમયથી ચર્ચામાં છે. કારણ કે હવે ટુંક સમયમાં ઉબેર આકાશમાં ઉડતી દેખાશે. કંપનીએ એર ટેક્ષીની એક ઝલક દુનિયામાં દેખાડી છે. લગભગ તે 2023 સુધીમાં આવી સુવિધા શરૂ કરશે.
નવી સુવિધાની ઝલક :
ઉબેરનો લુક હેલીકોપ્ટર જેવો આકર્ષક લાગે છે. અમેરિકાની આ કંપની ટ્રેડિશનલ હેલીકોપ્ટર જેવી સુવિધા ધરાવે છે. એની ડિઝાઇન ફ્રાન્સની એરોસ્પેસ કંપની Safran એ તૈયાર કરી છે. એમાં ચાર જણાં બેસી શકે છે. કંપનીનાં જણાવ્યાં અનુસાર ટેક્ષી થોડાં સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જશે. જેમાં પીક-અપ થી ડ્રોપનો સમાવેશ થાય છે.
જોકે કંપનીએ ખુલાસો નથી કર્યો કે ઉબેર ટેક્ષીનું ભાડું કેટલું રહેશે. પરંતુ આશા છે કે એનું ભાડું કદાચ હેલિકૉપ્ટર કરતાં ઓછું હશે. લગભગ ઉબેર ટેક્ષી આગામી 2023 સુધીમાં આકાશમાં ઉડતી થઈ જશે. આ કંપની દુનિયાનાં 785 મેટ્રોપોલિટન વિસ્તારમાં જાળ બિછાવી ચુકી છે.
લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (નિવૃત્ત પત્રકાર – સુરત)