દુનિયામાં ટ્રાફિકની સમસ્યા માથાનાં દુખાવારૂપ બની ગઈ છે. ગમે તે દેશમાં તમે જશો તો ટ્રાફિકની સમસ્યા કેવી વિકરાળ છે એનો અનુભવ થશે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે વિકાસ શીલ દેશો નિતનવાં અખતરાં કરીને ‘ભેજાનું દહીં’ કરી રહ્યા છે. જર્મનીની એક કંપનીએ તાજેતરમાં ટ્રાફિક જામનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ કંપની કઇ રીતે ટ્રાફિકની સમસ્યા હલ કરવાં ધારે છે. એ જાણવામાં તમને રસ પડશે.
હવે પછીનાં સમયમાં રોડને બદલે ઉડતી કાર જોવાં મળશે. આવી ફ્લાઇંગ ટેક્સી રોડ પરથી ટ્રાફિકની સમસ્યાનો છૂટકારો લાવશે. થોડાં વર્ષોમાં આવું જોવાં મળી શકશે એવું લાગે છે. દુનિયામાં ઘણી કંપનીઓ એર ટેક્સી લાવવાની તૈયારી કરી રહી છે. હાલમાંજ એક ફાઇવ સીટર ઇલેક્ટ્રિક એર ટેક્સીનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે એનો પ્રથમ પ્રયાસ હોવાનું કહેવાય છે.
શું છે ફ્લાઇંગ ટેક્સી?
જર્મનીની એક એર ટેક્સી સ્ટાર્ટઅપ કંપની Lilium દ્વારા ઇલેક્ટ્રિક એર ટેક્સી બનાવવામાં આવી છે. આ કંપનીએ ૫-સીટર ઇલેક્ટ્રિક એર ટેક્સીનો સફળતાપૂર્વક ટેસ્ટ કર્યો. તેમાં ૩૬ ઇલેક્ટ્રિક જેટ એન્જીન લગાવાયું હતું. જેના થકી તે હેલિકૉપ્ટરની જેમ વર્ટિકલી ટેક-ઓફ અને લેન્ડ કરી શકે છે.
સ્પીડ? બાપરે… ત્રણસો કિલોમીટર
આ કારની સ્પીડ જાણીને નવાઈ લાગશે. એક કલાકના ૩૦૦ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. એકવાર ફુલ ચાર્જ કરવાથી તે ત્રણસો કિલોમીટર સ્પીડ કાપી શકે છે.
કારની વિશેષતા શું છે?
લિલિયમ કંપનીએ કારની ડિઝાઇન સામાન્ય બનાવી છે. તેમાં ટેલ, પ્રોપેલર્સ, ગિયર બોક્ષ અને રડાર નથી. આમાં પાઇલોટની સાથે અથવાં ડ્રોન મોડમાં ઓપરેટ કરી શકાય છે. ઉપરાંત તેમાં પેનારોમિક વિન્ડોજ અને ગલ-વીંગ ડોર જેવાં પેસેન્જર ફ્રેન્ડલી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
૨૦૨૫ સુધીમાં ફ્લાઇંગ ટેક્સીનો આરંભ થશે
કંપનીએ એવો દાવો કર્યો હતો કે તે ૨૦૨૫ સુધીમાં દુનિયાનાં ઘણાં દેશમાં ટેક્સીનો આરંભ કરી દેશે. લિલિયમ સિવાયની અન્ય કંપનીઓ પણ ફ્લાઇંગ ટેક્સી સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)