હવે ઉનાળામાં પણ મળશે શિમલા જેવી ઠંડક, માત્ર ૩૦૦ રૂપિયા છે આ એસીની કિંમત

દેશમાં ગરમીનું વાતાવરણ શરૂ થઈ ગયું છે. એપ્રિલ મહિનાથી જુન જેવી જ કાળઝાળ ગરમી પડી શકે છે. ગરમીની ઋતુ શરૂ થતાની સાથે જ કુલર અને AC ની માંગમાં વધારો થઈ જાય છે. તેવામાં બજારમાં પણ કુલર અને AC ની ભરમાર થઈ જતી હોય છે. આ વખતે ગરમી શરૂ થતાની સાથે જ બજારમાં કુલર અને AC ની ઘણી મોટી રેન્જ ઉપલબ્ધ છે. બજારમાં ૫૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીની કિંમતના કુલર ઉપલબ્ધ છે. વળી AC ની પણ મોટી રેન્જ ઉપલબ્ધ છે. બજારમાં ૨૦ હજાર રૂપિયાથી લઇને ૨ લાખ રૂપિયા સુધીની કિંમતનાં AC ઉપલબ્ધ છે. પરંતુ આ AC ને ચલાવવા માટે પણ ખૂબ જ મોટી રકમ ખર્ચ કરવી પડે છે.

તેવામાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એવા AC વિશે જેને દેશનું સૌથી નાનું AC કહી શકાય છે. આ નાના AC ની કિંમત પણ એટલી છે કે તેને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. આ ACની ખાસ વાત એ છે કે તમે તેને પોતાની સાથે કોઈપણ જગ્યાએ લઈ જઈને ઠંડી-ઠંડી હવાનો આનંદ માણી શકો છો.

માત્ર ૩૦૦ રૂપિયા છે સૌથી નાના AC ની કિંમત

દેશનાં સૌથી નાના AC ને બનાવવાની કંપનીએ તેને એર કન્ડિશન કુલિંગ ફેન નામ આપ્યું છે, જેના કારણે તેને AC પણ કહેવામાં આવે છે. કંપનીએ આ સૌથી નાના AC ની કિંમત માત્ર ૩૦૦ રૂપિયા રાખી છે. તેમાં ઠંડી હવા આપવા માટે કોઈ ખાસ ઉપકરણ લગાવવામાં આવેલ નથી, પરંતુ તેમાં એક આઇસ ટ્રે લગાવવામાં આવેલ છે. જ્યારે તમે આ આઇસ ટ્રેમાં આઇસ ક્યુબ રાખીને ચલાવો છો તો ઠંડી હવા આપે છે. આ AC માં બ્લેડલેસ વિંગ્સ લગાવવામાં આવેલ છે, જે ૩ થી ૪ ફુટના ક્ષેત્રમાં હવા ફેંકી શકે છે. ખાસ વાત એ છે કે તમે આ સૌથી નાના AC ને USB ની મદદથી પોતાના મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર અને પાવર બેંક ની સહાયતાથી પણ ચલાવી શકો છો.

આ ACની ખાસ વાત એ છે કે તેમાં તમને નોર્મલ AC ની તુલનામાં વધારે ઠંડી મળી શકે છે. વધારે ઠંડી હવા લેવા માટે તેમાં એક ટ્રે આપવામાં આવેલ છે, જેમાં તમે બરફ રાખીને વધારે ઠંડી હવા મેળવી શકો છો. તમે આ AC નો ઉપયોગ એક એર ફ્રેશનરનાં રૂપમાં પણ કરી શકો છો. તમે આ AC નો ઉપયોગ ઘરમાં તો કરી શકો છો, પરંતુ સાથોસાથ તેને પોતાની સાથે બહાર પણ લઈ શકો છો.

અહીંયા થી ખરીદી શકો છો AC ને

દુનિયાનાં સૌથી નાના AC નાં આ શાનદાર ફીચર્સ જાણી લીધા બાદ તમે તેને ખરીદવા વિશે વિચારી રહ્યા હશો, પરંતુ ક્યાંથી ખરીદો તેને લઈને પરેશાન થવાની જરૂરિયાત નથી. તમે આ દેશના સૌથી નાના AC ને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકો છો. આ સૌથી નાનું AC ફ્લિપકાર્ટ, ઇબે, એમેઝોન, સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તે સિવાય તમે તેને નજીકની ઇલેક્ટ્રિક ની દુકાન ઉપર થી પણ ખરીદી શકો છો.