હવે વોટસએપ પર સામાનની ખરીદી કરી શકાશે. મતલબ કે, વોટસએપ ઉપર ઓનલાઈન ખરીદી કરી શકાશે તમને આશ્ચર્ય થતું હશે પરંતુ વાત એવી છે કે, વોટસએપ ઉપર કસ્ટમર્સને તેમનાં મનપસંદ બેંડ્સ અને બિઝનેસ પર શોપીંગ કરવાં માટે ફીચર મળશે. આની સત્તાવાર ઘોષણા ફેસબુક દ્વારા કરવામાં આવી છે.
જેમાં ફેસબુકે કહ્યું કે તેઓ વોટસએપને વધું બહેતર બનાવવાની યોજના પર કામ કરી રહેલ છે. આની સાથે ફેસબુકે મેસેન્જર એપનો ડેસ્કટૉપ વર્ઝન પણ લોન્ચ કર્યો હતો. જે વર્ષના અંત સુધીમાં વિન્ડોજ અને મૈક ઓએસ માટે ઉપલબ્ધ થશે. કંપનીનું માનવું છે કે તે કસ્ટમર્સ અને કોઈ બિઝનેસ વચ્ચેનાં ચેટીંગનાં અનુભવને પુરી રીતે બદલી નાખશે.
કેટલોગ જોઇને પસંદગી કરવાનો વિકલ્પ :
વોટ્સએપ ઉપર ડાયરેકટ શોપીંગ ફીચર માટેનો ઘણાં યુઝર્સ ઇંતેજાર કરી રહ્યા છે. ફેસબુક એવો વિકલ્પ લાવે છે જેમાં બિઝનેસમેન પ્રોડક્ટ કેટલોગ વોટસએપ ચેટ પર જ એડ કરી શકશે. આની મારફત કસ્ટમર્સને મનપસંદ પ્રોડક્ટ પસંદ કરવાનો માર્ગ મોકળો થશે. વોટ્સએપ એ દિશામાં કામ કરી રહેલ છે. હાલ તે કામ ટેસ્ટીંગ તબક્કે છે. લગભગ આ વરસનાં અંત સુધીમાં આ ફીચર એપ સાથે જોડાઇ જશે.
હવે પછી નવાં ફીચર લાવે છે ફેસબુક :
હવે પછી ફેસબુક બિઝનેસ સંબંધિત કેટલાક નવાં ફીચર્સ મેસેંજીંગ એપમાં લાવી શકે છે. અને વોટસએપ પેમેન્ટ સિસ્ટમ પણ સત્તાવાર રીતે લોન્ચ થઈ શકે છે. ફેસબુકનાં માર્ક ઝુકરબર્ગે પાછલાં સમયમાં આ વિશે જણાવ્યું હતું. કંપની જણાવે છે કે અમારૂં એક ટેસ્ટ ફીચર ભારતમાં વોટસએપ પેમેન્ટ માટે ચાલી રહ્યું છે. અમે જલદી બીજા દેશોમાં પણ તે લોન્ચ કરી દેશું. પરંતુ આની સમયમર્યાદા નક્કી થઈ નથી. વોટ્સએપ ઉપરાંત ફેસબુક તેમનાં મેસેન્જર એપમાં જરુરી બદલાવ કરશે. મેસેન્જર ઉપર ફેસબુક એક એવાં ફીચરને સામેલ કરશે કે જેમાં કાર ડિલરશીપ, સ્ટાઇલીશ કે કલીનીંગ વગેરે કસ્ટમર મેસેન્જર ઉપર ચેટ કરતાં એપોઇન્ટમેન્ટ લઈ શકશે.
આની ખૂબી પણ જાણો :
સાથોસાથ કંપની બીઝનેસ ઉપર કેવું ધ્યાન આપશે એ જાણવું પણ રસપ્રદ બની રહેશે. કંપની મેસેન્જર ઉપર ચેટ કરતી વખતે કસ્ટમર્સને ક્વીઝ દ્વારા પસંદ – નાપસંદનો વિકલ્પ પણ આપશે. આમ ફેસબુક–વોટસએપ ઉપર કંપનીએ ઓનલાઈન વેપાર કરવાની નવી દિશા ખોલી આપી છે. જેનો શરૂઆતમાં ભારતમાં આરંભ થશે.
લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)