હવે વર્લ્ડ ક્લાસ ક્રુઝ માં પાણીની વચ્ચે કરી શકશો પાર્ટી, લગ્નને બનાવો યાદગાર, ભાડું ફક્ત ૩ હજાર રૂપિયા

Posted by

ઉત્તરપ્રદેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે યોગી આદિત્યનાથ સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ કડીમાં પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કાશીથી ગંગામાં ચાલવાવાળા ક્રુઝ નાં અંતરને વધારીને મિરઝાપુર સુધી કરી દેવામાં આવેલ છે. હવે પર્યટકો વર્લ્ડ ક્લાસ ક્રુઝ માં ફક્ત તીર્થસ્થાનો નાં દર્શન નહીં કરી શકે, પરંતુ બનારસની ખાણી-પીણીનો પણ આનંદ ઉઠાવી શકશે. તેની સાથે જ ઉપર લગ્નનું આયોજન કરીને પોતાના જીવનનાં ખાસ પળોને યાદગાર પણ બનાવી શકો છો. જણાવી દઈએ કે ક્રુઝનું પ્રતિ વ્યક્તિ ભાડું માત્ર ૩ હજાર રૂપિયા રાખવામાં આવેલ છે.  વળી એક સાથે ૧૦ ટિકિટ લેવા પર ૨ ટિકિટ મફત મળશે.

જણાવી દઈએ કે વર્લ્ડ ક્લાસ ક્રુઝ પર લગ્નની સાથે પાર્ટી, કોન્ફરન્સ અથવા સત્સંગની પણ પરવાનગી આપવામાં આવી છે. ગંગાની લહેરોની વચ્ચે રો-રો બોટ સૈમ માણિક શાહ ક્રુઝ મુસાફરોને કાશી થી મિરઝાપુર જિલ્લા સુધી મુસાફરી કરાવશે. પર્યટકોને જુના કિલ્લાની સાથે શુલટંકેશ્વર મહાદેવ નાં દર્શન કરાવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ૫ સપ્ટેમ્બરથી શરૂ થનારી ક્રુઝ કાશીનાં રવિદાસ ઘાટ થી સવારે ૯ વાગે રવાના થશે.

આ સ્થળોનાં કરી શકશો દર્શન

સૌથી પહેલાં દોઢ કલાક ની યાત્રા બાદ પ્રાચીન શુલટંકેશ્વર મહાદેવ મંદિર પહોંચશે અને ગંગાકિનારે સ્થાપિત પ્રાચીન શુલટંકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવશે. ત્યારબાદ પ્રાચીન શુલટંકેશ્વર મહાદેવ મંદિર થી ચાલીને ક્રુઝ ૩ થી ૪ કલાકમાં મિરઝાપુર પહોંચશે. જ્યાં પર્યટકોને ઐતિહાસીક ધરોહર ચુનાર નાં કિલ્લા બતાવવામાં આવશે. અંદાજે એક કલાકની મુસાફરી બાદ સાંજે ૬ વાગે ક્રુઝ કાશીએ પહોંચશે.

૧૪૦ કિલોમીટરની ગંગા યાત્રા

અલકનંદા ક્રુઝ લાઇન નાં ડાયરેક્ટર વિકાસ માલવીય નું કહેવું છે કે ક્રુઝ સુધી ફક્ત પર્યટકોએ પહોંચવાનું રહેશે, જ્યાં મનોરંજનના સાધનોની સાથે બનારસી ખાણી-પીણીની સંપુર્ણ વ્યવસ્થા અલકનંદા ક્રુઝ લાઈન તરફથી આપવામાં આવશે. સવારનો નાસ્તો, બપોરનું લંચ અને સાંજનો નાસ્તો પણ ક્રુઝ પર જ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે લાઈવ મ્યુઝિકની સાથે ૧૪૦ કિલોમીટરની ગંગા યાત્રાનો આનંદ પર્યટકો ઉઠાવી શકશે.

એક સમયે એરકન્ડીશન ક્રુઝ પર મુસાફરી કરી શકે છે ૨૫૦ પર્યટકો

માલવીય એ જણાવ્યું હતું કે વર્લ્ડ ક્લાસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ક્રુઝનું પ્રતિ વ્યક્તિ ભાડું ૩,૦૦૦ રૂપિયા છે. વળી એક સાથે ૧૦ ટિકિટ લેવા પર ૨ ટિકિટ ફ્રી માં આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ક્રુઝને કૈથી સ્થિત માર્કંડેય મહાદેવ મંદિર સુધી લઈ જવાની યોજના છે. તેમણે જણાવ્યું હતું કે ક્રુઝ પર ૨ ફ્લોર છે. એક સમયે એર કન્ડિશન ક્રુઝમાં ૨૫૦ પર્યટકો મુસાફરી કરી શકે છે. ક્રુઝ ઉપર ઇન્ટરનેશનલ નિયમોનાં આધાર પર સુરક્ષાનાં બધા ઉપકરણ લગાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *