હેકર કેવી રીતે હેક કરે છે તમારો મોબાઈલ ફોન, જાણો તમે કેવી રીતે બચી શકો છો તેનાથી

ઝડપથી આગળ વધી રહેલા ડિજિટલ દુનિયામાં કોઈની જાસૂસી કરી સામાન્ય વાત બની ગઈ છે. તેનું સૌથી મોટું કારણ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોવું અને દરેક હાથમાં સ્માર્ટફોન હોવું છે. સ્માર્ટફોન ભલે તમારું કામ સરળ બનાવી દેતું હોય, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફોન જ આપણો સૌથી મોટો જાસૂસ છે. તમે બસ એટલું સમજી લો કે જો તમારા ફોનમાં કોઈ એપ છે તો તેનો ડેવલપર તમારા પર પુરી નજર રાખી શકે છે. વોટ્સઅપ જેવી એપ પણ હવે સુરક્ષિત નથી. કારણકે જ્યારે એમેઝોન સીઈઓ જેફ બેસોસ નું વોટ્સઅપ હેક થઈ શકતું હોય તો કોઇપણ સામાન્ય વ્યક્તિનું સરળતાથી થઈ શકે છે. હવે અહીંયા જાણવું જરૂરી છે કે તમારા ફોનમાં આખરે આ જાસૂસી વાળા સોફ્ટવેર પહોંચે છે કેવી રીતે અને તેનાથી બચવાનો ઉપાય શું છે.

જાસૂસીનો સૌથી મોટો સોફ્ટવેર

જાસૂસીની દુનિયામાં પિગસાસ નું ખૂબ મોટું નામ છે. તેનાથી તે ફોન અને ડિવાઇસને હેક કરી શકાય છે જેને લઇને કંપનીનો દાવો કરે છે કે તેઓ એક હેકપ્રૂફ છે. પિગાસસ એક સ્પાઇવેયર છે જે ગુપચુપ કોઈપણ ડિવાઇસની જાસૂસી કરી શકે છે. પિગાસસ જેવા  સ્પાયવેર યુઝર્સને જાણકારી વગર તેમના ફોનમાં ઘુસી જાય છે અને ફોનમાં રહેલ અંગત જાણકારીઓ હેકર્સ સુધી સરળતાથી પહોંચાડે છે. તમારા ફોનમાં સ્પાઈવેર છે કે નહીં તેની તપાસ કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯માં પિગાસસ દ્વારા જ ભારત સહિત દુનિયાના અંદાજે ૧,૪૦૦ પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓની જાસૂસી થઈ હતી. તે સિવાય એમેઝોન સીઈઓ જેફ બેસોસ નું વોટ્સઅપ પણ આ સોફ્ટવેર થી હેક થયું હતું.

ફોનમાં કેવી રીતે થાય છે સ્પાઈવેર ની એન્ટ્રી

સામાન્ય રીતે કોઈ પણ દિવસમાં સ્પાયવેર અથવા મેલવેર અથવા જાસૂસી સોફ્ટવેરને એક લિંક દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ઘણી વખત આ એપ કોઈ થર્ડ પાર્ટી એપનો દ્વારા આવે છે અને ઘણા બધા સંદિગ્ધ લીંક પર ક્લિક કર્યા બાદ આવે છે. જણાવી દઈએ કે જ્યારે પણ તમે કોઈ એપ ને ફોન માં ઇન્સ્ટોલ કરો છો તો તે યુઝર પાસે લાયસન્સ આપવા માટે એક એગ્રી બટન પર ક્લિક કરાવે છે. એગ્રી પર ક્લિક કરવામાં ન આવે તો એપ ઇન્સ્ટોલ થતા નથી. એગ્રી પર ક્લિક કરવાની સાથે જ આ એપને તમે કૅમેરા, માઇક્રોફોન, મેસેજ જેવા ઘણા બધા એપ્સ ની એક્સેસ આપો છો. ત્યારબાદ આ થર્ડ પાર્ટી એપની દ્વારા જ તમારા ફોનમાં સ્પાયવેર પહોંચે છે. તે સિવાય સ્પાઈવેર સોફ્ટવેર ગેમિંગ અને અન્ય સાઇટ દ્વારા પણ તમારા ફોન સુધી પહોંચી શકે છે.

કેવી રીતે કરવી સ્પાયવેર ની ઓળખ?

જો તમારો ફોન વારંવાર ક્રેશ થઈ રહ્યો હોય અથવા કોઈ એપ વારંવાર હેન્ગ અથવા ક્રેશ થઈ રહી હોય તો સાવધાન થઈ જવું. તે સિવાય જો તમારા ફોનમાં કોઈ એવું ફોલ્ડર જોવા મળે એના વિશે તમને જાણકારી ન હોય, તો પણ તમારે સાવધાન થઈ જવાની જરૂરિયાત છે.

જો તમને લાગે છે કે તમારા ફોનમાં કોઈસંદિગ્ધ એપ છે જેને તમે ઇન્સ્ટોલ કરેલ નથી, તો સૌથી પહેલાં ફોનનો ઈન્ટરનેટ કનેક્શન બંધ કરો અને ત્યારબાદ તે એપનાં ડેટા ક્લિયર કર્યા બાદ તે એપને ડીલીટ કરો. સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે પ્રત્યેક ૬ મહિના બાદ પોતાના ફોનને ફોર્મેટ કરી દો. સોશિયલ મીડિયા અથવા મેસેજ માં આવેલ કોઈ લોટરી વગેરેની લીંક પર ક્લિક ન કરો.