હેલ્મેટ વગર બિન્દાસ ફરે છે ગુજરાતનો આ યુવક, પોલીસ પણ ચલણ નથી બનાવી શકતી, જાણો કારણ

હાલનાં દિવસોમાં સમગ્ર દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટને કારણે લોકો પરેશાન છે. મોટર વ્હીકલ એક્ટને કારણે દરેક જગ્યાએ લોકોએ હંગામો મચાવી રાખ્યો છે. દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ માં ઘણા મોટા દંડ લગાવવામાં આવેલ છે. આ દંડની રકમ ને કારણે દેશના ઘણાં રાજ્યોમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ દંડની રકમને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોની સરકારે તેને ઓછી પણ કરી દીધેલ છે. આ બધા સમાચારોની વચ્ચે ગુજરાતનાં છોટાઉદેપુર થી એક ખુબ જ દિલચસ્પ મામલો સામે આવી રહ્યો છે. અહીંયા ઝાકીર મેમણ નામનું એક વ્યક્તિ રસ્તા પર હેલ્મેટ વગર ફરી રહ્યો છે અને જ્યારે પોલીસવાળા તેનું ચલણ બનાવવા માટે જાય છે, તો તેને પરેશાની સાંભળીને કન્ફ્યુઝ થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે ઝાકિર મેમણની સાથે એક ખુબ જ મોટી સમસ્યા છે. આ સમસ્યાને લીધે તે હેલ્મેટ પહેરી શકતો નથી અને જેના લીધે તે રસ્તા પર હેલ્મેટ વગર ફરે છે. ઝાકીરે મેમણ ની હેલ્મેટ ન પહેરી શકવાની સમસ્યા અન્ય કંઈ નહીં પરંતુ તેનું માથું છે. તેનું માથું એટલું મોટું છે કે તે હેલ્મેટ પહેરી શકતો નથી. જેના લીધે પોલીસ પણ વિચારમાં પડી જાય છે કે આખરે આ વ્યક્તિનું ચલણ બનાવવામાં આવે કે નહીં. વળી ફરીથી એકવાર ઝાકિર પોલીસનાં હાથે પકડાઈ ગયા હતા. પોલીસે તેમને હેલ્મેટ વગર ગાડી ચલાવતા પકડી લીધા હતા.

ઝાકિર પાસે તેની ગાડી સાથે સંબંધિત બધા કાગળ હતા, પરંતુ તેમણે હેલ્મેટ પહેરી ન હતું. ઝાકિરનું કહેવું હતું કે તે હેલ્મેટ પહેરવા માંગે છે, પરંતુ તે હેલ્મેટ પહેરી શકતો નથી. પોલીસે તેને દંડ ભરવા માટે કહ્યું. પરંતુ જ્યારે ઝાકીરે પોતાની સમસ્યા જણાવી તો પોલીસની મુંઝવણ વધી ગઈ. ઝાકીરે પોલીસને કહ્યું હતું કે તે કોઈપણ હેલ્મેટ પહેરી શકતો નથી. કારણ કે હેલમેટ પણ તેના માથામાં સંપુર્ણ રીતે ફીટ બેસતું નથી. ઝાકીરનાં જણાવ્યા અનુસાર તેની સાથે આ સમસ્યા અત્યારથી નહીં, પરંતુ પાછલા ૧૨ વર્ષોથી છે.

ત્યારબાદ પોલીસ તેની આસપાસની ઘણી દુકાનો પર લઈ ગઈ હતી. પોલીસે જોયું કે હકીકતમાં તેને કોઈપણ હેલ્મેટ ફીટ આવતું નથી. પોતાની આ સમસ્યા વિશે જાતનું કહેવું હતું કે હું કાનુન ની ઈજ્જત કરનાર વ્યક્તિ છું. હું પણ ઇચ્છું છું કે હું હેલ્મેટ પહેરું, પરંતુ મને મારી સાઇઝનું હેલ્મેટ મળી શકતું નથી. કોઈપણ હેલ્મેટ મારા માથામાં ફીટ બેસતું નથી. ઝાકીર ગુજરાતમાં ફળનો વ્યાપાર કરે છે.

તેમનો સમગ્ર પરિવાર તેમની ઉપર નિર્ભર છે. તેમનો પરિવાર હવે તેમની આ સમસ્યાને લઇને ચિંતિત છે. તેઓ કહે છે કે તેઓ આવી રીતે ક્યાં સુધી દંડ ભરતા રહેશે. તેની આ અનોખી સમસ્યાને કારણે ટ્રાફિક બ્રાંચમાં સબ ઇન્સ્પેક્ટર વસંત રાઠવાનું કહેવું છે કે આ એક ખુબ જ અલગ પ્રકારની પરેશાની છે. ઝાકીરની પરેશાની સમજીને અમે તેનું ચલણ કાપતા નથી. તે કાનુની ઈજ્જત કરનાર વ્યક્તિ છે. તેમની પાસે બધા પ્રકારનાં કાયદાકીય ડોક્યુમેન્ટ છે, પરંતુ હેલ્મેટની તેમની સમસ્યા ખુબ જ અજીબ છે.