હેમા માલિનીનાં ઘર સંસાર માટે ખતરો બની ગઈ હતી આ સુંદર અને ગ્લેમરસ એક્ટ્રેસ, અચાનક છોડી દીધું બોલીવુડ

Posted by

બોલીવુડ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચડિયાતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જેમની પસંદ કરવા વાળા લોકોની કમી નથી. મોટાભાગે ફિલ્મી દુનિયામાં લોકો શુટિંગ દરમિયાન પોતાના કો-સ્ટારને દિલ દઈ બેસે છે. તેમાં કોઇ નવી વાત નથી. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા સમાચારો સાંભળવા મળતા હોય છે કે જ્યારે શુટિંગ દરમિયાન અભિનેતા અને અભિનેત્રીઓ એકબીજાને પ્રેમ કરી બેસે છે.

શુટિંગ દરમિયાન ભલે આ એક્ટર્સને પ્રેમ થઈ જાય, પરંતુ ખુબ જ ઓછા લોકો હોય છે, જેમનો પ્રેમનો સંબંધ લગ્નનાં સંબંધમાં સુધી પહોંચતો હોય છે. કંઈક આવું જ ૮૦નાં દશકની જાણીતી અભિનેત્રી અનિતા રાજ ની સાથે થયું હતું. જેનું નામ ધર્મેન્દ્ર સાથે જોડાયું હતું. આ બંનેએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું અને ફિલ્મમાં કામ કરતી વખતે જ એકબીજાને દિલ દઈ બેઠા.

તમને જણાવી દઈએ કે ૮૦નાં દશકની મશહુર અભિનેત્રીઓનાં અનિતા રાજ નું નામ પણ શામેલ છે. હાલમાં અનિતા રાજ કલર્સ ચેનલની સુપરહિટ સીરીયલ “છોટી સરદારની” માં સરપંચ “કુલવંત કૌરે ઢીલ્લો”નો રોલ નિભાવી રહી છે. આ સીરિયલમાં અનિતા રાજ નો નકારાત્મક રોલ ખુબ જ દમદાર નજર આવી રહ્યો છે. આ સીરિયલનાં માધ્યમથી અનિતા રાજ ની નકારાત્મક ભૂમિકા લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ સીરિયલમાં તેમની ઘણી સારી સફળતા મળી છે.

તમને જણાવી દઈએ કે અનિતા રાજે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં દુલ્હા બિકતા હૈ, નોકર બીવી કા, અચ્છા બુરા, જમીન આસમાન, કરિશ્મા કુદરત કા, જાન કી બાજી, ગુલામી, મોહબ્બત કી કસમ જેવી ફિલ્મો શામેલ છે. અનિતા રાજે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૮૧માં ફિલ્મ “પ્રેમ ગીત” થી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ, જેના પછી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

અનિતા રાજ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચાનો વિષય બની રહી હતી. તમને જણાવી દઈએ કે અનિતા રાજ નું ચર્ચામાં રહેલું લવ અફેર બોલીવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર સાથે રહ્યું હતું. જી હાં, એક સમય એવો પણ હતો કે જ્યારે અનિતા રાજ હેમા માલિનીનાં સુખી ઘર-સંસાર માટે ખતરો બની ગઈ હતી. અનિતા રાજ બોલીવુડ ઈન્ડસ્ટ્રીનાં જાણીતા કેરેક્ટર આર્ટિસ્ટ જગદીશ રાજ ની પુત્રી છે અને તેના પિતા જગદીશ રાજે ૧૪૪ ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ નિભાવ્યો છે. પિતા ને જોઈને જ અનિતા રાજે ફિલ્મોમાં પોતાનું કારકિર્દી બનાવવાનું વિચાર્યું હતું.

અનિતા રાજ પોતાના સમયની ખુબ જ સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંની એક હતી. અનિતા રાજ ને ફિલ્મો મેળવવા માટે કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો પડયો ન હતો. અનિતા રાજે “પ્રેમ ગીત” થી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગ મુક્યા હતા. આ ફિલ્મનું ગીત “હોઠો સે છુ લો” ખુબ જ સારી રીતે હીટ સાબિત થયું હતું અને અભિનેત્રીને લોકોએ ખુબ જ વખાણી પણ હતી. ધીરે-ધીરે તેમણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એક સારું એવું સ્થાન પ્રાપ્ત કરી લીધું. તે દિવસો દરમિયાન અનિતા રાજે અભિનેતા ધર્મેન્દ્ર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. નોકર બીવી કા, જીને નહિ દુંગા, કરિશ્મા કુદરત કા જેવી ફિલ્મોમાં ધર્મેન્દ્ર અને અનિતા જોવા મળ્યા હતા.

ખબરો દ્વારા એવું જણાવવામાં આવે છે કે ફિલ્મ “નોકર બીવી કા” ફિલ્મનાં શુટિંગ દરમિયાન અનિતા રાજ અને ધર્મેન્દ્ર એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા અને તેમના અફેરનાં સમાચારો ખુબ જ ચર્ચામાં છવાઈ ગયા હતા. એ સમય દરમિયાન ધર્મેન્દ્ર હેમા માલિની સાથે બીજા લગ્ન કરી ચૂક્યા હતા અને ધર્મેન્દ્ર પ્રકાશ કૌર અને હેમામાલીની બંનેનાં પતિ હતા. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્ર અને અનિતા રાજનાં પ્રેમની ચર્ચાઓ ખુબ જ આગળ પડતી રહી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે હેમા માલિનીને ધર્મેન્દ્ર અને અનિતા રાજ વચ્ચે વધતા સંબંધો વિશે જાણ થઈ ત્યારે તેમણે આ વાતનો ખુબ જ વિરોધ કર્યો  હતો. પછી શું હતું, ધર્મેન્દ્રને અનિતા રાજ થી દુર થવું પડ્યું.

તમને જણાવી દઈએ કે અનિતા રાજે ફિલ્મોમાં સફળતા મેળવવા માટે ખુબ જ મહેનત કરી હતી. પરંતુ જેવી સફળતા તે ઇચ્છતી હતી તેવી સફળતા તેમને ન મળી, જેના કારણે તે ધીરે-ધીરે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી દુર થવા લાગી. અનિતા રાજે ડાયરેક્ટર સુનીલ હિંગોરાની સાથે લગ્ન કરી લીધા અને તેમન એક પુત્ર શિવમ હિંગોરાની છે.

અનિતા રાજ ફિલ્મોથી દુર થયા પછી ટીવી સિરિયલમાં કામ કરી રહી છે. હાલમાં તે સીરીયલ “છોટી સરદારની” માં પોતાના નેગેટિવ રોલ સરપંચ કુલવંત કૌર ને લીધે ચર્ચામાં છવાઈ ગઈ છે. અનિતા રાજ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને તે પોતાના ફોટો અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફેન્સ પણ તેના ફોટો અને વિડીયો ઘણા પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *