હેમા માલિનીનાં લગ્ન બોલીવુડનાં આ સુપરસ્ટાર સાથે થવાના હતા, પરંતુ છેલ્લા સમયે ધર્મેન્દ્ર એ ખેલ કરીને લગ્ન બંધ રખાવ્યા હતા

Posted by

બોલિવુડની દુનિયામાં ઘણા કિસ્સા અને કહાનીઓ છે. તેમાંથી મોટાભાગની પ્રેમ કહાનીઓ જ હોય છે. આપણા બોલિવુડમાં એવી ઘણી જોડીઓ છે, જેણે દર્શકો ઓનક્લીન તો પસંદ કરતા હતા સાથોસાથ ઓફસ્ક્રીન પણ ખુબ જ પ્રેમ આપતા હતા. પરંતુ એવી ખુબ જ ઓછી જોડી છે, જેને દર્શકોએ રીલ લાઈફ અને રીઅલ લાઈફ બંનેમાં પસંદ કરેલ હોય. આ લિસ્ટમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું નામ પણ સામેલ છે.

દેશનાં સિનેમા પ્રેમીઓ જ્યાં હેમા માલીની અને ધર્મેન્દ્રની જોડીને ઓનસ્ક્રીન ખુબ જ પ્રેમ કરતા હતા, તો ઓફસ્ક્રીન એટલે કે રિયલ લાઈફમાં પણ આ બંનેની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવતી હતી. ફિલ્મોમાં એક સાથે કામ કરતા સમયે હેમા માલીની અને ધર્મેન્દ્ર એકબીજાની નજીક આવી ગયા હતા અને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. પોતાના પ્રેમને મંઝીલ સુધી પહોંચાડવા માટે ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ લગ્ન કરી લીધા હતા. આજે પણ બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે અને આજે પણ આ કપલ એકસાથે છે.

પરંતુ શું તમે જાણો છો કે હેમા માલિની જીતેન્દ્ર સાથે લગ્ન કરવાની હતી. સુત્રોનું માનવામાં આવે તો હેમા માલિનીને ધર્મેન્દ્ર સિવાય જીતેન્દ્ર અને સંજીવ કુમાર પણ ખુબ જ પસંદ હતા અને તેઓ પણ હેમા માલિની સાથે લગ્ન કરવા માંગતા હતા. તે સમયે એક એવા સમાચાર પણ આવ્યા હતા કે જીતેન્દ્ર અને હેમા માલિની એ ચેન્નાઇમાં લગ્ન કરવાની પુરી તૈયારી કરી લીધી હતી.

જોકે આ દરમિયાન જીતેન્દ્રનો પોતાની વર્તમાન પત્ની શોભા સાથે પણ રોમાન્સ ચાલી રહ્યો હતો. આ વાતની ખબર મળતાં જ ધર્મેન્દ્ર શોભા ને લઈને ચેન્નઈ આવી ગયા હતા. ખબરોનું માનવામાં આવે તો ત્યાં પહોંચીને શોભાએ કથિત રૂપથી ખુબ જ હંગામો મચાવી દીધો હતો. જેનાથી જીતેન્દ્ર અને હેમા માલીની નાં લગ્ન થઈ શક્યા નહીં.

કહેવામાં આવે છે કે ધર્મેન્દ્ર ની પત્ની પ્રકાશ કૌરે તેમને છુટાછેડા આપવાથી ઇનકાર કરી દીધો હતો, એટલા માટે ધર્મેન્દ્ર ઇસ્લામ ધર્મ કબુલ કરી લીધો હતો, જેથી તેઓ હેમા માલિની સાથે લગ્ન કરી શકે. હેમામાલી નાં પિતા વીએસ રામાનુજમ ચક્રવર્તી હેમા માલીની અને ધર્મેન્દ્રનાં લગ્નની વિરુદ્ધ હતા. ફક્ત ધર્મેન્દ્ર પરણિત ન હતા, પરંતુ પહેલાથી તેમના ૪ બાળકોનાં પિતા પણ હતા. ધર્મેન્દ્ર અને હેમા માલીનીનાં લગ્ન હેમા માલિનીનાં પિતાનાં નિધન બાદ થયા હતા. આ બંનેની બે દીકરીઓ ઇશા દેઓલ અને આહના દેઓલ છે.

જણાવી દઈએ કે ધર્મેન્દ્ર અને હેમામાલિની મુલાકાત ૧૯૭૦માં ફિલ્મ “તુમ હસી મે જવાન” દરમિયાન થઇ હતી. હેમામાલીની એટલી સુંદર હતી કે ધર્મેન્દ્ર પરિણીત હોવા છતાં પણ તેમના દીવાના બની ગયા હતા. એક વખત ઇન્ટરવ્યુ દરમિયાન હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાના નિર્ણય વિશે વાત કરી હતી. હેમા માલિનીએ જણાવ્યું હતું કે, “હું અને ધર્મેન્દ્ર આજે પણ એકબીજાને ખુબ જ ખ્યાલ રાખીએ છીએ. અમે જ્યારે પહેલી વખત ધરમજી ને જોયા હતા ત્યારે સમજી ગઈ હતી, કે તેઓ મારા માટે બનેલા છે. હું તેમની સાથે સંપુર્ણ જીવન પસાર કરવા માગું છું.”

જણાવી દઈએ કે ધર્મેન્દ્ર અને હેમા માલીનીનાં લગ્ન ઉપર ધર્મેન્દ્ર ની પહેલી પત્ની પ્રકાશ કૌરે કહ્યું હતું કે, તેઓ ખુબ જ સારા પતિ ન હોય, પરંતુ મારા માટે તેઓ સારા છે. તેઓ એક ખુબ જ સારા પિતા છે. તેમના બાળકો પણ તેમને પ્રેમ કરે છે. તેઓ પોતાના બાળકો માટે હંમેશાં હાજર રહે છે.” જણાવી દઈએ કે ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ અંદાજે 30 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *