ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની ઘણી બધી એક્ટ્રેસ એવી મળી જશે, જેમણે બોલિવૂડના હીરો સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધું હોય. તે ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેમણે પોતાના જીવનસાથીના રૂપમાં કોઈ મોટા બિઝનેસમેન અથવા પછી ક્રિકેટરને પસંદ કરેલ હોય. પરંતુ આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જેનું દિલ એક ખલનાયક પર આવી ગયું હોય.
રેણુકા શહાણે
હમ આપકે હે કોન થી ઘર-ઘર માં ફેમસ થયેલી અભિનેત્રી રેણુકા શહાણે ને આપણે ઘણી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. તેમણે વર્ષ ૨૦૦૧માં આશુતોષ રાણા સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન બાદ તેમને બે દીકરા સૌર્યમાન રાણા અને સત્યેંદ્ર રાણા છે. આશુતોષ રાણા બોલિવૂડમાં વિલનનું પાત્ર નિભાવવા માટે ખૂબ જ ફેમસ છે. તેમણે દુશ્મન, સંઘર્ષ, બાદલ જેવી ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કરીને તેને યાદગાર બનાવી લીધા હતા.
પૂજા બત્રા
૧૯૯૩માં મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કરી ચૂકેલી પૂજા બત્રાએ ૨૦૧૯માં નવાબ સાથે લગ્ન કરી લીધા. નવાબને આપણે ટાઈગર જિંદા હૈ, ડોન-૨ સહિત સાઉથની ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા નિભાવતા જોઈ ચૂક્યા છીએ. જણાવી દઈએ કે આ પૂજાનાં બીજા લગ્ન હતા. આ પહેલા તેના લગ્ન સોનુ આહલુવાલિયા સાથે થયા હતા.
પોની વર્મા
પોની વર્મા બોલિવૂડની ખૂબ જ જાણીતી કોરિયોગ્રાફર છે. તેમણે વર્ષ ૨૦૧૦માં પ્રકાશ રાજ સાથે લગ્ન કરી લીધા હતા. પ્રકાશ બોલિવૂડમાં બ્રાન્ડેડ વિલન બની ચૂક્યા છે. તેણે સિંઘમ, વોન્ટેડ, દબંગ-૨ જેવી ઘણી ફિલ્મોમાં ખલનાયક નો રોલ કરેલ છે.
નિવેદિતા ભટ્ટાચાર્ય
ટીવી અને ફિલ્મ બંને જગ્યાએ કામ કરી ચૂકેલી નિવેદિતા ભટ્ટાચાર્ય બોલિવૂડ એક્ટર કેકે મેનન સાથે લગ્ન કર્યા છે. કેકે મેનન પણ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં ખલનાયક બની ચૂક્યા છે. તે જે પણ પાત્ર નિભાવે છે તેમાં પ્રાણ ફૂંકી દેતા હોય છે.
કૃતિકા સેંગર
કૃતિકા સેંગર ટીવીની જાણીતી એક્ટ્રેસ છે. આપણે તેને રાણી લક્ષ્મીબાઈ અને કસમ તેરે પ્યાર કી જેવા પોપ્યુલર શો માં જોઈ ચૂક્યા છીએ. તેમણે વર્ષ ૨૦૧૪માં ડાયરેક્ટર પંકજ ધીર ના દિકરા નિકિતન ધીર સાથે લગ્ન કર્યા હતા. નિકિતન ધીર ને આપણે બધાએ મિશન ઇસ્તંબુલ, ચેન્નઈ એક્સપ્રેસ, દબંગ-૨ અને રેડી સહિત ઘણી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા નિભાવતા જોઈ ચૂક્યા છીએ. ઓન-સ્ક્રીન તે એક દમદાર વિલન નજર આવે છે.
શિવાંગી કોલ્હાપુરી
શિવાંગી કોલ્હાપુરી ૭૦ અને ૮૦ના દશકમાં અભિનય કરતી હતી. આ દરમિયાન તેમનું દિલ બોલીવૂડના સૌથી પોપ્યુલર શક્તિ કપૂર ઉપર આવી ગયું હતું. આ બંનેએ ૧૯૮૨માં ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા. હકીકતમાં શિવાંગી ના ઘરવાળા આ લગ્નથી રાજી હતા નહીં, જેનું કારણ શક્તિ કપૂરની બોલિવૂડમાં બનેલી ઇમેજ હતી. શક્તિ ઘણી ફિલ્મોમાં વિલન બની ચૂક્યા હતા.
વળી ઓન-સ્ક્રીન કોઈ હીરો અથવા ખલનાયક છે તે વાતને લઈને કોઈ ફરક પડતો નથી. ફક્ત મહત્વ રાખે છે તો તે વ્યક્તિ પોતાની રિયલ લાઇફમાં કેવું છે. તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તેની સાથે તમારું ટ્યુનિંગ જામી રહ્યું છે કે નહીં.