હિન્દુ ધર્મ અનુસાર શૌચ નાં વૈદિક નિયમ, વિજ્ઞાન પણ માને છે કે શૌચ સમયે આ નિયમોનું પાલન કરવું જોઈએ

ધર્મ શાસ્ત્રો સિવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિથી શૌચ સમયે બોલવાથી, ખાંસીથી, હાફવાથી, વગેરેથી મળ નાં દુષિત કીટાણુ શરીરમાં પ્રવેશ કરી શકે છે. સાથોસાથ શૌચ નાં પ્રાકૃતિક કામમાં પણ અડચણ ઊભી થાય છે, જે સ્વાસ્થ્ય માટે પરમ ઘાતક માનવામાં આવે છે. એવી જ રીતે રસ્તા ઉપર શૌચ અથવા લઘુશંકા કરવી ફક્ત સભ્યતા માટે પ્રતિકુળ નથી પરંતુ ધર્મશાસ્ત્રની પણ વિરુદ્ધ છે. મનુસ્મૃતિમાં લખવામાં આવેલ છે કે મનુષ્યે રસ્તામાં રાખના ઢગલામાં, ગૌશાળામાં, હળ ચલાવતા સમયે ખેતરમાં, પાણીમાં, અંતિમ સંસ્કારમાં, પર્વત ઉપર, જુના નિર્જન મંદિર માં લઘુશંકા અને શૌચ વગેરે ક્રિયા કરવી જોઈએ નહીં. આ નિયમ નાગરિક સ્વાસ્થ્ય સ્થાનોની પવિત્રતા અને જનસુરક્ષાની દ્રષ્ટિથી બનાવવામાં આવેલ છે.

જ્યાં સુધી મળ વિસર્જન બાદ શુદ્ધિનો સંબંધ છે તો પાશ્ચાત્ય સંસ્કૃતિ ની જાકજમાળ તથા સભ્યતામાં ઉછરેલા અને ઉચ્ચ શિક્ષા વાળા યુરોપિયન લોકો શૌચ અને લઘુશંકા કરવાની સાચી પદ્ધતિ બિલકુલ પણ જાણતા નથી.

શૌચાલય ગયા બાદ માત્ર ૨-૩ કાગળના ટુકડા દ્વારા સાફ-સફાઈ કરવાને આવશ્યક સમજે છે, જે બિલકુલ પણ ખોટું છે. પાણી વગર મળની શુદ્ધિ શક્ય નથી. શૌચાલય ગયા બાદ હાથ ધોવાની ફેશન ચાલી નીકળી છે જે પણ બિલકુલ ખોટી છે. કારણ કે સાબુમાં ક્ષાર તથા સ્નિગ્ધતા હોય છે. પિતની પ્રધાનતાને લીધે મળની અંદર એક પ્રકારની લેસ, ચિકાસનો સુક્ષ્મ અંશ હાથમાં રહી જાય છે. આ અંશ સુક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે.

આ ચિકાસ ને દુર કરવા માટે માટી જેવા ક્ષાર તત્વ વાળી વસ્તુઓ જ ઉપયોગી સાબિત થાય છે. આપણે લોકો દૈનિક જીવનમાં જોઈએ છીએ કે જો કપડા ઉપર તેલનો ડાઘ પડી જાય તો તે સાબુથી ઉતરતો નથી. શારીરિક શુધ્ધિમાં માટીનો ઉપયોગ ભારતીય ઋષિઓનું ગૌરવપુર્ણ પ્રદાન છે. જે સર્વસુલક્ષ હોવા છતાં પણ અત્યંત ગુણકારી છે. વાનસ્પતિક તત્વોથી મિશ્રિત માટીમાં રોગને દુર કરવાની અદભુત ક્ષમતા છે.

ઇન્ડિયન ટોયલેટ અને વેસ્ટર્ન ટોયલેટને લઈને પણ લોકોના મનમાં સુવિધા રહેતી હોય છે કે આ બંનેમાંથી ઉત્તમ ક્યુ છે. આપણે બધા લોકો એવું મહેસુસ કરીએ છીએ કે આજકાલ પશ્ચિમી સંસ્કૃતિ આપણા વ્યક્તિગત જીવનમાં પોતાનું સ્થાન બનાવી ચુકેલ છે. આપણે લોકો પોતાની ખાણીપીણી, રહેણીકરણી, પોશાક વગેરે બધી ચીજોમાં પશ્ચિમી સભ્યતાનું અનુકરણ કરી રહ્યા છીએ. જો વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો શૌચાલય જેવી ચીજોમાં પણ આપણે પશ્ચિમી દેશો ની પદ્ધતિને અપનાવતા જઈ રહ્યા છીએ. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા આપણે ઇન્ડિયન ટોયલેટ નો ઉપયોગ અને વેસ્ટર્ન ટોયલેટ નાં ઉપયોગ નાં ફાયદા અને નુકસાન વિશે જાણકારી હોવી જોઈએ.

ભારતમાં સૌથી વધારે ઇન્ડિયન ટોયલેટ નો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરતા સમયે વ્યક્તિ પોતાના પગની મદદથી બેસીને મળ ત્યાગ કરે છે. આ પ્રકારની વ્યવસ્થા ને સ્કેટિંગ પોઝીશન કહે છે. તમે વ્યાયામનું મહત્વ જાણો છો. તે તમારા જીવન માટે ખુબ જ આવશ્યક છે. તમે ઇન્ડિયન ટોયલેટ નો ઉપયોગ કરીને દરરોજ વ્યાયામ કરી શકો છો. જે તમારી આયુષ્યને વધારી શકે છે.

અમુક લોકો જે વેસ્ટર્ન ટોયલેટ નો ઉપયોગ કરે છે તેઓ ભારતીય શૌચાલયનું મહત્વ સમજતા નથી. ભારતીય શૌચાલયનો ઉપયોગ કરતા સમયે તમે ફક્ત પોતાના હાથનો ઉપયોગ નથી કરતા, પરંતુ પોતાના પગ નો ઉપયોગ પણ કરો છો. જેનાથી તમારા શરીરમાં વ્યાયામની સ્થિતિ બને છે અને તમને પરસેવો પણ આવે છે. એવું માનવામાં આવે છે કે જે રીતે આપણે ઇન્ડિયન ટોયલેટમાં બેસીએ છીએ એવી સ્થિતિમાં રક્ત પરીસંચરણ યોગ્ય રીતે થાય છે અને તમારા હાથ અને પગને વ્યાયામ કરવામાં પણ મદદ મળે છે.

શૌચ ક્રિયા બાદ સાફ-સફાઈનું ધ્યાન રાખવું પણ ખુબ જ આવશ્યક હોય છે, જે ભારતિય પરંપરા અનુરૂપ છે. તમને કદાચ જણ નહીં હોય કે વેસ્ટર્ન ટોયલેટ નો ઉપયોગ કર્યા બાદ પેપર અથવા ઝેડ સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડિયન ટોયલેટ નો ઉપયોગ કર્યા બાદ આપણે પોતાના અંગોને પાણીથી હાથથી સાફ કરીએ છીએ અને ત્યારબાદ સાબુ અને પાણીની સાથે પોતાના હાથ સાફ કરીએ છીએ. પોતાના મળદ્વારને ફક્ત કાગળથી સાફ કરીને તમે સંપુર્ણ સ્વચ્છતા જાળવી શકતા નથી, એટલા માટે પોતાના મળદ્વારને સાબુથી સાફ કરવું વધારે શ્રેષ્ઠ રહે છે, જેથી ત્યાં બેક્ટેરિયા ન રહે. એટલા માટે ઇન્ડિયન ટોયલેટ નો ઉપયોગ ખુબ જ વધારે ફાયદાકારક અને સ્વચ્છ હોય છે.

પાણીને અમુક હદ સુધી ભારતીય શૌચાલયનો ઉપયોગ કરીને બચાવી શકાય છે. પાણીની બચત એક મહત્વપુર્ણ વિષય છે. જો આપણે પાણીની બચત નહીં કરીએ તો નિશ્ચિત રૂપથી ભવિષ્યમાં આપણે પાણીના સંકટનો સામનો કરવો પડી શકે છે. જ્યારે આપણે ઇન્ડિયન ટોયલેટ નો ઉપયોગ કરીએ છીએ તો સામાન્ય રીતે ફક્ત ૨ અથવા ૪ મગ પાણીની આવશ્યકતા હોય છે. પરંતુ જો આપણે વેસ્ટર્ન ટોયલેટ નો ઉપયોગ કરીએ છીએ તો તેમાં ખુબ જ વધારે પાણીની આવશ્યકતા રહે છે, જે ફ્લશ સિસ્ટમ દ્વારા બરબાદ થઈ જાય છે. એટલા માટે પાણીની બરબાદી રોકવા માટે ઇન્ડિયન ટોયલેટ નો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.