હિન્દુ ધર્મનાં મેનેજમેન્ટ ગુરુ છે ભગવાન શ્રીકૃષ્ણ, તેમની આ ૫ વાતો બદલી શકે છે કોઈપણ વ્યક્તિનું જીવન

Posted by

હાલમાં જ સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સંપુર્ણ ધામધુમથી ઉજવવામાં આવી હતી. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણને હિન્દુ ધર્મમાં મેનેજમેન્ટ ગુરુના રૂપમાં ઓળખવામાં આવે છે. તેમણે ઘણી જીવન ઉપયોગી એવી વાતો જણાવી છે જેનું પાલન કરવાથી કોઈપણ વ્યક્તિનું જીવન હંમેશા માટે બદલી શકે છે. તે સમયે જણાવવામાં આવેલી તેમની વાતો આજના સમયમાં પણ ખુબ જ મહત્વપુર્ણ છે. શ્રીકૃષ્ણનું વ્યવહારિક જ્ઞાન આજે પણ સફળતાની ગેરંટી આપે છે.

મહાભારતનાં સૌથી મોટા યોદ્ધા અર્જુને પોતાના ગુરૂ પાસેથી શિક્ષા લીધી હતી. તે સિવાય પોતાના જીવનના અનુભવો થી પણ ઘણું બધું શીખી રહ્યા હતા. આજે અમે તમને શ્રીકૃષ્ણની એવી ૧૦ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું પાલન કરવાથી તમને જીવનમાં ક્યારેય પણ અસફળતા પ્રાપ્ત થશે નહીં.

કર્મ

तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च। मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्।।अध्याय 8, श्लोक 7

અર્થ

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે અર્જુન તું મારું ચિંતન કર, પરંતુ તેની સાથે પોતાનું કર્મ કરતો રહે. શ્રીકૃષ્ણ પોતાનું કામ છોડીને દરેક સમયે ભગવાનનું નામ લેવા માટે કહેતા નથી. તેઓ કોઈપણ વ્યવહારિક વાતની સલાહ આપતા નથી. ગીતામાં લખેલું છે કે કર્મ વગર જીવન શક્ય નથી. કર્મથી જે મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તે સન્યાસ થી પણ મળતી નથી.

આજીવિકા

सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि। प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति।। अध्याय 3, श्लोक 33

અર્થ

દરેક વ્યક્તિએ પોતાના સ્વભાવ અનુસાર પોતાનું કામ અને આજીવિકા ની પસંદગી કરવી જોઈએ. મનુષ્ય એ જ કામ કરવું જોઇએ, જેમાં તેમને ખુશી મળે છે. વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને ક્ષમતા અનુસાર કામ કરવું જોઈએ. જે ચીજની જરૂરિયાત હોય તેના અનુસાર કામ કરો. ગીતામાં લખેલું છે કે જે કામ હાલમાં તમારા હાથમાં છે, તેનાથી વધારે શ્રેષ્ઠ કંઈ નથી. તેને પુરા મનથી કરવું જોઈએ.

શિક્ષા

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन:।। अध्याय 4, श्लोक 34

અર્થ

શિક્ષા અને જ્ઞાન એ જ વ્યક્તિ પ્રાપ્ત કરે છે જે તેના માટે જિજ્ઞાસુ રહે છે. સન્માન અને વિનયશીલતા થી જ સવાલ પુછવા પર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે લોકોની પાસે જાણકારી છે, તેઓ એજ સમયે તમને જણાવશે, જ્યારે તમે તેમને સવાલ કરશો. પુસ્તકોમાં જે વાંચેલું છે અથવા તો કોઈ જગ્યાએથી સાંભળેલું છે, તેને તર્કની કસોટી ઉપર તોળવું ખુબ જ જરૂરી હોય છે. જે શાસ્ત્રોમાં લખેલું છે, જે ગુરુ પાસેથી શીખેલું છે અને જે અનુભવ પ્રાપ્ત થાય છે તે બધા જ્ઞાનનાં યોગ્ય તાલમેળ થી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

સ્વાસ્થ્ય

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु। युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा।। अध्याय 6, श्लोक 17

અર્થ

જે વ્યક્તિ યોગ્ય માત્રામાં ભોજન કરે છે અને સમયસર ઊંઘ કરે છે અને જેની દિનચર્યા નિયમિત હોય છે તે વ્યક્તિમાં યોગ એટલે કંઈ અનુશાસન આવી જાય છે. આવા લોકો જીવનમાં દુઃખ અને રોગથી દુર રહે છે. સાત્વિક ભોજન સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય છે, તેનાથી જીવન, પ્રાણશક્તિ, બળ, આનંદ અને ઉલ્લાસ વધે છે.

ખુશી

मास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदु: खदा:आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत।। अध्याय2, श्लोक 14

અર્થ

જીવનમાં સુખ-દુઃખ ઋતુની જેમ આવે છે જે રીતે ઠંડી અને ગરમી આવે છે અને ચાલી જાય છે. એવી જ રીતે સુખ અને દુઃખ પણ રહે છે. તેને સહન કરતા શીખવું જોઈએ. ગીતામાં લખેલું છે કે જે વ્યક્તિએ ખરાબ ઈચ્છાઓ અને લાલસા છોડી દીધી છે, તેને શાંતિ મળી જાય છે. કોઈપણ મનુષ્ય ઇચ્છાઓથી મુક્ત થઈ શકતો નથી, પરંતુ વ્યક્તિએ પોતાની ઈચ્છાની ગુણવત્તા બદલવાની હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *