હિન્દુ ન હોવા છતાં પણ ગણપતિ બાપા માં ઊંડી આસ્થા રાખે છે આ સ્ટાર્સ, ઘરમાં કરે છે ગણપતિ ની સ્થાપના

Posted by

આ સમયે દરેક તરફ માત્ર અને માત્ર ગણપતિ ની ધુમ જોવા મળી રહી છે. બાપાનો “જય જય કાર” હાલનાં સમયે દરેક તરફ સાંભળવા મળી રહેલ છે. જ્યારે બોલિવુડમાં તો આ ખાસ તહેવારની ધુમ કંઈક અલગ જ જોવા મળી રહી છે. બોલિવુડ કલાકાર જોરશોરથી આ તહેવાર ઉજવી રહ્યા છે. જ્યારે ખાસ વાત એ છે કે આ તહેવારને હિન્દુ સ્ટાર્સ તો ઉજવે જ છે, તે સિવાય ઘણા બીજા કલાકાર છે જે અલગ ધર્મનાં છે અને તે પણ તેને સેલિબ્રેટ કરે છે.

સલમાન ખાન

બોલિવુડનાં દબંગ સલમાન ખાન બાપાનાં સૌથી મોટા ભક્ત છે. સલમાનનાં પરિવારમાં દર વર્ષે બાપાનું સ્વાગત થાય છે અને ધુમધામથી ગણપતિ પુજા થાય છે. સલમાનની બહેન અર્પિતા ખાન શર્માનાં લગ્ન પછીથી આ તહેવાર તેમના ઘરે ઉજવાય છે. જોકે પહેલા આ તહેવાર સલમાનનાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જ સેલિબ્રેટ થતો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનની ફેમિલી ભગવાન ગણેશને દોઢ દિવસ માટે ઘરમાં સ્થાપિત કરશે. પરંતુ સલમાન આ પુજાનો ભાગ નહીં હોય, કારણ કે સલમાન ખાન તુર્કીમાં છે.

કેટરીના કૈફ

સલમાન સિવાય જે તેમની નજીકની અને અભિનેત્રી કેટરીના કૈફ પણ આ ખાસ તહેવારને ઉજવે છે. ભલે કેટરીના પોતે બાપા ની સ્થાપના ન કરતી હોય પરંતુ તે દર વર્ષે બાપાની પુજા-અર્ચના કરે છે. આ વર્ષે પણ તે અર્પિતા ખાન શર્માનાં ઘરે ગણપતિ પુજામાં ગઈ હતી.

સોહા અલી ખાન

નવાબી ખાનદાન સાથે સંબંધ રાખવા વાળી અભિનેત્રી સોહા અલી ખાન પણ દર વર્ષે બાપાની પુજા કરે છે. સોહા જાતે ગણપતિનાં દર્શન માટે જાય છે. હાલનાં સમયે પણ તે પતિ કૃણાલ ખેમુ અને દીકરી ઈનાયા ને લઈને ગણપતિ દર્શન માટે ગઈ હતી.

શાહરુખ ખાન

બોલિવુડનાં બાદશાહ ખાન શાહરુખ ખાન પણ બાપામાં ખુબ જ આસ્થા રાખે છે. કિંગ ખાન પણ ગણેશ ભગવાનનાં તહેવારને ઉજવે છે. શાહરૂખનાં ઘરમાં પણ બાપાની પુજા થાય છે. ગયા વર્ષે જ શાહરૂખ ખાને પોતાના ઘરે બાપાનું સ્વાગત કર્યું હતું. જોકે હાલનાં સમયે હજુ કંઇ જાણકારી નથી આવી.

સારા અલી ખાન

વળી સારા દરેક તહેવાર ધુમધામથી ઊજવે છે. ગણેશ ચતુર્થી ની સાથે તે ઈદ, દિવાળી પણ સેલિબ્રેટ કરતી દેખાય છે. આ તસ્વીરમાં તે બાપાની મુર્તિ સામે હાથ જોડીને નજર આવી.

રેમો ડિસુઝા

બોલીવુડનાં જાણીતા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસુઝાનાં ઘર પર પણ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. રેમો ડિસુઝાએ પોતાના ઘર પર ભગવાન ગણેશજીની મુર્તિની સ્થાપના કરી છે. ગયા વર્ષે તો તેમણે પુજા પછી ઘર પર જ વિસર્જન કરી દીધુ હતું.

સુઝેન ખાન

ગયા વર્ષે સુઝેન ખાને પોતાના એક્સ હસબંડ ઋત્વિક રોશન સાથે ગણપતિનું વેલકમ કર્યું હતું. ઋત્વિક અને તેમના પરિવાર સાથે સુઝેને પણ ગણપતિ નું આગમન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *