હિન્દી સિનેમા જગતમાં પોતાની મહેનતનાં દમ ઉપર નામ બનાવનાર એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિક નું નિધન થઈ ગયું છે. એક્ટરનાં નિધનનાં સમાચાર તેમના મિત્ર અને કો-એક્ટર અનુપમ ખેર દ્વારા આપવામાં આવેલ છે. સતીશ કૌશિકનાં નિધનનાં સમાચાર વાયરલ થવાની સાથોસાથ તેમની છેલ્લી તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં સતીશ કૌશિક હોળી પર રંગોની મસ્તીમાં ડુબેલા નજર આવી રહ્યા છે. એક્ટર ની છેલ્લી તસ્વીરો જોઈને ફેન્સ ઈમોશનલ થતા નજર આવી રહ્યા છે.
એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિકે છેલ્લી વખત ટ્વિટર ઉપર હોળી સેલિબ્રેશનની અમુક તસ્વીરો શેર કરેલી હતી. આ તસ્વીરોમાં સતીશ કૌશિક, જાવેદ અખ્તર, રુચા ચઢ્ઢા અને અલી ફેજલ ની સાથે મસ્તીના રંગમાં ડુબેલા નજર આવી રહ્યા છે. સતીશ કૌશિક એ તસ્વીરોની સાથે લખ્યું હતું કે, “રંગીન ખુશી મસ્તી જાનકી કુટીર જુહુ માં હોળી પાર્ટી, જેને જાવેદ અખ્તર અને શબાના આઝમી એ હોસ્ટ કરેલ છે. નવા પરણીત કપલ અલી ફેઝલ અને રુચા ચઢ્ઢા સાથે પણ મુલાકાત કરી. બધાને હોળીના અભિનંદન.”
સતીશ કૌશિક નું નિધન ૮ માર્ચનાં રોજ રાત્રે ગુરુગ્રામ નાં ફોર્ટિસ હોસ્પિટલમાં થયેલું છે. રિપોર્ટ અનુસાર સતીશ કૌશિકની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જણાવી દઈએ કે સતીશ કૌશિકે પોતાની કારકિર્દીમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કરેલ છે. તેમણે ૧૯૯૩માં “રૂપ કી રાની ચોરો કા રાજા” જેવી ફિલ્મમાં ડાયરેક્ટર તરીકે કામ કરેલું હતું.
સતીશ કૌશિકે ૨૪ કલાક પહેલા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરેલી હતી. તેમણે મંગળવારના રોજ પોતાના ફિલ્મી મિત્રોની સાથે હોળી રમેલી હતી. જેમાં તેઓ ખુબ જ ખુશ નજર આવી રહ્યા હતા. તેમણે પોતાની પોસ્ટ દ્વારા ફેન્સને પણ હોળીની શુભકામનાઓ આપેલી હતી. તેની તસ્વીરો જોયા બાદ હવે બધા લોકો એવું જ કહી રહ્યા છે કે, “જિંદગી બેવફા છે.” હવે તેમની છેલ્લી પોસ્ટ જોઈને ફેન્સ ભાવુક બની રહ્યા છે. તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે “મિસ્ટર ઈન્ડિયા” વાળા “કેલેન્ડર” હવે આ દુનિયામાં રહ્યા નથી.
સતીશ કૌશિકનાં અચાનક મૃત્યુથી બધા જ લોકો આઘાતમાં છે. એક યુઝરે તેમની પોસ્ટ ઉપર કોમેન્ટ કરેલી હતી, “જીવન કેટલું ક્રુર હોઈ શકે છે. કલાકો પહેલા મેં તેમની આ પોસ્ટ ઉપર પ્રશંસા કરી હતી અને હવે આઘાતજનક સમાચાર સાંભળી રહ્યો છું. સતીશજી તણાવનાં આ યુગમાં અમને હસાવવા માટે થેન્ક્યુ.”
જણાવવામાં આવી રહ્યું છે કે સતીશ કૌશિક નું મૃત્યુ હાર્ટ એટેક થી થયેલું છે. તેઓ પોતાના કોઈ સંબંધીને મળવા માટે ગુરુગ્રામ આવ્યા હતા, જ્યાં કારમાં અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, પરંતુ બચાવી શકાયા નહીં.