વાઇરલ વિડિયો : હોસ્પિટલમાં દરરોજ આવતો હતો અજીબ અવાજ, લોકોએ કહ્યું આત્માનું ચક્કર છે પણ પછી….

Posted by

ભૂત-પ્રેત અને આત્મા જેવી ચીજો હકીકતમાં હોય છે કે નહીં તેના પર હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે. અમુક લોકો આ શક્તિઓમાં વિશ્વાસ રાખે છે અને અમુક તેને બસ મનનો ભ્રમ બતાવે છે. સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી વખત આવા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં ભૂત પ્રેત હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે આ દાવામાં હકીકતને લઈને મનમાં હંમેશા શંકા રહેતી હોય છે. હવે મધ્યપ્રદેશનાં ઇન્દોર શહેરમાં એમવાય હોસ્પિટલ ની એક ઘટનાને જ લઈ લો. અહીંયા બેઝમેન્ટમાં રોજ કોઇની ચીસનો અવાજ સંભળાય છે. જોકે હોસ્પિટલ પ્રશાસને તેની તપાસ કરી તો આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી.

હોસ્પિટલમાં દરરોજ રાતે આવે છે ચીસનો અવાજ

હકીકતમાં ઇન્દોરના એમવાય હોસ્પિટલનાં ગાર્ડ પાછલા અમુક સમયથી ગભરાયેલા છે. તેમનું કહેવું છે કે દરરોજ રાતે હોસ્પિટલના બેઝમેન્ટમાં કોઇની ચીસનો અવાજ સંભળાય છે. સાબિતી ના રૂપમાં આ ઘટનાનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થવાની સાથે ઘણી બધી કહાનીઓ પણ જણાવવામાં આવી રહી છે. એક કહાનીમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં થોડા સમય પહેલાં ૯૦ ટકા સુધી સળગી ચૂકેલી એક મહિલા આવી હતી. આ મહિલાનું ઈલાજ દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. હવે આ મહિલાની લાશ તો હોસ્પિટલમાંથી ચાલી ગઈ, પરંતુ તેની આત્મા રાતે ભટકવા લાગી.

તપાસ કરવા પર થયો ચોંકાવનારો ખુલાસો

વિડીયો વાયરલ થયો તો હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક ટીમ તપાસ માટે બેસાડવામાં આવી. જ્યારે આ ટીમે તેની તપાસ કરી તો મળી આવ્યું કે રાતના સમયે આવતો અવાજ એક દર્દીનો છે. આ દર્દી હાડકાનાં રોગો વિભાગમાં દાખલ કરેલ છે. રોજ રાતે જ્યારે તેનું ડ્રેસીંગ કરવામાં આવે છે તો તે દુખાવાથી ચીસ પાડે છે. રાત અને અંધારું હોવાને કારણે આ અવાજ બેઝમેન્ટમાં ગુંજતો હતો. પરંતુ બાકી લોકોની સંતુષ્ટિ માટે ૨૫ જુલાઇ ની રાતે ટીમને તેનાત કરવામાં આવી. જોકે તે રાતે કોઈ પણ અવાજ સંભળાયો નહોતો. જ્યારે ટીમે તે દર્દી વિશે જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે તે રાતે તે દર્દી ઓપરેશન થિયેટરમાં હતો, જેના કારણે તેની ચીસનો અવાજ સંભળાયો નહોતો.

જુઓ વિડિયો


હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે તે લોકો ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે, જેમણે હોસ્પિટલમાં ભૂત હોવાની અફવા ઉડાવી હતી. હોસ્પિટલ અધિક્ષક ડૉ. પીએસ ઠાકોરે જણાવ્યું હતું કે હોસ્પિટલનું બાંધકામ જૂનું છે અને અહીંયા વેન્ટિલેટર પણ છે તેના કારણે રાત્રીના સન્નાટામાં અવાજ સમગ્ર હોસ્પિટલમાં ગુંજે છે. એટલા માટે તે અવાજો પણ હોસ્પિટલના દર્દીઓના જ હતા. કોઈ એમ જ ભૂત હોવાની અફવા ઉડાવી દીધી હતી. અમે આવા લોકો ઉપર સખત કાર્યવાહી કરી, તેમને જેલ મોકલશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *