તમે હરવા ફરવા જતા હોય અથવા કોઇ કામથી અન્ય કોઈ શહેર દેશ-વિદેશમાં જતા હોય તો ઘણી વખત હોટલમાં રોકાવું પડે છે. હોટલમાં તમે અલગ-અલગ ફ્લોર પર અલગ-અલગ નંબર રૂમ પણ બુક કરેલા હશે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે હોટલમાં ૧૩ નંબરનો કોઈપણ રૂમ હોતો નથી. મોટાભાગની હોટલોમાં આવું થતું હોય છે. ઘણી હોટલમાં તો ૧૩માં નંબરનો માળ પણ હોતો નથી અને તેના લીધે લિફ્ટમાં ૧૨ નંબર બાદ સીધા ૧૪ નંબરનુ બટન હોય છે. તેની પાછળ નો કારણ કદાચ તમે જાણતા નહીં હોય.
ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ૧૩ નંબરને અશુભ અંક માનવામાં આવે છે. ત્યાંના લોકોમાં ૧૩ અંક ને લઈને એક અલગ પ્રકારનો ડર રહેલો છે. આ ડર એક પ્રકારનો ફોબિયા છે. ૧૩ નંબર થી થતા આ ડરને triskaidekaphobia કહેવામાં આવે છે. એટલા માટે ખાસ કરીને પશ્ચિમી દેશોની હોટલમાં ૧૩ નંબરનો રૂમ હોતો નથી અને ૧૩ નંબર નો માળ પણ હોતો નથી. ૧૨ માળ બાદ સીધો ૧૪ મો માળ આવે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઈસુ મસીહા ને એક વખત એક વ્યક્તિએ દગો આપ્યો હતો. તે વ્યક્તિએ ઈશુ સાથે બેસીને ભોજન પણ કર્યું હતું. વિશ્વાસઘાત કરનાર વ્યક્તિ ૧૩ નંબર ની ખુરશી ઉપર બેસેલ હતો. આ ઘટના બાદ અમેરિકા અને યુરોપના દેશોમાં ૧૩ નંબરને અશુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ દુનિયાભરની તો મોટાભાગની મોટી હોટલો ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સાર વિદેશી પર્યટકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. એટલા માટે વેસ્ટન કન્ટ્રીઝ ની જેમ એશિયાઈ દેશોમાં પણ હોટેલમાં ૧૩ નંબરનાં રૂમ બનાવવામાં આવતા નથી.
૧૩ નંબરનો ફોબિયા અહીંયા ખતમ થતો નથી. જો તમે ચંડીગઢ ના રહેવાસી છો અથવા તો તેના વિશે જાણકારી રાખો છો તો તમને જણાવી દઈએ કે ચંડીગઢમાં સેક્ટર ૧૩ છે જ નહીં. કહેવામાં આવે છે કે શહેર નો નકશો તૈયાર કરનાર આર્કિટેક્ટ પણ ૧૩ નંબરને અશુભ માનતો હતો અને એટલા માટે ત્યાં સેક્ટર ૧૨ બાદ સેક્ટર ૧૪ જ આવેલ છે.
લોજીકલી જોવામાં આવે તો ૧૨ માળ ઈમારતમાંથી હકીકતમાં ૧૩ મો માળ ગાયબ થઈ શકતો નથી. માળ ને કાઉન્ટ કરવા પર ૧૩ મો માળ નજર તો આવે છે પરંતુ તેનું નામ બદલી દેવામાં આવે છે. ઘણી વખત બિલ્ડિંગને ૧૨ માળ બાદ ૧૨-એ અથવા ૧૪-એ નામ આપવામાં આવે છે. જ્યારે ઘણી જગ્યાએ તો ૧૨ બાદ સીધા ૧૪ નંબર આપી દેવામાં આવે છે. ભારતનાં ઘણા હોટલ માં પણ આજકાલ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.