હોટેલમાં ગર્લફ્રેંડ સાથે રંગરેલીયા માનવી રહ્યો હતો CRPF કમાંડેન્ટ, પત્નીએ બનાવી લીધો વિડીયો

Posted by

પતિ અને પત્ની વચ્ચે ભરોસો અને વફાદારી હોવી ખુબ જ જરૂરી છે. બંનેમાં કોઈ એક પણ બેવફા બને છે તો મધુરતા ભરેલું લગ્ન જીવન તુટી જતું હોય છે. પતિ જ્યારે પણ પોતાની પત્ની સાથે ચીટિંગ કરે છે, તો તે આ વાતને છુપાવવાની કોશિશ કરે છે. પરંતુ કહેવામાં આવે છે કે એક દિવસ સત્ય જરૂરથી બહાર આવે છે. એક દિવસ પતિના કાળા કારનામા ની પોલ જરૂરથી ખુલે છે. હવે રાજસ્થાનની રાજધાની જયપુરની આ ઘટનાનું ઉદાહરણ લઈ લો. અહિયાં એક સીઆરપીએફ કમાંડેન્ટ પોતાની પત્નીથી ચોરીછુપી પ્રેમિકા સાથે હોટલનાં રૂમમાં રંગરેલીયા મનાવી રહ્યો હતો. તેની પત્નીએ તેને રંગેહાથ પકડી લીધો અને ત્યારબાદ જે ડ્રામા શરૂ થયો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ધુમ મચાવી રહ્યો છે.

આ સમગ્ર મામલો જયપુરની એક હોટલ રોયલ પ્લાઝા નો છે. અહીંયા એક સીઆરપીએફ કમાંડેન્ટ પોતાની પત્નીને દગો આપીને જોધપુરની રહેવાવાળી પોતાની ગર્લફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યો હતો. જો કે પત્નીને પતિ ઉપર પહેલાથી શંકા હતી. તે ઘરે ઘણી કલાકો સુધી ફોન પર કોઈ સાથે વાતચીત કરતો રહેતો હતો. જ્યારે પત્ની તેને તેના વિશે પુછતી હતી તો તે કામની વાત કહીને ટાળી દેતો હતો. પત્નીને શંકા જવાને લીધે તે ઘણા દિવસો સુધી પતિ નો પીછો કરતી રહી હતી. જ્યારે તેણે પતિને જયપુરની હોટલમાં પોતાની પ્રેમિકા સાથે જોડાયેલ તો તેણે પોતાના ભાઈઓ અને અન્ય લોકોને પણ બોલાવી લીધા.

ત્યારબાદ હોટલની માસ્ટર ચાવીથી પત્ની પતિના રૂમનો દરવાજો ખોલે છે. અહીંયાનું દ્રશ્ય જોઇને દંગ રહી જાય છે. તેનો પતિ પોતાની પ્રેમિકા સાથે સોફા પર આપતિજનક સ્થિતિમાં હતો. પત્નીએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. પતિની પ્રેમિકા જોધપુર ની સરકારી સ્કુલમાં શિક્ષિકા હતી. તે પણ વીડિયોમાં જોવા મળી રહી હતી. પ્રેમિકા એ જયપુરના શાસ્ત્રીનગર પોલીસને સ્ટેશનમાં સીઆરપીએફ કમાંડેન્ટ ની પત્ની તથા તેના ભાઇઓ વિરુઘ્ધ આ બાબતને લઈને કેસ પણ દાખલ કર્યો છે.

તેણે પ્રેમીની પત્ની તથા ભાઇઓ વિરુઘ્ધ મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે સીઆરપીએફ કમાન્ડોની પત્ની અને તેના ભાઈઓએ મારો આપત્તિજનક વિડીયો બનાવ્યો અને તેને જાણી જોઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. હવે આ વિડીયો તેના સંબંધી અને જાણીતા લોકો સુધી પહોંચી ગયો છે. જેનાથી તેની ખુબ જ બદનામી થઇ રહી છે.

શાસ્ત્રી નગર પોલીસ ઓફિસનાં SSO દિલીપ સોનીનાં જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલામાં સીઆરપીએફ ઓફિસરની પત્ની સહિત ૬ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવે છે કે પત્નીએ આ પહેલા પણ ઘણી વખત પોતાના પતિને રંગે હાથ પકડવાની કોશિશ કરી હતી. પરંતુ પાછલા મહિને ૧૦ જુનનાં રોજ તે સફળ રહી હતી. આ મામલો ફરીથી ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે સીઆરપીએફ ઓફિસરની પ્રેમિકાએ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની સાથે થયેલ મારપીટની ફરિયાદ દાખલ કરાવી હતી. સાથે સાથે તેણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ પોતાના વીડિયોને હટાવવાની પણ વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *