હોટેલમાં તમે જે સાબુ અને શેમ્પુ ને ઉપયોગ કર્યા બાદ બચી ગયેલા છોડીને આવો છો, તેનું પાછળની શું કરવામાં આવે છે એ તમને ખબર છે? મોટાભાગનાં લોકો નથી જાણતા

દુનિયાની દરેક નાની-મોટી હોટલમાં આપણને નવો સાબુ, મોઈશ્ચરાઈઝર, ટુથપેસ્ટ અને આવા તમામ પ્રસાધન મળે છે. ઘણી મોટી હોટલમા આ સાબુ અને શેમ્પુ દરરોજ બદલી દેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે સાબુ શેમ્પુ કે ટુથપેસ્ટ વગરનો આપણે ઉપયોગ નથી કરતા અથવા અડધો ઉપયોગ કરી શકીએ છીએ, તેનું બાદમાં શું કરવામાં આવે છે.

આ સવાલનો એક સીધો જવાબ એવો પણ હોઈ શકે છે કે જે અડધો ઉપયોગ કરવામાં આવેલ પ્રોડક્ટ છે તેને ફેંકી દેવામાં આવતું હશે. સાથોસાથ તે આઈટમ જે ઉપયોગ થયેલ નથી અને પેકિંગ માં જ છે તેને બીજા ગેસ્ટને આપવામાં આવતું હશે. સાંભળવામાં પહેલા તમને આ સાચું લાગતું હશે પરંતુ તે સંપુર્ણ હકિકત નથી.

પહેલા કચરામાં ફેંકી દેવામાં આવતી હતી આવી આઈટમ

એટલું તો નક્કી છે કે દરરોજ લાખોની સંખ્યામાં હોટલના રૂમમાંથી આવી ચીજો નીકળે છે. આજથી ૯ વર્ષ પહેલા મોટા ભાગની હોટલવાળા તેને કચરામાં ફેંકી દેતા હતા. એટલે કે દરરોજ હજારો ટન આવો કચરો, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેનો કોઈ ઉપયોગ થતો ન હતો. તે દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો એક રિપોર્ટ સામે આવેલ જેમાં જણાવવામાં આવ્યું હતું કે હોટેલના રૂમમાં રહેલ સાબુ શેમ્પુને આવી જ રીતે દરરોજ બરબાદ થતી પ્રોડક્ટ એક તરફ કચરાનો ઢગલો વધારી રહેલ છે, તો વળી લાખો ગરીબો લોકોને સ્વચ્છતાની સમસ્યાનું સમાધાન થઇ શકે છે.

દરરોજ લાખોની સંખ્યામાં સાબુ અને શેમ્પુ

એટલે કે એવા લોકો જે સાબુ અને શેમ્પુ ખરીદી શકતા નથી અને ગંદકીને કારણે બીમારીઓનો શિકાર થઈ જાય છે, તેનું કલ્યાણ થઈ શકે છે. વર્ષ ૨૦૦૯ની વાત છે. અમુક એનજીઓએ તેને લઈને એક ઝુંબેશ ચલાવી. એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર રોજ લાખોની સંખ્યામાં આવી આઈટમ હોટલના રૂમમાંથી બહાર નીકળે છે. દેશમાં લગભગ દોઢ લાખ હોટલનાં રૂમ છે. કલ્પના કરી શકો છો કે દરરોજ અહીંયા રોકાવા માટે આવનાર મહેમાનો આવા કેટલા સાબુ હશે, જેનો ઉપયોગ નહીં કરી શકતા હોય. તે સિવાય મોઈશ્ચરાઈઝર, કન્ડિશનર, શેમ્પુ વગેરે વગેરે.

રિસાયકલ કરીને વિકાસશીલ દેશોમાં મોકલવામાં આવે છે

જેથી આ સમસ્યાનું સમાધાન કાઢીને તેને દુનિયાભરમાં “ક્લીન ધ વર્લ્ડ” અને આવી ઘણી સંસ્થાઓએ એક સાથે મળીને એક ઝુંબેશ ચલાવી. તેના અંતર્ગત અડધા પ્રયોગ કરેલા સાબુ ને નવા સાબુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી જ રીતે કન્ડિશનર, શેમ્પુ અને મોઈશ્ચરાઈઝર ની સાથે પણ આવું જ કરવામાં આવે છે. તેને રિસાયકલ કરીને વિકાસશીલ દેશોમાં મોકલી દેવામાં આવે છે.

ગરીબોમાં સ્વચ્છતાને મળશે પ્રોત્સાહન

આ ઝુંબેશ નો લાભ તે ક્ષેત્રોને મળે છે જ્યાં સ્વચ્છ પાણી, સફાઈ અને સેનીટેશનની સુવિધાઓનો અભાવ છે. ગરીબ દેશો અને દરેક દેશોમાં જ્યાં ગંદકીને લીધે નિમોનિયા અને ડાયરિયા જેવી બીમારીઓ પોતાની ઝપેટમાં લઈ લેતી હોય છે. એવી જગ્યાએ રિસાયકલ કરવામાં આવેલ સાબુ અને શેમ્પુ થી આ લોકોમાં સ્વચ્છતા ને પ્રોત્સાહન મળે છે.