ઋત્વિક રોશનની માં ૬૬ વર્ષની ઉંમરમાં પણ દેખાય છે ફિટ અને સ્ટાઇલીશ, લોકો “આંટી” ને બદલે “પિન્કી ગર્લ” કહેવા લાગ્યા

Posted by

બોલીવુડ ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશન પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને પોતાના શાનદાર લુક માટે જાણીતા છે. આજે અમે ઋત્વિક રોશન વિશે નહીં, પરંતુ તેમની માતા પિંકી રોશન વિશે વાત કરવાના છીએ, જે ૬૬ વર્ષની ઉંમરમાં પણ ઘણી ફિટ અને સ્ટાઇલિશ નજર આવે છે અને પિંકી રોશન સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ વધારે સક્રિય નજર આવે છે અને તે હંમેશા સોશિયલ મિડીયા પર પોતાના વર્કઆઉટ વીડિયો ફેન સાથે શેર કરતી રહે છે અને પોતાના ફિટનેસ વીડિયોને લઈને પિંકી રોશન હંમેશા ખુબ જ ચર્ચામાં છવાયેલી રહે છે.

પિંકી રોશનનાં વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થાય છે અને પિંકી રોશન ૬૬ વર્ષની હોવા છતાં પણ ઘણી વધારે ડેડિકેશન સાથે વર્કઆઉટ કરે છે અને પોતાની ફિટનેસને કારણે વર્તમાન સમયમાં પિંકી રોશન યુવાન અભિનેત્રીઓ માટે એક પ્રેરણા બની ચુકી છે અને વળી બોલિવુડ અભિનેતા ઋત્વિક રોશન પોતાની માતાનાં  ફિટનેસનાં ફેન છે. તમને જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયા પર પિંકી રોશને  એક વીડિયો શેર કર્યો હતો અને આ વીડિયોમાં પિંકી રોશન ખુબ જ શાનદાર રીતે વર્કઆઉટ કરતી નજર આવી રહી હતી.

જણાવી દઇએ કે પિંકી રોશનનાં આ ફિટનેસ વીડિયોને જોઈને લોકો પિંકી રોશન ને પિંકી આંટી નહીં પરંતુ “પિંકી ગર્લ” નાં નામથી બોલાવવા લાગ્યા છે અને વળી આ ઉંમરમાં પિંકી રોશનનો આ વર્ક આઉટ વીડિયોને જોઇ લોકો તેમની પોતાની પ્રેરણા માનવા લાગ્યા છે અને તેનાથી વધારે ઈમ્પ્રેસ છે. લોકોનું કહેવું છે કે પિંકી રોશન જ આગળ પણ અમને ઇન્સપાયર કરતી રહેશે અને તેમના વિડિયોને વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે.

જણાવી દઇએ કે પિંકી રોશને પોતાના ફિટનેસ વિડીયો સિવાય બીજી ફોટો પણ શેર કરી છે. આ ફોટામાં પિંકી રોશન અલગ અલગ રીતે એક્સરસાઇઝ કરતી નજર આવી રહી છે. આ ફોટામાં ક્યાંક પિંકી ૧૨-૧૨ કિલોનાં ડંમબેલ્સ ઉઠાવતા વર્ક આઉટ કરી રહી છે. તો ક્યાંક  યોગનાં પોઝમાં નજર આવી રહી છે.

તમને જણાવી દઈએ કે પિંકી રોશનનાં વર્કઆઉટ ટ્રેનિંગ માટે ઘણા ફિટનેસ ટ્રેનર પણ રાખવામાં આવ્યા છે, જે પિંકી રોશનનું માર્ગદર્શન કરે છે. જેના કારણે પિંકી રોશન કોઈ પણ એક્સરસાઇઝ ખુબ જ સરળતાથી કરવામાં સફળ થાય છે.

પિંકી સોશિયલ મીડિયા પર હંમેશા વેઇટલિફ્ટિંગ, રનીંગ, બોક્સિંગ અને સ્વિમિંગ વગેરે વિડિયો પણ શેર કરતી રહે છે અને એટલું જ નહીં પિંકી રોશન પોતાને ફિટ અને એક્ટિવ રાખવા માટે ઘણી રીતની ફન એક્ટિવિટી પણ કરતી રહે છે અને તે જીમમાં કલાકો સુધી પરસેવો પણ વહાવે છે અને નિયમિત રૂપથી યોગ જરૂર કરે છે.

જણાવી દઇએ કે પિંકી રોશને એક્સરસાઇઝને પોતાનું ડેઇલી રૂટિન બનાવ્યું  છે અને એજ કારણ છે કે આજે ૬૬ વર્ષની ઉંમરમાં પણ પિંકી રોશન પોતાને આટલી ફિટ રાખે છે. મહત્વપુર્ણ છે કે ઋતિક રોશનની માતા પિંકી રોશન પોતાની ફિટનેસ સાથે જરા પણ સમાધાન નથી કરતી અને ભલે પિંકી રોશન દુનિયાથી સબંધ ના રાખતી હોય, પરંતુ તેનું સ્ટાન્ડર્ડ કોઈનાથી જરા પણ ઓછું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *