બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન હાલના દિવસોમાં સબા આઝાદને ડેટ કરી રહ્યા છે. ઋત્વિક અને સબા પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચુક્યા છે અને બંને અવારનવાર એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્ટેન્ડ કરતા નજર આવે છે. એટલું જ નહીં સબા આઝાદ પોતાના બોયફ્રેન્ડ ઋત્વિક રોશનની સાથે બોલીવુડ ઇવેન્ટ્સ અને પાર્ટીમાં પણ નજર આવે છે. પરંતુ હવે ઋત્વિક રોશન પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવા માંગે છે.
ઋત્વિક રોશન પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદની સાથે રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેના માટે તેમણે એક એપાર્ટમેન્ટ પણ જોઈ લીધો છે, જેની કિંમત કરોડોમાં છે. એક મીડિયા રિપોર્ટ સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઋત્વિક અને સબા લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની તૈયારી કરી રહ્યા છે અને બંનેએ પોતાના માટે મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ જોઈ લીધો છે. જેમાં તેઓ બંને સાથે રહેશે.
રિપોર્ટ અનુસાર ઋત્વિક રોશનનાં નજીકના વ્યક્તિએ જણાવ્યું છે કે તેઓ ઘણા સમયથી પોતાના લેડી લવ સબા આઝાદની સાથે લીવ ઇન માં રહેવાનું વિચારી રહ્યા હતા. આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવેલ છે કે સબા અને ઋત્વિક મુંબઈમાં “મન્નત” નામની બિલ્ડીંગ ના એક એપાર્ટમેન્ટમાં રહેશે. તેમના એપાર્ટમેન્ટમાં રીનોવેશન નું કામ પણ શરૂ થઈ ગયેલ છે.
ઋત્વિક અને સબા માટે આ બિલ્ડીંગ ના ટોપ ફ્લોર ના એપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવેલ છે. આશ્ચર્ય ની વાત એ છે કે આ બંને એપાર્ટમેન્ટ માટે ઋત્વિક રોશને ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરેલ છે. રિપોર્ટમાં આગળ જણાવવામાં આવેલ છે કે આ એપાર્ટમેન્ટ જુહું વર્સોવા લીંક રોડ પર સ્થિત છે અને ઋત્વિક રોશને તેને ૯૭.૫૦ કરોડ રૂપિયામાં ખરીદેલ છે. આ બંને એપાર્ટમેન્ટ ૧૫માં અને ૧૬માં માળ ઉપર છે, જે ૩૮,૦૦૦ વર્ગફુટમાં ફેલાયેલ છે. ૧૫માં માળ ઉપર સ્થિત એપાર્ટમેન્ટને ઋત્વિક રોશનને ૬૭.૫૦ રૂપિયા આપીને ખરીદેલ છે. વળી બીજા એપાર્ટમેન્ટ પર તેમણે અંદાજે ૩૦ કરોડ રૂપિયા ખર્ચ કરેલ છે.
વર્કફ્રન્ટ ની વાત કરવામાં આવે તો ઋત્વિક રોશન છેલ્લી વખત “વિક્રમ વેધા” માં નજર આવ્યા હતા. જેમાં ઋત્વિક રોશનની સાથે સૈફ અલી ખાન પણ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ખુબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. વળી હવે અભિનેતા “ફાઈટર” માં નજર આવશે. આ ફિલ્મમાં ઋત્વિક રોશનની સાથે દીપિકા પાદુકોણ સ્ક્રીન શેર કરશે.
ઋત્વિક રોશન અને તેમની ગર્લફ્રેન્ડ સબા આઝાદ બોલીવુડમાં ફેવરેટ કપલ માનવામાં આવે છે. તેની વચ્ચે ઋત્વિક રોશનના બર્થ-ડે નાં અવસર પર આજે અમે તમને કપલની અમુક રોમેન્ટિક તસ્વીરો બતાવીશું. હિન્દી સિનેમાના મશહુર એક્ટર રોશની હાલમાં જ પોતાનો ૪૯મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. તેની વચ્ચે ઋત્વિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદની ચર્ચા થવી તે સ્વાભાવિક છે. ઋત્વિક રોશનનાં જન્મદિવસના અવસર પર તેમની અને ગર્લફ્રેન્ડ સબા આઝાદની અમુક રોમેન્ટિક તસ્વીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ.
આ તસ્વીરો તે વાતની સાબિતી છે કે ઋત્વિક રોશન અને સબા આઝાદ શા માટે બોલીવુડમાં ફેવરિટ કપલ માંથી એક માનવામાં આવે છે. ઘણા અવસર પરિક રોશન પોતાના લેડી લવ સબા આઝાદનાં હાથમાં હાથ નાખેલ નજર આવે છે, એટલું જ નહીં ઘણી વખત વિદેશની ટ્રીપ દરમિયાન ઋત્વિક અને સબા ની તસ્વીરો પણ ખુબ જ વાયરલ થયેલી છે.
સાથોસાથ ફિલ્મ મેકર કરણ જોહરના બર્થ-ડે બૈશમાં આ બંનેની એક સાથે એન્ટ્રી એ તેમના રિલેશનશિપ ઉપર મહોર લગાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર ઋત્વિકનાં ચાહનારા લોકો તેમની અને સબાની આ શાનદાર તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.