ઋત્વિકને પસંદ છે સમોસા તો સોનમ ને પસંદ છે પાંવભાજી, જાણો તમારા મનપસંદ સ્ટાર્સનું ફેવરિટ ફુડ

Posted by

બોલીવુડ કલાકારો પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને ઘણા સતર્ક રહે છે. એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસમાં હોવાના કારણે કલાકારે પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન આપતા ખાનપાન પર કંટ્રોલ કરવા પડે છે. છતાં પણ અવસર મળવા પર કલાકાર પોતાનું મનપસંદ ખાવાનું છોડી શકતા નથી. આવો તમને જણાવી કે તમારા કયા ફેવરેટ કલાકારને કઈ ડીશ ઘણી પસંદ છે.

સલમાન ખાન – બિરયાની

બોલીવુડ સ્ટાર સલમાન ખાનને બિરયાની ઘણી પસંદ છે. તેમની માતાના હાથની બનેલી બિરયાની એક્ટરને ઘણી પસંદ છે. એકવાર સ્ટારે કહ્યું હતું કે, તે બિરયાની ખાવા માટે કૈફે બિરયાની જાય છે. જે હાજીઅલી દરગાહની સામે સ્થિત છે. આ સિવાય સલમાને કબાબ અને મોદક ઘણા પસંદ છે.

શાહરુખ ખાન – દાળ-ભાત, આચાર સાથે

ખાવાનાં વિષયમાં શાહરુખની પસંદ દિલ્હીવાળા જેવી છે. તેમને દાળ ભાત અને આચાર ઘણા પસંદ છે. એક્ટરને દિલ્હીનાં ફુડ સિવાય પંજાબી ચાટ પણ ઘણુ પસંદ છે. શાહરુખ પોતાની ડાયટ પર સારુ કંટ્રોલ પણ રાખે છે.

સોનમ કપુર- પાવભાજી

એક્ટ્રેસ સોનમ કપુરને પાવભાજી ઘણી પસંદ છે. જીક્યું ઇન્ડિયા અનુસાર, સોનમ જુહુ સ્થીત કપુર હોસ્પિટલ પાસે પાવભાજી વાળાને ત્યાં જવાનું પસંદ કરે છે. અહીં પર અમર જ્યુસ સેન્ટર પર મળવા વાળી પાવભાજી તેમને ઘણી પસંદ છે. અભિનેત્રીને એલ્કો પાણીપુરી વાળાની પાણીપુરી પણ ઘણી પસંદ આવી હતી. તેમની માતાને ખાર સ્થિત મની ઢોસા નાં સ્ટ્રીટ ફુડ પસંદ છે. તેમની માતાને મીઠીબાઈ કોલેજની બહાર મળવા વાળી પાવભાજી, કાલા ઘોડા પર અયુબ નાં રોલ અને એસ.એન.ડી.ટી ની બહાર મળવા વાળી સેન્ડવીચ ઘણી પસંદ છે.

ઋત્વિક રોશન- સમોસા

“ગ્રીક ગોડ” કહેવાતા એક્ટર ઋત્વિક રોશન ખાવાના વિષયમાં ઘણા દેશી છે. તેમની ફેવરિટ લિસ્ટમાં સમોસા ટોપ પર રહે છે. કહેવામાં આવે છે કે ઋત્વિક એકવારમાં ઘણા સમોસા આરામથી ખાઈ શકે છે.

દીપિકા પાદુકોણ – ઈડલી

દીપિકા પાદુકોણનું બાળપણ સાઉથ ઇન્ડિયામાં પસાર થયું છે. કદાચ એટલા માટે એક્ટ્રેસને સાઉથ ઇન્ડિયન ડીશ ઘણી પસંદ છે. એક્ટ્રેસને ઈડલી અને સીફુડ ઘણું પસંદ છે.

અનુષ્કા શર્મા – ઇન્ડિયન ચાઈનીઝ ફુડ

અન્ય કલાકારની જેમ અનુષ્કા શર્માને જંકફુડ જેમકે પીઝા, બર્ગર પસંદ નથી. આ સિવાય એક્ટ્રેસને ઘરનું બનેલું ખાવાનું વધારે પસંદ છે. ઘરમાં બનેલા ખાવા સિવાય અનુષ્કાને બેંગ્લોરના સમર્પણનું ઇન્ડિયન ચાઈનીઝ ફુડ પસંદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *