ઇમ્યુનિટી વધારવા માટે જરૂરથી પીવો આ જ્યુસ, કોરોના વાયરસ સામે લડવામાં મળશે મદદ

Posted by

હાલના સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાયેલું છે. કોરોના વાયરસની કોઈ વેક્સિન અથવા દવા હજી સુધી શોધવામાં આવી નથી. એટલા માટે વિશ્વભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, જેથી તેના સંક્રમણને અટકાવી શકાય. હાલમાં તેની કોઈ દવા અથવા વેક્સિન ન હોવાને કારણે રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત હોવાને કારણે તમે કોરોના વાયરસ સામે જંગ જીતી શકો છો.

આપણાં ઘરમાં એવી ઘણી ચીજો મળી આવે છે, જેનાથી આપણે આપણા શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારી શકીએ છીએ. તેનું સેવન નિયમિત રૂપથી કરવામાં આવે તો કોરોના વાયરસ જેવા ઘાતક રોગની સામે રક્ષણ મેળવી શકાય છે. આજે અમે તમને તમારા આર્ટિકલમાં આવા એક જ્યુશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે પોતાની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારી શકો છો.

કોઈપણ વેક્સિનની રોગ પ્રતિરોધક ક્ષમતા તેના શરીરને રોગોથી બચાવવા માટે સક્રિય અવસ્થામાં કાર્ય કરતી હોય છે. તે માનવ શરીરનું એક એવું કાર્ય છે જે કમજોર પડી જાય તો ઘણા પ્રકારની બિમારીઓની ઝપેટમાં આવી જવાય છે. તમે ઘણા એવા લોકોને પણ જોયા હશે જે હંમેશાં શરદી-ખાંસી અને તાવથી પીડિત રહેતા હોય છે. આવા લોકોને ઇમ્યુનિટી ખૂબ જ કમજોર હોય છે અને એ જ કારણ છે કે તે લોકો બીમારીઓથી ગ્રસ્ત રહેતા હોય છે. તેનું એકમાત્ર કારણ છે કે ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ ખરાબ રીતે તેમની કમજોરી હોય છે.

ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે અહીંયા એક એવા ખાસ જ્યૂસ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, જેનું સેવન દરરોજ કરી શકો છો. તેનાથી તમને સકારાત્મક રૂપથી લાભ પણ મળી શકે છે અને તમે શરદી, ખાંસીની સમસ્યા પણ દૂર કરી શકો છો. સાથો સાથ કોરોના વાયરસ જેવા સંક્રમણથી પણ તેમને બચાવવામાં મદદ કરશે.

આ જ્યુસ ટમેટા માંથી તૈયાર થાય છે. હવે તમારા મનમાં સવાલ ઉભો થશે કે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં તે કેવી રીતે કાર્ય કરે છે? હકીકતમાં ટમેટામાં પર્યાપ્ત રૂપથી વિટામિન સી ની માત્રા મળી આવે છે. આ એક એન્ટી ઓક્સિડેન્ટ એક્ટિવિટીના રૂપમાં કાર્ય કરે છે. એન્ટી ઓક્સીડંટ એક્ટિવિટીના રૂપમાં કાર્ય કરવાને લીધે તે રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત બનાવવા માટે પણ સક્રિય રૂપથી કામ કરે છે. એટલું જ નહીં વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર તે વાતની પુષ્ટી કરવામાં આવી ચુકી છે કે ટામેટા અથવા તેના જ્યૂસનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત બનાવવામાં મદદ મળે છે. અહીં નીચે તમને ટામેટા જ્યુસને તૈયાર કરવા માટેની વિધિ વિશે જણાવવામાં આવી રહ્યું છે.

સામગ્રી

  • ૧ કપ પાણી
  • ૧ ચપટી મીઠું
  • ૨ ટમેટા

બનાવવાની રીત

  • સૌથી પહેલા ટમેટાને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લો.
  • હવે તેને નાના ટુકડામાં કાપી લો અને જ્યુસર જાર માં નાખી દો.
  • હવે જ્યુસર જાળમાં એક કપ પાણી નાખીને તેને ૪ થી ૫ મિનિટ સુધી સારી રીતે ચલાવો જેથી જ્યૂસ બની જાય.
  • ત્યાર બાદ એક ગ્લાસમાં તેને કાઢો અને ઉપરથી થોડું મીઠું નાખો.
  • હવે તમે તેનું સેવન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *