ઈન્ડિયા – ન્યુઝીલેન્ડ લાઈવ મેચ દરમ્યાન “પાકિસ્તાન મુર્દાબાદ” નાં નારા, વિડીયો થઈ રહ્યો છે જોરદાર વાઇરલ

Posted by

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બે મેચની ટેસ્ટ સીરીઝ ની પહેલી મેચ રમવામાં આવી રહી છે. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં કંઈક એવું થયું હતું જેના લીધે બધા લોકો ધ્યાન આકર્ષિત થયું હતું. લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોએ પાકિસ્તાન મુર્દાબાદ” નાં નારા લગાવ્યા હતા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલો છે. સીમા પર પાકિસ્તાન તરફથી વધી રહેલી ગતિવિધિઓને લીધે બંને દેશ વચ્ચેના સંબંધ સારા નથી અને તેની અસર ક્રિકેટ ફેન્સ માં પણ જોવા મળી હતી.

અવાર-નવાર કાશ્મીરને લઈને પાકિસ્તાન કંઈકને કંઈક નાપાક હરકત કરતુ રહે છે, જેને લઇને ક્રિકેટ ફેન્સ માં પણ તેની નારાજગી જોવા મળી હતી અને ઘણા લાંબા સમય સુધી ફેન્સ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ” નાં નારા લગાવ્યા હતા. આ વાયરલ વીડીયો ભારતીય ઇનિંગની છઠ્ઠી ઓવરનો છે, જેમાં શુભમન ગિલ અને મયંક અગ્રવાલ બેટિંગ કરી રહ્યા છે અને કાયલ જેમિસન બોલિંગ કરી રહ્યો છે. જણાવી દઈએ કે ટી-૨૦ વર્લ્ડ કપ માં ભારતની પાકિસ્તાન સામે હાર થઇ હતી. જેના લીધે ટીમ ઇન્ડિયાની પણ ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી.

ભારતીય ની શરૂઆત થઈ અને અડધો કલાક પસાર થઈ ચુક્યો હતો. ફેન્સ આ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ સ્લોગન દ્વારા વધારવાની કોશિશ કરી રહ્યા હતા. દર્શકોએ નારા લગાવતા કહ્યું હતું કે, “જીતેગા ભાઈ જીતેગા, ભારત જીતેગા.” ત્યારબાદ આ ક્રિકેટ ફેન્સ દ્વારા “પાકિસ્તાન મુર્દાબાદ” નાં નારા પણ જોર જોરથી લગાવવામાં આવ્યા હતા. જેમાં અમુક દર્શકોએ તેમનો સાથ આપીને મુર્દાબાદ મુર્દાબાદ કહ્યું હતું. ત્યારબાદ ક્રિકેટ ફેન્સ દ્વારા ભારત માતાકી જય વંદે માતરમ કહીને પોતાની દેશભક્તિ બતાવી હતી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે રાજકીય તણાવને લીધે પાછલા ઘણા વર્ષોથી બંને ટીમોની વચ્ચે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાડવામાં આવી નથી.

અજિંક્ય રહાણે કરી રહેલ છે કેપ્ટનશીપ

જણાવી દઈએ કે આ મેચમાં વિરાટ કોહલી ની જગ્યાએ અજિંક્ય રહાણે કેપ્ટનશીપ કરી રહેલ છે. વિરાટ કોહલીને પહેલી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવે છે. જો કે મુંબઈમાં થનાર બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે પરત ફરશે. ભારત માટે શ્રેયસ અય્યર ટેસ્ટ ડેબ્યુ કરી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *