ઇંડિયન એરફોર્સ દ્વારા ગેમ લોન્ચ કરવામાં આવી, હવે તમે પણ દુશ્મનનો સફાયો કરી શકશો

Posted by

વાનો અને બાળકોને ઇન્ડિયન એર ફોર્સ તરફ આકર્ષિત કરવા માટે ઇન્ડિયન એર ફોર્સ દ્વારા એક મોબાઈલ ગેમ લોન્ચ કરવામાં આવી છે. આ એક 3D એર કોમ્બેટ ગેમ છે, જેને સિંગલ પ્લેયર ઓનલાઇન રમી શકે છે. એરફોર્સ ચીફ દ્વારા આ ગેમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલું ચરણ છે, જેમાં single-player ગેમ લોન્ચ કરવામાં આવી છે. બીજા ચરણમાં, એરફોર્સ ડેના દિવસે મલ્ટિપ્લેયર ગેમ લોન્ચ કરવામાં આવશે. આ ગેમ એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને પર મોજૂદ હશે.

આ ગેમ નું નામ Indian Air Force – A Cut Above છે. આ ગેમ ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે. જ્યાં પબજી અને બ્લુ વ્હેલ જેવી ગેમ માતા-પિતાની ચિંતા માં વધારો કરતી હતી, ત્યાં એરફોર્સની આ ગેમ બાળકો દ્વારા રમવાથી માતા-પિતાને કોઈ પરેશાની થશે નહીં. આ ગેમમાં કુલ 10 મિશન છે અને દરેક મિશનમાં 3 સબ મીશન છે. એટલે કે તેમાં કુલ ૩૦ મિશન હશે.

આ ગેમમાં એરફોર્સમાં રહેલા હેલિકોપ્ટર, એર ડિફેન્સ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ની સાથે સાથે ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થનાર ફાઈટર અને કોમ્બેટ એરક્રાફ્ટ પણ બતાવવામાં આવશે. એટલે કે બાળકો હવે રફાલ ફાઈટર જેટ પણ ગેમ દ્વારા ઉડાવી શકશે.

મળશે પાઈલટ વાળી ફીલિંગ

આ ગેમમાં એ વાતનો પ્રયાસ કરવામાં આવેલ છે કે ગેમ રમી રહેલ વ્યક્તિને પાઈલટ જેવી ફિલિંગ મળી રહે. આ ગેમમાં યુઝરને ઘણા પ્રકારના ફાઈટર જેટ અને હેલિકોપ્ટર ઉડ આવવાનો અવસર મળશે. સાથોસાથ આ એરક્રાફ્ટના મદદથી તમે દુશ્મનનો સફાયો કરવાની પણ મજા લઇ શકશો.

આ ગેમ નો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ભારતીય વાયુ સેના તરફ આકર્ષિત કરવાનો છે. ગેમ માં પહેલા પ્લેયરને ટ્યુટોરીયલ મિશન પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ જ તેને ફ્લાઇટ ઉડાવવાનો અવસર આપવામાં આવશે. ગેમ માં યુઝરને ઇન્ડિયન એરફોર્સના હથિયારો અને યુદ્ધ નીતિઓ વિશે શીખવાનું પણ અવસર મળશે. જેના લીધે તેમનું ભારતીય વાયુ સેના તરફ આકર્ષણ વધશે. ગેમને લોન્ચ કરતા સમયે એરફોર્સ ચીફ બી.એસ. ધનોવાએ કહ્યું હતું કે, “એરફોર્સ પોતાનું કામ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યું છે અને આ ગેમ બાળકોને એરફોર્સ તરફ આકર્ષિત કરશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *