ઇન્દ્ર દેવ દ્વારા રચિત માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી શક્તિશાળી મંત્ર, જાપ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થઈને ધન-ધાન્યનાં ભંડાર ભરી આપે છે

માતા લક્ષ્મીની કૃપા જેના પર થાય છે તે ધન-ધાન્યથી સંપન્ન થઈ જાય છે. તેના જીવનના બધા જ કષ્ટ દુર થઈ જાય છે. માતા લક્ષ્મીની કૃપાથી વૈભવ, સૌભાગ્ય, આરોગ્ય, એશ્વર્ય, વિદ્યા, વિનય અને કાંતિ મળે છે. દેવો અને દાનવો એ પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તપ કરેલા છે. ઇન્દ્ર દેવ દ્વારા પણ મહર્ષિ દુર્વાસાનાં શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે વિષ્ણુપ્રિયા ને પ્રસન્ન કરેલ હતા. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અમે તમને અહીં અમુક સરળ મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ. માન્યતા છે કે તેનો જાપ સ્વયં ઈન્દ્રદેવ દ્વારા પણ કરવામાં આવ્યો હતો.

પુરાણોમાં દેવી દેવતાઓની ફક્ત કથા જ નહીં પરંતુ અમુક એવા મંત્ર પણ આપવામાં આવેલા છે. જે જીવનના દરેક પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ અપાવવામાં કારગર છે. પુરાણોમાં જણાવવામાં આવેલા અમુક એવા મંત્ર અમે તમને અહીં જણાવીશું, જેનો જાપ કરવાથી જીવનમાં રહેલી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. જણાવી દઈએ કે આ મંત્ર એવા છે, જેને તમે સવારે અથવા સાંજે કોઈ પણ સમયે પવિત્રતાની સાથે જાપ કરો છો તો તમને લાભ અવશ્ય મહેસુસ થશે.

વિષ્ણુપુરાણમાં સાગર મંથન બાદ દેવી લક્ષ્મી પ્રગટ થયા બાદ દેવરાજ ઇન્દ્ર દેવતાઓની સાથે દેવી લક્ષ્મીની સ્તુતિ કરે છે. ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલી લક્ષ્મી સ્તુતિનાં પાઠ ખુબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણ અનુસાર દેવી લક્ષ્મી કહે છે કે જે નિયમિત આ રીતે આ સ્ત્રોતનું પાઠ કરશે, તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ રહેશે.

नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते। शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते।।

ઇન્દ્ર કહે છે કે શ્રીપીઠ સ્થિત અને દેવતાઓ દ્વારા પુજવામાં આવતા સમયે તમને નમસ્કાર છે. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરવાવાળા મહાલક્ષ્મી તમને પ્રણામ છે.

सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि। मन्त्रपूते सदा देवि महालक्ष्मी नमोऽस्तु ते।।

સિદ્ધિ, બુદ્ધિ, ભોગ અને મોક્ષ આપવાવાળી છે. મંત્રપુત ભગવતી મહાલક્ષ્મી તમને સદા પ્રણામ છે.

શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે જે પણ વ્યક્તિ માં લક્ષ્મીના પ્રિય નામો પદ્મા, પદ્માલયા, પદ્મવાસીની, શ્રી, કમલા, હરિપ્રિયા, ઇન્દિરા, રમા, સમુદ્રતનયા, ભાર્ગવી અને જલધિજા નો જાપ કરે છે, તેના ઉપર દેવી લક્ષ્મી અતિ પ્રસન્ન રહે છે અને તેમને સુખી જીવન અને સંપન્નતા નાં આશીર્વાદ પ્રદાન કરે છે.