Instagram માંથી તમારો મનપસંદ ફોટો અથવા વિડિયો ડાઉનલોડ કરવા માંગો છો?

ઇન્સ્ટાગ્રામ એક એવી સોશિયલ મીડિયા સાઇટ્સ છે જે ઓછા સમયમાં ખૂબ જ પ્રખ્યાત બની ગઈ. પરંતુ તેમાં પણ એક સમસ્યા છે કે તમે તેમાંથી મીડિયા ફાઈલ ને પોતાની ગેલેરીમાં સેવ નથી કરી શકતા. જો તમે પણ ઇન્સ્ટાગ્રામ માંથી ફોટો તથા વિડિયો સેવ કરવા માંગો છો, તો તેના માટે તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશન ની મદદ લેવી પડશે. ઘણીવાર આપણને ઇન્સ્ટાગ્રામમાં કોઈ ફોટો અથવા વિડિયો પસંદ આવી જાય છે જેને આપણે પોતાની ગેલેરીમાં સેવ કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ જાણકારી ના અભાવે ને લીધે તેને ડાઉનલોડ નથી કરી શકતા.

ઇન્સ્ટાગ્રામ ફેસબુકની જેમ જ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જેમાં તમે પોતાના મિત્રોની સાથે ફોટો અને વીડિયો શેયર કરી શકો છો. જે લોકો ઇન્સ્ટાગ્રામમાં નવા છે તેઓને જણાવી દઈએ કે તેની ચલાવવું ખૂબ જ સરળ છે. ઘણા મોટા મોટા સેલિબ્રિટીની પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ છે, જેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

જેમકે અમે તમને જણાવ્યું કે હાલમાં ઇન્સ્ટાગ્રામ માંથી ફોટો અથવા વિડિયો ડાઉનલોડ કરવા માટે કોઈ ઓફિશિયલ ઓપ્શન નથી. જો કે તમે મીડિયા ફાઈલ ને ઇન્સ્ટાગ્રામમાં સેવ કરી શકો છો, જે તમને ફક્ત એપ્લિકેશન માં જ દેખાશે, તેને ગેલરીમાં જોઈ શકાશે નહીં. પ્લેસ્ટોરમાં ઇન્સ્ટાગ્રામ ની ઇમેજ ડાઉનલોડ કરવા માટે ઘણી એપ્લિકેશન રહેલી છે, જેના દ્વારા તમે સરળતાથી ઇન્સ્ટાગ્રામમાં થી કોઈપણ મીડિયા ફાઈલ તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો.

તેમાની એક એપ્લિકેશનનું નામ છે InstaSaver. જે ઇન્સ્ટાગ્રામ માંથી ફોટો અને વિડીયો ડાઉનલોડ કરવા માટે ખૂબ જ પોપ્યુલર છે. આ એપ્લિકેશન તમને ખુબ જ આસાનીથી પ્લેસ્ટોરમાં મળી જશે. તો તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે તમને ચાલો તમને જણાવીએ.

સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લો. હવે પોતાની ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરો, અહીંયા જે ફોટો અથવા વિડિયો ડાઉનલોડ કરવા માંગો છો તે સ્ક્રીન પર લાવો. આવે એ ફોટો અથવા વિડિયો ઉપર તમને ત્રણ ડોટ જોવા મળશે તેના પર ક્લિક કરો. અહીંયા તમને થોડા ઓપ્શન દેખાશે, જેમાં તમારે Copy Link પર ક્લિક કરવાનું રહેશે, જેના લીધે તે પોસ્ટની લિંક કોપી થઈ જશે.

હવે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરીને, તેમાં તમારે Insta Post Downlader પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમને લિંક ઉમેરવાનું ઓપ્શન મળી જશે. જેમાં તમારે લિન્ક ઉમેરવામાં આવી છે જેને તમે ઇન્સ્ટાગ્રામ માંથી ફોટો અથવા વિડીયો થી કોપી કરેલ હતી. ત્યારબાદ Show The Content પર ક્લિક કરો, અહીંયા તમને Image Save કરવાનો ઓપ્શન મળી જશે. Save Image પર ક્લિક કરવાથી તમારી ફોટો ડાઉનલોડ થઇ જશે.