ઇન્ટરનેટ એક એવી જગ્યા બની ગઈ છે જ્યાં દરેક વ્યક્તિને સારું દેખાવવું પસંદ હોય છે. એક જમાનો હતો જ્યારે ઇન્ટરનેટનો વધારે ઉપયોગ ફક્ત જરૂરી જાણકારી પ્રાપ્ત કરવા માટે અથવા ઈમેલ કરવા માટે થતો હતો. પરંતુ આજના જમાનામાં તો યુવાનો પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર પસાર કરવાનું પસંદ કરે છે. આજના જમાનામાં સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પોતાના ફોટા પર વધુમાં વધુ લાઇકસ મેળવવા માંગે છે. તેના ચક્કરમાં તે પોતાનો રિયલ ફોટો અપલોડ કરવાને બદલે એડિટ કરેલો ફોટો પોસ્ટ કરવાનું પસંદ કરે છે.
ફોટો એડિટ કરવાથી તમારી સુંદરતા વધી જાય છે અને બેગ્રાઉન્ડને પણ બદલીને સુંદર બનાવી શકાય છે. જોકે દરેક વ્યક્તિની પાસે આ પ્રકારની એડિટિંગ સ્કિલ હોતી નથી. કદાચ એ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર એક મહિલા ટ્વિટર યુઝરે લોકો પાસે એક મદદ માંગી હતી. તેમણે ઓનલાઇન પોતાનો એક ફોટો શેયર કરીને કહ્યું કે, “શું કોઈ આ ફોટોનાં બેગ્રાઉન્ડને ચેન્જ કરી શકે છે, જેથી તે વધારે સુંદર દેખાઈ શકે.”
Can someone change the background of this picture to make it look aesthetic? pic.twitter.com/IQglsviwZE
— Hoe Gaya (@KyuHaiYe) July 22, 2020
યુવતીની આ રિક્વેસ્ટ બાદ ઘણા લોકોએ તેની પાછળના બેકગ્રાઉન્ડ ચેન્જ કરી દીધું. જો કે અમુક એવા મહાન લોકો પણ હતા જેમણે યુવતીની ખૂબ જ મજાક ઉડાવી હતી. હવે તમે તો જાણો જ છો કે ઇન્ટરનેટ પર લોકો બીજા લોકોની મજા લેવા માટે રાહ જોઈને જ બેઠા હોય છે. હવે જરા એક નજર આ ફોટા ઉપર પણ દોડાવો, જો તમને ફોટા જોઈને મજા ન આવે તો કહેજો.
સડક માંથી ઉઠાવીને હિરોઈન બનાવીશ
સવાર સવાર ની તાજી સુગંધ
ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ
લો હવે આ શેરડીના ખેતરમાં આવી ગઈ
ટ્રંપ સાહેબ અહીંયા પણ શરૂ થઈ ગયા
અમે તો સાંભળ્યું હતું કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન અભ્યાસમાં સારા હતા. પછી આ બધું?
લોકો પાસેથી મદદ માંગ્યા બાદ યુવતી “હું …. છું જે અહીંયા આવી.”
જોની ભાઈને તો મજા થઈ ગઈ કે પછી આ યુવતીને મજા આવી ગઈ
કોઈને ગુપ્ત રોગ હોય તો આ યુવતીનો સંપર્ક કરો
માસ્ક પહેરતી નથી અને આવી પોસ્ટ કરે છે
થોડા વધુ મજેદાર બેગ્રાઉન્ડ
એવું નથી કે ઇન્ટરનેટ પર બધા લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે, તેમાંથી અમુક યુઝર્સ એવા પણ છે જેમણે આ યુવતીની મદદ કરી અને તેની તસવીરના બેકગ્રાઉન્ડને ચેન્જ કરીને સુંદર બનાવી દીધું. તો ચાલો તે અમુક તસવીરો પણ જોઇ લઇએ.
આશા રાખે છે કે તમને અમારી આ તસવીરો પસંદ આવી હશે. જો વળી તમને પણ ક્યારેક અવસર મળે તો તમે આ યુવતીના બેગ્રાઉન્ડમાં ક્યો ફોટો લગાવો તે અમને જરુરથી જણાવજો.
સાથોસાથ જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રોને બતાવીને તેમને પણ ખુશ કરજો. આજના સમયમાં દરેક વ્યક્તિ ટેન્શનમાં ચાલી રહ્યો છે. આ પ્રકારના ફની ફોટો જોઈને તેમનું પણ થોડું મનોરંજન થઈ જશે.