IPL ખેલાડી નીતિશ રાણાની પત્નીને જોઈ લેશો તો બોલીવુડની ટોપ એક્ટ્રેસને પણ ભુલી જશો, એકવાર તો તસ્વીરો જરૂરથી જુઓ

ભારતમાં જ્યારે પણ સ્પોર્ટ્સની વાત ચાલે છે તો સૌથી પહેલા ક્રિકેટનું નામ જ દિમાગમાં આવે છે. ઇન્ડિયામાં તમને ઘણા બધા ક્રિકેટ ફેન્સ જોવા મળી જશે. એજ કારણ છે કે આ ક્રિકેટર્સની લોકપ્રિયતા બોલીવુડ કલાકારોને પણ ટક્કર આપે છે. માત્ર ક્રિકેટર્સ જ નહીં, પરંતુ તેમની સાથે તેમનો આખો પરિવાર જ ફેમસ થઈ જાય છે. નીતીશ રાણા ની પત્ની સાંચી મારવાહ નું જ ઉદાહરણ લઈ લો.

કોલકત્તા નાઈટ રાઈડર્સનાં શાનદાર બેટમેન નીતીશ રાણા પોતાની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આજે અમે તમને એની સુંદર પત્ની સાંચી મારવાહ વિશે બતાવવા જઈ રહ્યા છે. ફેન્સ ને નીતીશ અને સાંચી ની જોડી ઘણી સારી લાગે છે.

સાંચી સુંદરતાની વાત કરીએ તો તે દેખાવમાં કોઈ બોલીવુડ હસીના થી ઓછી નથી. એમને જોઈએ જ લાગે છે કે તે કોઈ ફિલ્મ એક્ટ્રેસ છે. જો કે વ્યવસાયથી તે એક ઇન્ટેરિયર ડિઝાઇનર્સ છે. નીતીશ રાણા અને સાંચી મારવાહે ફેબ્રુઆરી ૨૦૧૯માં સાત ફેરા લીધા હતા. ત્યારે એમના લગ્નની ફોટો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. તેનું એક કારણ સાંચી ની સુંદરતા હતી.

નીતીશ રાણાનાં લગ્ન પછી દરેક એમની પત્ની વિશે જાણવા ઉત્સુક હતું. એ કોણ છે, ક્યાંથી આવે છે, શું કરે છે? તમારી જાણકારી માટે બતાવી દઈએ કે નીતીશ ની પત્ની સાંચી મારવાહ પોતાની ફિલ્ડ ઇન્ટિરિયર ડિઝાઇનરમાં હોશિયાર ખેલાડી છે. એમનું કામ દુરથી જ ચમકે છે. તેમણે વર્ષ ૨૦૧૫માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

સાંચી મારવાહે અંસલ યુનિવર્સિટીનાં ફેકલ્ટી ઓફ સુશાંત સ્કૂલ ઓફ ડિઝાઇન થી પોતાની ઇન્ટેરિયર ડિઝાઇનિંગ ની સ્ટડી કરી હતી. ભણતર પુરુ કર્યા બાદ તે ઘણા નામી ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે ટ્રેનિંગ પણ લઈ ચૂકી છે. એજ કારણ છે કે નીતીશ ની પત્ની હોવા છતાં પોતાના કામનાં દમ પર પણ જાણીતી છે.

નીતીશ અને સાંચી વચ્ચે રિલેશન પ્રેમ અને નોક-જોક વાળો છે. એમણે એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યું હતું કે, “તે બંને નાની-નાની વસ્તુને લઈને પણ ઝઘડી પડે છે.” જેમ કે નીતીશ રાણા જણાવે છે કે, “અમારા રૂમમાં એક નાનો તકિયો છે. અમે બંને હંમેશા આ નાના તકિયા ને લઈને લડતા રહીએ છે. લડાઈ એ વાતની હોય છે કે એની ઉપર કોણ સુવે.”

હવે તમને લોકોને નિતીશ ની પત્નીનાં આ ફોટો કેવા લાગ્યા તે અમને કમેન્ટ કરી જરૂર જણાવો. સાથે જ એવી બીજી ખબર માટે અમારી સાથે જોડાયેલા રહો.