IPL સસ્પેન્ડ થવા પર શોહેબ અખ્તરે કટાક્ષ કરતાં કહ્યું કે – એક વર્ષ પૈસા નહીં કમાશો તો….

Posted by

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર કહેવાનું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ને પહેલા જ સસ્પેન્ડ કરી દેવાની હતી. અખ્તરનું કહેવાનું છે કે ભારતમાં જે રીતે લોકો કોરોના વાયરસ મહામારીની બીજી લહેર થી પરેશાન છે, તેને જોઈને બીસીસીઆઈ એ આઈપીએલને પહેલા જ રોકી દેવાની હતી.

બાયો બબાલમાં કોરોના ની એન્ટ્રી પછી આઈપીએલ ની ૧૪મી સીઝનને મંગળવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અખ્તરે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું કે ભારતમાં દરરોજ ૪ લાખ થી વધારે કેસ આવી રહ્યા છે. ૨૪ કલાકમાં ૧૦ થી ૧૨ હજાર લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. એ દરમિયાન આઈપીએલ નથી થઈ શકતી. રમતનો તમાશો નથી થઈ શકતો. લોકો ૨૦૦૮થી પૈસા બનાવી રહ્યા છે. જો એક વર્ષ પૈસા નહીં કમાશે, તો કોઈ મુસીબત નથી આવવાની.

“રાવલપિંડી એક્સપ્રેસ” નામથી જાણીતા અખ્તરે એક અઠવાડિયા પહેલા પણ આઇપીએલ કેન્સલ કરવાની વાત કરી હતી. છેલ્લા થોડા દિવસોમાં અમદાવાદ અને નવી દિલ્હીમાં ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ વચ્ચે Covid-19 નાં ઘણાં કેસ સામે આવ્યા બાદ બીસીસીઆઈએ આઇપીએલને સ્થગિત કરવા બાધ્ય થવા પડ્યું.

આઈપીએલ ૨૦૨૧નું સમાપન ૩૦ મે એ થવાનું હતું

૫૨ દિવસ ચાલવા વાળા ૬૦ મેચની ટુર્નામેન્ટનું સમાપન ૩૦ મે એ અમદાવાદમાં થવાનું હતું. જોકે માત્ર ૪૦ દિવસ ક્રિકેટ રમવામાં આવી અને આ દરમિયાન ૨૬ મેચનાં આયોજન પછી કોરોના વાયરસને કારણે ટુર્નામેન્ટને સ્થગિત કરવા પડી.

શોહેબ અખતરે કહ્યું હતું કે, “આ રાષ્ટ્રીય કટોકટી છે. આપણે પીએસએલ માં બાયો બબલ બનાવ્યું, જે ફ્લોપ રહ્યું. ભારતે બાયો બબલ બનાવ્યું અને તે પણ પૂરી રીતે ફ્લોપ રહ્યું. આ સમય લોકોનો જીવ બચાવવાનો છે. એની જગ્યાએ કોઈ બીજી વાત નથી થઈ શકતી. બીસીસીઆઇ એ આઈપીએલ ને કેન્સલ કરવાનો નિર્ણય સાચો લીધો છે.”

૨૦૦૦ કરોડથી વધારે નુકસાન થઈ શકે છે

લીગનાં સ્થગિત થવાથી બીસીસીઆઇ નાં પ્રસારણ અને પ્રાયોજક રકમમાં ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થઈ શકે છે. બીસીસીઆઇ નાં એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે આ સત્રને વચ્ચે થી સ્થગિત કરવાથી ૨૦૦૦ થી ૨૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *