કોલકાતા નાઈટ રાઈડર્સે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને ફરીથી વિરાટ કોહલીનાં આઇપીએલ જીતવાનાં સ્વપ્નને ચકનાચુર કરી નાખ્યું છે. હાર ની સાથે જ આરસીબી ની સફર ટુર્નામેન્ટમાં અહીં સમાપ્ત થઈ ગઈ. વિરાટ કોહલી માટે પણ કેપ્ટનનાં રૂપમાં આ છેલ્લી મેચ હતી. મેચ હારી ગયા બાદ ટીમ સાથે વાત કરતાં સમયે વિરાટ કોહલી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. તેની સાથે ડી વિલિયર્સ પણ રડતા જોવા મળ્યા હતા.
મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા આરસીબી ૧૩૮/૭ નો સ્કોર બનાવ્યો હતો અને ૧૩૯ રનનો ટાર્ગેટ કોલકત્તા નાઈટ રાઈડર્સ દ્વારા છેલ્લી ઓવરમાં ૬ વિકેટનાં નુકસાન પર પ્રાપ્ત કરી લીધો હતો. જ્યારે વિરાટ કોહલી હારી ગયા તો મેચ ખતમ થયા બાદ મેદાનમાં રડવા લાગ્યા હતા. કોહલીના રડવાને લઈને એક કહાની મશહુર છે.
પિતાનાં નિધનનાં સમયે પણ રડ્યા ન હતા કોહલી
first time kohli is crying.Last match as RCB Captain. @imVkohli @BCCI @ICC @IPL
#Kohli#crying#last#match#captain#rcb pic.twitter.com/kZDWQgwKRT— Shubham Yadav( Dainik Bhaskar) (@shubham00211591) October 11, 2021
કોહલીએ અમેરિકી સ્પોર્ટ્સ રિપોર્ટર ગ્રાહમ બેનસિંગર સાથે વાતચીતમાં એક વખત જણાવ્યું હતું કે તે દિવસે હું ૪ દિવસની મેચ રમી રહ્યો હતો અને મારા પિતાનું નિધન થયું. મારે આવતા દિવસે બેટિંગ શરૂ રાખવાની હતી. સવારે અઢી વાગે તેમનું નિધન થયું હતું. પરિવારનાં બધા લોકો તુટી ગયા હતા અને રડવા લાગ્યા હતા, પરંતુ મારી આંખોમાં આંસુ આવી રહ્યા ન હતા. મને સમજમાં આવી રહ્યું ન હતું કે હું શું કરું અને હું સ્તબ્ધ થઈ ગયો હતો.
વિરાટ કોહલી આગલા દિવસે બેટિંગ કરવા માટે ઉતર્યા હતા અને તેમણે ૯૦ રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ કોહલીને આ રીતે ખુબ જ ઓછા રડતા જોવામાં આવ્યા છે. જ્યારે ૨૦૧૬ની આઈપીએલમાં તેમની ટીમ ફાઇનલમાં હારી હતી, ત્યારે તેઓ થોડા ભાવુક થઇ ગયા હતા. પરંતુ કેપ્ટનનાં રૂપમાં તેમણે પોતાની છેલ્લી આઇપીએલ રમી અને એલિમિનેટર રાઉન્ડમાં હારી ગયા તો ખુબ જ રડ્યા હતા.